________________
EK
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર
સંભવે ? આમ અજ્ઞાનના વ્યાવર્તક વિષયનું જ્ઞાન હોતા કે અજ્ઞાન હોતાં - બંને રીતે - અજ્ઞાનની પ્રતીતિ વ્યાહત થઈ પડે છે. નિષ્કર્ષ એ કે ‘ ઉભય પક્ષમાં જ્યાં સમાન દોષ કે સમાન પરિહાર હોય ત્યાં એક પક્ષ બીજા પક્ષને પ્રશ્ન કરી શકે નહિ ’ એ નિયમ અનુસાર ઉભયપક્ષે વ્યાઘાતદોષનું સમાધાન કરવું આવશ્યક હોઈને કેવળ જ્ઞાનાભાવ પક્ષમાં જ વ્યાઘાતદોષની આપત્તિ આપવી અદ્વૈતવેદાન્તીને માટે યોગ્ય નથી.૩૧
જ
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી. ભાવરૂપ અજ્ઞાન પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિ દ્વારા જ નિવર્તનીય છે. તે સાક્ષિજ્ઞાન દ્વારા નિવર્તનીય નથી. ભાવરૂપ અજ્ઞાન સાક્ષિવેઘ છે, પ્રમાણવેદ્ય ( અન્તઃકરણવૃત્તિવેઘ ) નથી જ. તેથી અજ્ઞાનગત વિરોધનું નિરૂપક જ્ઞાન પણ સાક્ષિવેદ્ય જ છે, કારણ કે જ્ઞાનવિરોધીરૂપે જ અજ્ઞાન સાક્ષિવેદ્ય બને છે. જે સાક્ષી અજ્ઞાનને ગ્રહણ કરે છે તે જ સાક્ષી અજ્ઞાનનિષ્ઠ વિરોધના નિરૂપ્ક જ્ઞાનને પણ ગ્રહણ કરે છે. વિરોધના નિરૂપક જ્ઞાનને જો સાક્ષી ગ્રહણ ન કરે તો જ્ઞાનવિરોધીરૂપે અજ્ઞાન સાક્ષિવેદ્ય બને કઈ રીતે ? અજ્ઞાનનિષ્ઠ વિરોધનું નિરૂપક જ્ઞાન સાક્ષિવેદ્ય હોવા છતાં પ્રમાણવેદ્ય નથી જ. એ જ રીતે અજ્ઞાનનો વ્યાવર્તક વિષય પણ સાક્ષિવેદ્ય છે, પરંતુ પ્રમાણવેઘ નથી. વિષયવિશેષિત અજ્ઞાન જ સાક્ષિવેધ બને છે. તેથી અજ્ઞાનના વ્યાવર્તક વિષયને સાક્ષી ગ્રહણ ન કરે તો વિષયવ્યાવૃત્ત અજ્ઞાન સાક્ષિવેદ્ય બને કઈ રીતે ? અજ્ઞાનનિષ્ઠ વિરોધનું નિરૂપ જ્ઞાન તેમ જ અજ્ઞાનનો વ્યાવર્તક વિષય વેધ હોવા છતાં પ્રમાણવેદ્ય નથી પણ સાક્ષિવેધ છે. જો પ્રમાણવેદ્ય હોત તો અવશ્ય વ્યાઘાતોષ આવત. સાક્ષી દ્વારા અજ્ઞાનનો વ્યાવર્તક વિષય ગૃહીત થયો છે એટલે તે વિષયનું અજ્ઞાન હવે હોઈ શકે નહિ; વિષય જ્ઞાત થતાં હવે તે વિષયનું અજ્ઞાન કેવી રીતે હોય ? – આવી આપત્તિ ન્યાયામૃતકાર આપી શકે નહિ. સાક્ષી જ વિષયવિશેષિત અજ્ઞાનનો સાધક છે. સાક્ષી દ્વારા વિષય ગૃહીત થતાં જો અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય તો સાક્ષી દ્વારા અજ્ઞાનની સિદ્ધિ થાય કેમ ? વિષયવિષયક સાક્ષિજ્ઞાન દ્વારા તે જ વિષયનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી. વિષયવિષયક પ્રમાણજ્ઞાન દ્વારા જ તે વિષયના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. જે સાક્ષી અજ્ઞાનનો સાધક છે તે જ સાક્ષી અજ્ઞાનના વ્યાવર્તક વિષયનો પણ સાધક છે. ૩૨ એ વાત સાચી કે અજ્ઞાનનો સાક્ષી અજ્ઞાનના વિષયને અજ્ઞાતત્વરૂપે જ ગ્રહે છે.
=
33
વિવરણાચાર્ય કહે છે કે બધી વસ્તુ જ્ઞાતરૂપે કે અજ્ઞાતરૂપે સાક્ષિચૈતન્યનો વિષય બને છે. પ્રમાજ્ઞાન જ્યારે સાક્ષી દ્વારા ગૃહીત થાય છે ત્યારે પ્રમાજ્ઞાનનો વિષય જ્ઞાતરૂપે સાક્ષિચૈતન્યનો વિષય બને છે, અને અજ્ઞાન જ્યારે સાક્ષિચૈતન્ય દ્વારા ગૃહીત થાય છે ત્યારે અજ્ઞાનનો વ્યાવર્તક વિષય અજ્ઞાતરૂપે સાક્ષિચૈતન્યનો વિષય બને છે. પરંતુ અજ્ઞાનનો વ્યાવર્તક વિષય પ્રમાણવૃત્તિ દ્વારા વેદ્ય નથી. પ્રમાણવૃત્તિ દ્વારા વેદ્ય થાય તો અજ્ઞાન જ નિવૃત્ત થઈ જાય અને એમ થતાં વ્યાઘાતદોષ આવે. ૩૪
આની સામે ન્યાયામૃતકાર નીચે પ્રમાણે જણાવે છે. ભાવરૂપ અજ્ઞાન જેમ સાક્ષિવેદ્ય છે તેમ ભાવરૂપ અજ્ઞાનનો વ્યાવર્તક વિષય પણ સાક્ષિવેધ છે એમ અદ્વૈતવેદાન્તી કહે છે. અમે કહીએ છીએ કે ભાવરૂપ અજ્ઞાન જેવી કોઈ વસ્તુ જ નથી. અજ્ઞાન જ્ઞાનાભાવ જ છે. જ્ઞાનાભાવ સાક્ષિવેદ્ય છે. અજ્ઞાન જ્ઞાનાભાવરૂપ હોવાથી વિષયવિશેષિત જ્ઞાનનો અભાવ જ અજ્ઞાન છે. જ્ઞાન સાક્ષિવેધ છે એ બધા જ સ્વીકારે છે. જ્ઞાનાભાવમાં પ્રતિયોગી જ્ઞાન છે. જો પ્રતિયોગી જ્ઞાન