________________
૬૦
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર
અભાવ હોય તે જ અધિકરણમાં તે જ અભાવનો પ્રતિયોગી કોઈ વ્યક્તિવિશેષ હોઈ શકે નહિ. બીજી રીતે કહીએ તો, જે અધિકરણમાં અભાવનો પ્રતિયોગી કોઈ વ્યક્તિવિશેષ હોય તે જ અધિકરણમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ હોઈ શકે નહિ. જો પ્રતિયોગી કોઈ વ્યક્તિવિરોષ હોવા છતાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની પ્રતીતિ થાય તો ‘વાયો રૂપ નાસ્તિ (વાયુમાં રૂપનથી)’, ‘શેલેશે રખત નાસ્તિ (પુરો દેરો રજત નથી)’ એવા આસવાક્યથી જન્મ પ્રતીતિ પછી પણ ‘વાયુ રૂપવાન્ ન વા (વાયુ રૂપવાન છે કે નહિ)’, ‘ો લેશે નતમપ્તિ ન વા (પુરો દેરો રજત છે કે નહિ)' એવા સંરાયની નિવૃત્તિ થઈ શકે નહિ. વાયુમાં અમુક રૂપવિરોષનો અભાવ સામાન્યધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાક બની શકતો હોય તો ‘વાયા રૂપ નાસ્તિ’ એવી પ્રતીતિની પછી પણ અમુક રૂપવિરોષનો અભાવ હોવા છતાં ‘અન્ય રૂપ હશે કે નહિ’ એવો સંશય થવામાં કોઈ બાધા આવે નહિ. અમુક રૂપવિરોષનો અભાવ હોવા છતાં અન્ય રૂપવિરોષ તેમાં સંભવી શકે છે. એવી જ રીતે, અમુક રજતવિશેષનો અભાવ હોવા છતાં તે રજતવિશેષનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બનતો હોય તો ‘પુત્તે વેશે નતં નાસ્તિ’ એવી પ્રતીતિ પછી પણ તે દેશમાં અન્ય રજતનું હોવું સંભવિત હોઈ ‘અયં લેશો ખતવાન્ ન વા’ એવો સંશયબની શકે. અમુક વિરોષનો અભાવ હોવા છતાં અન્ય વિશેષને લઈને સંશય બની શકે. પરંતુ આવો સંશય અનુભવવિરુદ્ધ છે. ‘વાયો રૂપં નાસ્તિ’ એ આહ્મવાક્યજન્ય પ્રતીતિ પછી ‘વાયુઃ રૂપવાનું ન વા', એવો સંશય થતો નથી અને ‘ો લેશે રત્નત નાસ્તિ’ એ આસવાક્યજન્ય પ્રતીતિ પછી ‘પુત્તે વેશઃ રજ્ઞતવાન્ ન વા' એવો સંશય થતો નથી. તેનું કારણ એ છે કે અમુક વિરોષનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક બની શકે જ નહિ. તેથી અમુક જ્ઞાનવ્યક્તિનો અભાવ હોય એટલે ‘મારામાં જ્ઞાન નથી’ એવી જ્ઞાનસામાન્યાભાવની પ્રતીતિ કેમ થાય ? મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિષય અમુક જ્ઞાનવિશેષનો અભાવ બની શકે નહિ ; તેનો વિષય તો જ્ઞાનસામાન્યનો અભાવ છે. વળી, જ્ઞાનસામાન્યના અભાવનું પ્રત્યક્ષ થઈ શકતું નથી એ અમે દર્શાવી ગયા છીએ. જ્ઞાનસામાન્યના અભાવના એ પ્રત્યક્ષમાં ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાન કારણ હોવાથી કારણીભૂત તે જ્ઞાનદ્વય હોવાનાં જ, તો પછી જ્ઞાનસામાન્યના અભાવનું પ્રત્યક્ષ થાય જ ક્યાંથી ? ન જ થાય, ન જ સંભવે. તેથી ‘મારામાં જ્ઞાન નથી’ એ પ્રત્યક્ષપ્રતીતિ જ્ઞાનાભાવવિષયક હોઈ શકે નહિ. એટલે જ ઉક્ત પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન જ છે એમ સ્વીકારવું જોઈએ. વળી, ‘મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિ ‘હું અજ્ઞ છું” એ પ્રતીતિની સમાનવિષયક જ છે. આમ ‘હું અન્ન છું” એ પ્રતીતિનો વિષય પણ ભાવરૂપ અજ્ઞાન જ છે. તેથી ભાવરૂપ અજ્ઞાન સાક્ષિસિદ્ધ છે એમ સ્વીકારવું જોઈએ.
૨૨
સામાન્યાભાવ પ્રતીત થતાં વિશેષવિષયક સંશય કેમ થતો નથી તેનું કારણ વિસ્તારથી પૂર્વપક્ષરૂપે અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ રજૂ કરે છે. અભાવબોધમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને છે. ઘટાભાવબોધમાં ઘટત્વધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક છે. આ પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વમાં જે પ્રતિયોગિતાવચ્છેદકત્વધર્મ છે તે અભાવપ્રતીતિ પહેલાં દ્રષ્ટા સમક્ષ ઉપસ્થિત હોતો નથી. વળી, પ્રતિયોગિતાવચ્છેદત્વધર્મવિશિષ્ટ જે અવચ્છેદક હોય છે તે પ્રતિયોગીરૂપ અંશના વિરોષણરૂપે અભાવપ્રતીતિમાં ભાસમાન થાય છે. ઘટપ્રતિયોગિતાવચ્છેદકત્વધર્મવિશિષ્ટ જે અવચ્છેદક ઘટત્વ છે તે પ્રતિયોગીરૂપ અંશ ઘટના વિશેષણરૂપે અભાવપ્રતીતિમાં ભાસમાન થાય છે. જેમ પ્રતિયોગિતાવચ્છેદકમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વધર્મ અભાવપ્રતીતિ