________________
ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૬૩
હોય તો પ્રતીતિનું વૈલક્ષણ્ય થાય જ નહિ. તેથી જ્ઞાન સિવાયની વસ્તુના સામાન્યના અભાવની પ્રતીતિથી વિલક્ષણ એવી જ્ઞાનસામાન્યાભાવની પ્રતીતિનો વિષય પણ વિલક્ષણ જ હોય. આ વિષયની વિલક્ષણતા શી છે ? જ્ઞાનસામાન્યાભાવની પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ ન હોતાં જ્ઞાનવિરોધી ભાવભૂત અજ્ઞાન જ છે. આમ ‘ ય જ્ઞાનં નાસ્તિ ’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ ઘટી રાકતો ન હોઈ અદ્વૈતવેદાન્તી તેના વિષય તરીકે ભાવરૂપ અજ્ઞાનને સ્વીકારે છે.૨૪
'
વિષયવિરોષિત અજ્ઞાનનો અનુભવ કરીને જ, અર્થાત્ ‘ મને અમુક વિષયમાં અજ્ઞાન છે ’ એવું અનુભવીને જ, પુરુષ તે અજ્ઞાનની નિવૃત્તિ માટેના વિચારમાં પ્રવૃત્ત થાય છે. વિચારસાધ્ય જ્ઞાન જ તે અજ્ઞાનનું નિવર્તક છે. અજ્ઞાનનિવર્તક જ્ઞાનનું સાધન વિચાર છે. તેથી જ અજ્ઞાનનિવૃત્તિ માટે પુરુષ વિચારમાં પ્રવૃત્ત થાય છે. આ બાબત સર્વાનુભવસિદ્ધ છે. હવે, ‘7 જ્ઞાનામિ ’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનસામાન્યાભાવ નહિ પણ જ્ઞાનવિરોષાભાવ છે એ ન્યાયામૃતકારનો મત સ્વીકારતાં અહીં મુશ્કેલી ઊભી થાય છે. તે આ પ્રમાણે છે. જો અમુક જ્ઞાનવિશેષનો અભાવ ‘હું જાણતો નથી ’ એ પ્રતીતિનો વિષય હોય તો ‘ હું જાણતો નથી ’ એ પ્રતીતિ તે જ્ઞાનવિરોષ ઉત્પન્ન થવા છતાં પણ રહેવાની જ કારણ કે વિચારસાધ્ય જ્ઞાન ઉત્પન્ન થતાં પ્રસ્તુત જ્ઞાનવિશેષાભાવ નિવૃત્ત થવા છતાં કોઈ ને કોઈ બીજો જ્ઞાનવિરોષાભાવ તો હોવાનો જ. અને તેની નિવૃત્તિ માટે પુનઃ વિચારમાં પ્રવૃત્તિ થવાની અને આમ ચાલ્યા જ કરવાનું. પરિણામે વિચાર દ્વારા જ્ઞાનાભાવની નિવૃત્તિ અસંભવ બની જશે. નિષ્કર્ષ એ કે ‘ હું જાણતો નથી ’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનવિશેષાભાવ નથી પણ જ્ઞાનસામાન્યાભાવ છે અર્થાત્ જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવ છે. આ જ્ઞાનસામાન્યાભાવનું પ્રત્યક્ષ થઈ શકતું નથી એ અમે દર્શાવી દીધું છે. કોઈ પણ જ્ઞાનવિરોષાભાવ જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક નથી. જ્ઞાનવિશેષાભાવને જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક માનવામાં યુક્તિવિરોધ અને અનુભવવિરોધ છે. ન્યાયામૃતકાર • કહેવા માગે છે કે કોઈ પણ જ્ઞાનવિશેષાભાવ જ જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતારૂપે ‘હું જાણતો નથી' એ પ્રતીતિનો વિષય બની શકે છે, પરંતુ તેમની આ વાત કોઈ `પણ મતમાં કોઈ પણ રીતે ઘટી શકતી જ નથી. તેમાં શું ખાધક છે એ અમે દર્શાવી દીધું છે. તેથી જ્ઞાનસામાન્યાભાવ અથવા જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક કોઈ પણ જ્ઞાનાભાવથી વિલક્ષણ ભાવરૂપ અજ્ઞાન જ ‘મારામાં જ્ઞાન નથી’‘હું અજ્ઞ છું” વગેરે પ્રતીતિનો વિષય છે એ સિદ્ધ થાય છે.૨૫
અહીં તરંગિણીકાર નીચે પ્રમાણે આપત્તિ આપે છે. ‘ હું જાણતો નથી ’ એ પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન હોઈ શકે નહિ, કારણ કે ભાવરૂપ અજ્ઞાન ઉક્ત પ્રતીતિનો વિષય છે એમ સ્વીકારતાં ‘ ઘટ જાણતો નથી ’ ‘હું જાણતો નથી ’ આ બે પ્રતીતિના વિષયવૈલક્ષણ્યની આપત્તિ આવી પડે. કેવી રીતે ? સમજાવીએ છીએ. ‘ ઘટો ન જ્ઞાનતિ (ઘટ જાણતો નથી) ' એ પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન હોઈ શકે નહિ. અદ્વૈતવાદીના મતે ચૈતન્ય જ ભાવરૂપ અજ્ઞાનનો આશ્રય બની શકે. ઘટ તો જડ વસ્તુ છે તેથી તે ભાવરૂપ અજ્ઞાનનો આશ્રય બની શકે નહિ. તેથી “ ઘટ જાણતો નથી ’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ જ હોય. જ્ઞાનાભાવવિશિષ્ટ ઘટ ઉક્ત પ્રતીતિનો વિષય છે. ભાવરૂપ અજ્ઞાનનો આશ્રયભૂત ઘટ ઉક્ત પ્રતીતિનો વિષય નથી. એથી ઊલટું, ‘ હું જાણતો નથી ’ એ પ્રતીતિનો વિષય અદ્વૈતવાદીના મતે ભાવરૂપ અજ્ઞાન છે. આમ ‘ ઘટ જાણતો નથી ’ ‘હું જાણતો નથી ' આ બે પ્રતીતિના વિષયોના વૈલક્ષણ્યની આપત્તિ આવી પડે. વળી, આ બે પ્રતીતિનું