________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર્
અભ્યાસજ્યવૃત્તિથી રહે છે. પરિણામે અતિરિક્ત એક સામાન્યાભાવ સ્વીકારનારના પક્ષમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ અભ્યાસજ્યવૃત્તિથી રહેનારો ધર્મ છે. નિષ્કર્ષ એ કે સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ બે પ્રકારનો હોઈ શકે છે - (૧) જેટલા વિશેષાભાવો છે તે બધા એકઠા કરેલા (રાશીકૃત) વિશેષાભાવો અર્થાત્ બધા વિશેષાભાવોનો રાશિ ( ૨ ) જેટલા વિશેષાભાવો છે તે બધાના રાશિથી અતિરિક્ત એક સામાન્યાભાવ. સામાન્યાધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક આ દ્વિવિધ અભાવ જ યાવોિષપ્રતીતિનો વિરોધી છે. જયાં કોઈ પણ વિશેષ હોય ત્યાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક પ્રદર્શિત દ્વિવિધ અભાવ હોઈ શકે નહિ. અને જ્યાં આ પ્રદર્શિત દ્વિવિધ અભાવમાંનો કોઈ પણ એક અભાવ હોય ત્યાં કોઈ પણ વિરોષ હોઈ શકે નહિ.૨૨ તેથી ‘વાયૌ રૂપ નાસ્તિ’ ‘ પુોલેશે રત્નત નાસ્તિ ' ઈત્યાદિ આસવાક્યજન્ય પ્રતીતિનો વિષય રૂપનો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ કે રજતનો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ છે. આસવાચ દ્વારા વાયુમાં રૂપનો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ પ્રતીત થતાં “ વાયુમાં અન્ય કોઈ પણ વિરોષરૂપ હરો કે નહિ ’ એવો સંદેહં પણ પછી થઈ શકે નહિ. એ જ રીતે, આમવાકચ દ્વારા પુરો દેશે રજતનો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ પ્રતીત થતાં ‘ પુરોઠેરો અન્ય કોઈ રજતવિશેષ હશે કે નહિ ’ એવો સંરાય પછી થઈ શકે નહિ. તેથી સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ પ્રતીત થતાં વિશેષવિષયક, સંશય થઈ શકે જ નહિ.
કર
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે કહે છે. અહીં જણાવેલ મર્યાદા બધાને જ સ્વીકાર્ય છે. અને પ્રકૃત સ્થળે પણ અર્થાત્ ‘ મારામાં જ્ઞાન નથી ’ એ પ્રતીતિમાં પણ જ્ઞાનત્વ - સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવ ભાસમાન થાય છે. તેથી આ જ્ઞાનાભાવ જેટલાં વિશેષજ્ઞાનો છે તે બધાંનો વિરોધી છે. અમુક આ કે તે વિશેષજ્ઞાન હોતાં જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવની પ્રતીતિ સંભવી શકે નહિ. અને જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવની પ્રતીતિ થતી હોય ત્યારે કોઈપણ વિરોષજ્ઞાન હોઈ શકે નહિ. તેથી ‘ મારામાં જ્ઞાન નથી ’ એ પ્રતીતિ જ્ઞાનાભાવવિષયક છે એમ ન્યાયામૃતકાર કેમ કહી શકે ? જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવના પ્રત્યક્ષનું કારણ છે ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાન. ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાન હોતાં જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવનું પ્રત્યક્ષ સંભવે જ નહિ. જો ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાનરૂપ કારણ ન હોય તો કાર્યભૂત જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવ ઉત્પન્ન થઈ શકે જ નહિ. અને જો ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાનરૂપ જ્ઞાનવિરોષ હોય તો પણ જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવ થઈ શકે નહિ. આમ વ્યાઘાતદોષ આવતો હોવાથી ‘મયિ જ્ઞાનં નાસ્તિ’ એ પ્રતીતિ જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ્ઞાનાભાવવિષયક નથી. તેથી ન્યાયામૃતકારે પણ ન છૂટકે ખાધ્ય થઈ એ સ્વીકારવું જ જોઈએ કે ઘટસામાન્યાભાવ, પટસામાન્યાભાવના પ્રત્યક્ષથી આ જ્ઞાનસામાન્યાભાવનું પ્રત્યક્ષ વિલક્ષણ છે. ઘટસામાન્યાભાવ, પટસામન્યાભાવનું પ્રત્યક્ષ થવામાં કોઈ વ્યાઘાતદોષની સંભાવના નથી, જયારે જ્ઞાનસામાન્યાભાવનું પ્રત્યક્ષ વ્યાઘાતદોષથી દૂષિત છે અને તેથી અસિદ્ધ છે. તેથી ઘટામાન્યાભાવની પ્રતીતિથી જ્ઞાનસામાન્યાભાવની પ્રતીતિ વિલક્ષણ છે એમ સ્વીકારવું જ ઉચિત છે. વિષયવૈલક્ષણ્યને કારણે પ્રતીતિવૈલક્ષણ્ય છે એમ સ્વીકારવામાં લાઘવ છે. વિષયનું વૈલક્ષણ્ય ન