________________
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ અને વિષય ભિન્ન હોય છે, તેથી જ અજ્ઞાનનો આશ્રય અને વિષય ભિન્નન હોવા છતાં ભિન્ન ભાસે છે. જ્ઞાનનો આશ્રય અને વિષય ભિન્ન હોવાને કારણે જ્ઞાનવિરોધી અજ્ઞાનનો આશ્રય અને વિષય ભિન્ન પ્રતીત થાય છે. વસ્તુતઃ અજ્ઞાનનો આશ્રય અને વિષય ભિન્ન નથી. વધુ સ્પષ્ટતા કરતાં વિવરણાચાર્ય નીચે મુજબ કહે છે. સ્થિતિક્રિયા અકર્મક છે જયારે ગતિક્રિયા સકર્મક છે. આમ હોવા છતાં ‘સ્થિતિ’ પદ દ્વારા અભિધીયમાન સ્થિતિક્રિયા અકર્મક પ્રતીત થાય છે અર્થાત્ કર્મસાપેક્ષ પ્રતીત થતી નથી પરંતુ “અગમન’ પદ દ્વારા ગતિવિરોધી રૂપે અભિધીયમાન સ્થિતિક્રિયા સકર્મક પ્રતીત થાય છે અર્થાત્ કર્મસાપેક્ષ પ્રતીત થાય છે. ગતિક્રિયા સકર્મક હોવાના કારણે જ “ ગતિનિવૃત્તિ' યા ' અગમન’ પદ દ્વારા ગતિવિરોધી રૂપે અભિધીયમાન સ્થિતિક્રિયા પણ અકર્મક હોવા છતાં સકર્મક પ્રતીત થાય છે. સ્થિતિ અને અગમન એક જ વસ્તુ છે. સ્થા-ધાતુનો અર્થ છે ગતિનિવૃત્તિ. પરંતુ સ્થિતિકિયા અકર્મકરૂપે અને ગતિનિવૃત્તિક્રિયા સકર્મકરૂપે (કર્મસાપેક્ષરૂપે) પ્રતીત થાય છે. તેનું કારણ એ છે કે ગતિક્રિયા સકર્મક હોવાથી જ ગતિનિવૃત્તિક્રિયા પણ કર્મસાપેક્ષરૂપે યા સકર્મક પ્રતીત થાય છે. વસ્તુતઃ ગતિનિવૃત્તિક્રિયા અકર્મક જ છે, કર્મસાપેક્ષ નથી. આ રીતે જ વસ્તુતઃ જેનો આશ્રય અને વિષય ભિન્ન નથી એવું જ્ઞાનવિરોધી ભાવરૂપ અજ્ઞાન પણ જેનો આશ્રય અને વિષય ભિન્ન છે એવા જ્ઞાનના વિરોધીરૂપે “અજ્ઞાન’ પદથી અભિધીયમાન થવાને કારણે આશ્રય અને વિષય એ બે જુદા ધરાવતું પ્રતીત થાય છે. પરંતુ આ ભાવરૂપ અજ્ઞાન ‘તમ’ કે ‘મોહ પદ દ્વારા અભિધીયમાન થાય છે ત્યારે તે આશ્રય અને વિષય બે ભિન્ન ધરાવતું પ્રતીત થતું નથી. * વિવરણાચાર્યનો પક્ષ રજૂ કરી ન્યાયામૃતકાર આગળ જણાવે છે કે બે જુદા આશ્રય અને વિષયની અપેક્ષા રાખતા (ભિન્નાશ્રયવિષયક્રયસાપેક્ષ) જ્ઞાનના વિરોધરૂપે જો અજ્ઞાન પ્રતીત ન થાય તો જ્ઞાનની સાથે અજ્ઞાનનો વિરોધ અપ્રામાણિક થઈ પડે. ગમે તેમ પણ વિવરણાચાર્ય અજ્ઞાનની જ્ઞાનવિરોધિતા તો સ્વીકારે જ છે. ન્યાયામૃતકાર આગળ જણાવે છે કે હવે જો જ્ઞાનવિરોધરૂપે પ્રતીયમાન અજ્ઞાનમાં રહેલ વિરોધનું નિરૂપક જે જ્ઞાન છે તેનું જ્ઞાન ન હોય તો જ્ઞાનવિરોધી અજ્ઞાનની પ્રતીતિ જ ન થાય. અને જો વિરોધનિરૂપક જ્ઞાનનું જ્ઞાન હોય તો અજ્ઞાન જ ન સંભવે અને પરિણામે અજ્ઞાનની પ્રતીતિ થાય નહિ. કહેવાનો આશય નીચે મુજબ છે. બ્રહ્મને નાનામાં (હું બ્રહ્મને જાણતો નથી)' એવી પ્રતીતિનો વિષય અજ્ઞાન બ્રહ્મજ્ઞાનવિરોધરૂપે પ્રતીત થાય છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે જે જ્ઞાનના વિરોધરૂપે અજ્ઞાન પ્રતીત થાય છે તે જ્ઞાન જ પ્રમાજ્ઞાન છે. પ્રમાશાનને જ અદ્વૈતવેદાન્તમાં જ્ઞાન કહ્યું છે. અપ્રમા જ્ઞાન નથી પણ જ્ઞાનાભાસ છે. તેથી બ્રહ્મવિષયક પ્રમાના વિરોધરૂપે જ બ્રહ્મવિષયક અજ્ઞાન પ્રતીત થાય છે એમ અતવેદાન્તી કહે છે. પરિણામે બ્રહ્મવિષયક અજ્ઞાનમાં રહેલ વિરોધનું નિરૂપક બ્રહ્મજ્ઞાન જ્ઞાત ન હોય તો અજ્ઞાનની પ્રતીતિ સંભવે નહિ. અને બ્રહ્મજ્ઞાન જ્ઞાત હોય તો બ્રહ્મવિષયક અજ્ઞાનનું અસ્તિત્વ જ રહે નહિ અને એ કારણે અજ્ઞાનની પ્રતીતિ સંભવે નહિ. નિષ્કર્ષ એ કે ભાવરૂપ અજ્ઞાન સ્વીકારવા છતાં અદ્વૈતવેદાન્તીના મતમાં પણ વ્યાઘાતદોષ અપરિહાર્ય જ રહે છે.”
ન્યાયામૃતકાર વધારામાં એક બીજી વાત પણ કહે છે. તે આ પ્રમાણે છે. નિર્વિષયક અજ્ઞાનની પ્રતીતિ થતી નથી. તેથી વિષયવિશેષિત અજ્ઞાનની જ પ્રતીતિ સ્વીકારવી જોઈએ. અજ્ઞાનનો વ્યાવર્તક વિષય જો જ્ઞાત ન હોય તો વિષયવિશેષિત અજ્ઞાનની પ્રતીતિ થાય કેવી રીતે? અને અજ્ઞાનનો વ્યાવર્તક વિષય જો જ્ઞાત હોય તો અજ્ઞાન જ ન રહે એટલે એની પ્રતીતિ ક્યાંથી