________________
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૫૯ પરંતુ કમ્બુગ્રીવાદિમત્ત્વનો વ્યાપક ઘટત્વધર્મ જ પ્રતિયોગિતાના વિચ્છેદક રૂપે ભાયમાન થઈ શકે. કમ્બુગ્રીવામિત્વમાં ઘટત્વનું વ્યાપ્તિપ્રતિસંધાન ન હોય તો કમ્બુગ્રીવાદિમત્ત્વનો વ્યાપક ઘટવ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદકરૂપે ભાસમાન થઈ શકે નહિ. ઘટત્વમાં વ્યાપકત્વના અપ્રતિસંધાનકાળે કમ્બુગ્રીવાદિમત્ત્વ જ પ્રતિયોગિતાવચ્છેદકરૂપે પ્રતીત થાય. પરંતુ વસ્તુતઃ કમ્બુગ્રીવાદિમજ્યમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વ ન હોઈ ઉક્ત પ્રતીતિ પ્રમારૂપ બની શકે નહિ. કિન્તુ “જ્ઞાન નથી’ એ પ્રતીતિમાં અભાવના પ્રતિયોકૅરાનો પ્રકારીભૂત ધર્મ જ્ઞાનત્વ જ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે. જ્ઞાનત્વને પ્રતિયોગિતાનો અવચ્છેદક બનતો અટકાવનાર કોઈ બાધક અહીં નથી. જ્ઞાન નથી’ એ અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક તરીકે તવ્યક્તિત્વ કે તજ્જ્ઞાન કદી પણ હોતા નથી, હોઈ શકે નહિ.
અહીંતરંગિણીકાર આપત્તિ આપે છે કે પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂતધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદકરૂપે ભાસમાન થાય છે એવો નિયમ અદ્વૈતવાદી સ્વીકારી શકે જ નહિ. એનું કારણ એ છે કે મિથ્યાત્વનિરુક્તિમાં પ્રપંચમિથ્યાત્વના દ્વિતીય લક્ષણમાં પારમાર્થિત્વરૂપે પ્રપંચાભાવઘટિત મિથ્યાત્વ અદ્વૈતવાદીએ સ્વીકાર્યું છે. પારમાર્થિકત્વધર્મ પ્રપંચાભાવના પ્રતિયોગ્યેશના (અર્થાત્ પ્રપંચના) પ્રકાર રૂપે ભાસમાન નથી. અદ્વૈતવાદી પ્રપંચમાં પારમાર્થિકત્વ ધર્મને સ્વીકારતા જ નથી. પારમાર્થિકત્વ રૂપે પ્રપંચાભાવની પ્રતીતિમાં અભાવના પ્રતિયોગીરૂપે પ્રપંચ અને પ્રતિયોગિતાના અવચ્છેદકરૂપે પારમાર્થિત્વધર્મ ભાસમાન થાય છે. તેથી પ્રતિયોગ્યેશના અપ્રકારીભૂત પારમાર્થિત્વધર્મને જ પ્રપંચાભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક તરીકે અદ્વૈતવાદી સ્વીકારે છે. અહીં પ્રતિયોકૅરાના અપ્રકારીભૂત ધર્મને પ્રતિયોગિતાવચ્છેદક તરીકે સ્વીકારીએ તો જ્ઞાનાભાવના પ્રતિયોગી જ્ઞાનસામાન્યના અપ્રકારીભૂત ધર્મ જ્ઞાનવિશેષત્વને પ્રતિયોગિતાવરછેદક તરીકે સ્વીકારવામાં શો વાંધો? વિશેષરૂપે સામાન્યાભાવ સ્વીકારવામાં શો દોષ? પ્રતિયોગ્યેશનો અપ્રકારીભૂત ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક હોય છે એમ અદ્વૈતવાદીએ પોતે જ પ્રદર્શિત સ્થળે સ્વીકાર્યું છે. •
• આના ઉત્તરમાં ગૌડ બ્રહ્માનંદ પોતાની લઘુચન્દ્રિકામાં નીચે પ્રમાણે લખે છે. વિશેષરૂપે - સામાન્યાભાવની સિદ્ધિ જ થઈ શકે નહિ. મર્થિત્વેનyપડ્યો નાતિ (પારમાર્થિત્વરૂપે પ્રપંચ નથી), ‘ઘટત્વે પટો નાતિ' (ઘટત્વરૂપે પટ નથી) વગેરે વ્યધિકરણધર્માવચ્છિન્ન અભાવોની પ્રતીતિમાં પ્રતિયોકૅરાનો અપ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને છે, કારણ કે વ્યધિકરણધર્માવચ્છિન્ન અભાવની પ્રતીતિમાં વિષયાન્તર અસંભવ છે. અહીં પણ પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક હોવો જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે તો વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સિદ્ધ જ ન થાય, ઘટે જ નહિ. તેથી જ, વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતા અભાવની પ્રતીતિમાં વિષયાન્તર અસંભવ હોવાથી જ ઉક્ત પ્રક્રિયાનો સ્વીકાર કરેલ છે. “તવ્યન્દુિ ધરો નત્તિ (વ્યક્તિત્વ રૂપે ઘટ નથી) એ પ્રતીતિમાં વ્યક્તિમાત્રનો અભાવ જ વિષય બને, ઘટાભાવ વિષય બને નહિ. તેવી જ રીતે, “વરત્વેન તો નાસ્તિ’ એ પ્રતીતિમાં પણ તદ્ઘટવાવચ્છિન્ન અભાવ જ વિષય બને, ઘટવાવચ્છિન્ન અભાવ વિષય બને નહિ. તેથી અભાવજ્ઞાનમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બને છે એ નિયમ છે, સિદ્ધાન્ત છે.
વળી, અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે જે અધિકરણમાં સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક