________________
૫૫
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ વિનાશક હોઈ પ્રત્યાજ્ઞાનગૃહીત વસ્તુમાં સત્તાસંબંધિતા અને સુરણ સંબંધિતા બંનેનો વ્યવહાર થાય છે. અજ્ઞાન એક હોવા છતાં તેની રાતિ અસંખ્ય છે અને શક્તિભેદપ્રયુક્ત કાર્યભેદ ઉત્પન્ન થઈ શકે.
મદમસઃ' એ પ્રતીતિ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે એ અદ્વૈત વેદાન્તી મતનું ખંડન કરતાં ન્યાયામૃતકાર નીચે પ્રમાણે કહે છે. “ય જ્ઞાન ગતિ (મારામાં જ્ઞાન નથી) એવી પ્રતીતિ તો જ્ઞાનાભાવવિષયક છે. હું અજ્ઞ છું એ પ્રતીતિ અને મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિ વચ્ચે વિષયગત કોઈ લક્ષણ્ય નથી.ઉદાહરણાર્થ ‘અઘટ ભૂતલ’ અને ‘ભૂતલે ઘટનથી' આ બે પ્રતીતિ વચ્ચે, અભાવના વિરોષણવિરોષ્યભાવના વ્યત્યય સિવાય, વિષયગત કોઈ અન્ય વૅલક્ષય નથી. ‘અઘટ ભૂતલ’ એ પ્રતીતિમાં ભૂતલ વિરોષ્યરૂપે અને ઘયભાવ વિરોષણરૂપે ભાસે છે જ્યારે
ભૂતલે ઘટ નથી’ એ પ્રતીતિમાં ભૂતલ વિશેષણરૂપે અને ઘટાભાવ વિરોધ્યરૂપે ભાસે છે. આ વિશેષણવિશેષ્યભાવના વિપર્યય સિવાય વિષયગત કોઈપણ લક્ષણ્ય આ બે પ્રતીતિઓ વચ્ચે નથી. તે જ રીતે, “અજ્ઞ છું એ પ્રતીતિમાં જ્ઞાનાભાવ વિશેષણરૂપે અને અહંપદાર્થ વિરોધ્યરૂપે ભાસે છે જયારે મારામાં જ્ઞાન નથી”. એ પ્રતીતિમાં જ્ઞાનાભાવ વિશેષ્યરૂપે અને અહંપદાર્થ વિશેષણરૂપે ભાસે છે, જેમ પ્રદર્શિત દષ્ટાંતમાં બે પ્રતીતિઓ વચ્ચે વિશેષણવિશેષ્યભાવના વિપર્યય સિવાય વિષયગત કોઈ વૈલક્ષણ્ય નથી તેમ હું અજ્ઞ છું અને મારામાં જ્ઞાન નથી” એ બે પ્રતીતિઓ વચ્ચે પણ વિશેષણવિશેષ્યભાવના વિપર્યય સિવાય વિષયગત કોઈ વૈલક્ષય ભાસતું નથી. હું ઇચ્છા કરું છું અને હું દ્વેષ કરતો નથી' આ બે પ્રતીતિઓમાં વિષયકૃત વિલક્ષણ્ય ભાસે છે. હું ઇચ્છા કરું છું એ જ્ઞાનનો વિષય ઈચ્છા છે અને હું દ્વેષ કરતો નથી એ જ્ઞાનનો વિષય છેષાભાવ છે. ઇચ્છા અને દ્વેષાભાવ બે અત્યન્ત વિલક્ષણ વસ્તુ છે. ઇચ્છા ભાવરૂપ વસ્તુ છે અને શ્રેષાભાવ અભાવરૂપ વસ્તુ છે. એ રીતનું ભાવાભાવલક્ષણ્ય સર્વાનુભવસિદ્ધ છે. પરંતુ હું અજ્ઞ છું અને મારામાં જ્ઞાન નથી” એ બે પ્રતીતિઓમાં પ્રથમ પ્રતીતિનો વિષય ભાવરૂપ અજ્ઞાન છે જયારે દ્વિતીય પ્રતીતિનો વિષય અભાવરૂપ અજ્ઞાન છે એમ કહેવું અસંગત છે. અદ્વૈત વેદાન્તીએ મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિનો વિષય જ્ઞાનાભાવ છે એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. તો પછી એ પ્રતીતિ જેવી સમાનવિષયક “હું અજ્ઞ છું એ પ્રતીતિ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે એમ અદ્વૈત વેદાન્તી કેવી રીતે કહી શકે? તેથી હું અજ્ઞ છું એ પ્રતીતિ પણ જ્ઞાનાભાવવિષયક જ છે એમ એમણે કહેવું જોઈએ. અને એમ હોય તો હું અજ્ઞ છું એ , પ્રતીતિ ભાવરૂપ અજ્ઞાનની સાધક કેવી રીતે બને ?' * આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે વ્યાયામૃતકારે જે કહ્યું કે હું અજ્ઞ છું અને ‘મારામાં જ્ઞાન નથી” એ બે પ્રતીતિના વિષયમાં લક્ષણ્ય નથી તે ઠીક જ છે. પરંતુ આ બંને પ્રતીતિ જ્ઞાનાભાવવિષયક નથી પણ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે. અને એ કારણે જ તે બેના વિષયમાં વૅલક્ષણ્ય નથી. ન્યાયામૃતકારે જે કહ્યું કે મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિને જ્ઞાનાભાવવિષયક સ્વીકારવી જોઈએ એ ઠીક નથી. ‘મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિ પણ ભાવરૂપ અજ્ઞાનવિષયક છે. એ પ્રતીતિ કોઈ પણ મતમાં જ્ઞાનાભાવવિષયક હોઈ શકે નહિ. તેથી ન્યાયામૃતકારે પણ એ પ્રતીતિને ભાવરૂપ અજ્ઞાનવિષયક જ સ્વીકારવી જોઈએ. ન્યાયામૃતકાર બંને પ્રતીતિને જ્ઞાનાભાવવિષયક સ્વીકારી સમાનવિષયક કહે છે અને અમે અદ્વૈત વેદાનીઓ ભાવરૂપ અજ્ઞાનવિષયક સ્વીકારી સમાનવિષયક કહીએ છીએ. ‘મારામાં જ્ઞાન નથી’ એ પ્રતીતિને