________________
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાહિપ્રત્યક્ષ વિશેષજ્ઞાનો છે તે બધાના અભાવો હોઈ શકે. તેથી મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિને જે જ્ઞાનાભાવવિષયક કહે છે તેના મતમાં વ્યાઘાતદોષ અનિવાર્ય છે, કારણકે મારામાં જ્ઞાન નથી” એ અભાવપ્રત્યક્ષ થવા માટે ધર્મિજ્ઞાન અને પ્રતિયોગિજ્ઞાન આવશ્યક હોવાથી જ્ઞાન સામાન્યાભાવનું પ્રત્યક્ષ ઘટી શકે જ નહિ. આમ ‘મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ કોઈ પણ રીતે ઘટી શકતો નથીતેથી બધા વાદીઓએ ન છૂટકે ભાવરૂપ અજ્ઞાન સ્વીકારવું જોઈએ. મારામાં જ્ઞાન નથી” એ પ્રતીતિની ઉપપત્તિ કરી ન શક્યાથી જેઓ એ પ્રતીતિનો જ અસ્વીકાર કરે છે તેઓ સર્વજનાનુભવસિદ્ધ પ્રતીતિનો અમલાપ કરતા હોવાથી ચર્ચામાંથી જ બહિષ્કૃત છે."
'અહીં અભાવ વિશે કેટલીક પરિભાષાની જાણકારી આવશ્યક હોઈ તે અંગેની સમજણ આપીએ છીએ. એક ઉદાહરણ લો - ભૂતળે ઘટાભાવ છે’
અનુયોગી - જ્યાં (જે અધિકરણમાં) અભાવ હોય તેને અભાવનો અનુયોગી કહેવામાં આવે છે. અહીં ભૂતળ અભાવનો અનુયોગી છે.
પ્રતિયોગી - જેનો અભાવ હોય તેને અભાવનો પ્રતિયોગી કહેવામાં આવે છે. ઘટાભાવમાં ઘટઅભાવનો પ્રતિયોગી છે. - પ્રતિયોગિતા- પ્રતિયોગીનું પ્રતિયોગીપણું. અહીં ઘટમાં પ્રતિયોગિતાધર્મ છે. ભાવને ઘટની પ્રતિયોગિતાવાળો અભાવ કહેવાય અર્થાત્ ઘટપ્રતિયોગિતાક અભાવ કહેવાય.
પ્રતિયોગિતાવછેઠક ધર્મ - ઘટાભાવમાં ઘટની પ્રતિયોગિતા ઘટત્વરૂપે છે, રક્તત્વાધિરૂપે નથી. અહીં ઘટત્વસામાન્યધર્મ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. એટલે પ્રતિયોગિતા અહીં ઘટત્વધર્મવચ્છિન્ન છે. અહીં ઘટાભાવને ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાન કહેવાય.
અમુક વિશેષજ્ઞાનનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક હોઈ શકે નહિ. અમુક જ્ઞાનવ્યક્તિનો અભાવ હોય તો તેની પ્રતીતિ જ્ઞાન નથી' એવી થતી નથી. “જ્ઞાન નથી” એ પ્રતીતિનો વિષય તો બધા જ્ઞાનાભાવી છે. અમુક એક જ્ઞાનવ્યક્તિનો અભાવ જ્ઞાનત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક હોઈ શકે નહિ. ‘તજ્જ્ઞાન નથી એવી પ્રતીતિનો વિષય જ્ઞાન સામાન્યાભાવ નથી. અભાવજ્ઞાનમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક બની શકે. અમુક જ્ઞાનવ્યક્તિના અભાવની (તજજ્ઞાનાભાવની) પ્રતીતિમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ તજ્ઞાનત્વ છે પરંતુ જ્ઞાનસ્વરૂપ સામાન્યધર્મ નથી. તેથી અમુક જ્ઞાનવિશેષનો અભાવ જ્ઞાન' રૂપ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા નથી. જો અમુક વિશેષ વ્યક્તિનો અભાવ સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક જ છે એમ સ્વીકારવામાં આવે અર્થાત્ વિશેષાભાવનો પ્રતિયોગિતાવચ્છેદક જો સામાન્યધર્મ જ હોય તો સામાન્યાભાવ તરીકે કોઈ પણ વસ્તુની સિદ્ધિ થાય નહિ. જો અમુક જ્ઞાનવ્યક્તિનો અભાવ શુદ્ધજ્ઞાનવાવચ્છિન્નપ્રતિયોગિતા હોય તો તે અભાવની પ્રતીતિ પણ “જ્ઞાન નથી” એ રૂપે થાય. વળી, બધા જ્ઞાનવિશેષાભાવો પણ જો શુદ્ધજ્ઞાનવાવચ્છિન્નપ્રતિયોગિતા હોય તો તેમની પ્રતીતિ પણ જ્ઞાન નથી” એ રૂપે જ થાય. પરિણામે, અમુક જ્ઞાનવ્યક્તિનો અભાવ અને બધી જ જ્ઞાન વ્યક્તિઓના સઘળા સમગ્ર અભાવો એ બંનેની પ્રતીતિ એકરૂપ બની જાય, વિશેષાભાવ અને સામાન્યાભાવ એક બની જાય. પરંતુ તે તો સર્વાનુભવવિરુદ્ધ છે. આ પ્રતીતિવિરોધ થવાનું કારણ એ છે કે અભાવપ્રતીતિમાં પ્રતિયોગ્યેશનો