________________
શાંકર વેદાનમાં અવિવાવિયાર પ્રમાતૃગત અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. પ્રત્યક્ષપ્રમા વડે ઉભયવિધ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. પરોક્ષપ્રમા ઉભયવિધ અજ્ઞાનની વિરોધી નથી, કેવળ પ્રમાતુગત અજ્ઞાનની વિરોધી છે; જયારે પ્રત્યક્ષપ્રમા ઉભયવિધ અજ્ઞાનની વિરોધી છે. તેથી, ઉભયવિધ અજ્ઞાનની વિરોધી પ્રત્યક્ષપ્રમા જ વસ્તુતઃ “જ્ઞાન” પદવાણ્યું છે. પરોક્ષપ્રમા આંશિકભાવે અજ્ઞાનની વિરોધી હોવાથી તેને પણ જ્ઞાન ગણવામાં આવી છે. જેમ જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે તેમ અજ્ઞાન પણ જ્ઞાનનું વિરોધી છે. અજ્ઞાન જે સાક્ષિભાસ્ય થાય છે તે જ્ઞાનવિરોધિતારૂપે જ સાક્ષિભાસ્ય થાય છે. જે હો તે, ન્યાયમૂતકારે પરોક્ષપ્રમ દ્વારા ગૃહીતી વસ્તુમાં હું જાણતો નથી’ એવા વ્યવહારની આપત્તિ આપી છે. પરોક્ષ પ્રમા દ્વારા પ્રમાતૃગત અજ્ઞાન નિવૃત્ત થવા છતાં વિષયગત અજ્ઞાનની નિવૃત્તિ થતી ન હોવાથી ન્યાયામૃતમારે પરોક્ષપ્રમાગૃહીત વસ્તુમાં નાના એવા વ્યવહારની આપત્તિ આપે છે. તે
આ આપત્તિનું સમાધાન કરતા અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ન્યાયામૃતકારનું કહેવું અયોગ્ય છે કારણ કે હું જાણતો નથી’ એવા વ્યવહારનું કારણ પ્રમાતૃગત અજ્ઞાન છે, વિષયગત અજ્ઞાન નથી.. પરોણાપ્રમા દ્વારા પ્રમાતુગત અજ્ઞાન નિવૃત્ત થઈ જાય છે, તેથી હું જાણતો નથી એવો વ્યવહાર થઈ શકે જ નહિ. વિષયગત અજ્ઞાન હું જાણતો નથી એવા વ્યવહારનું કારણ જ નથી. તેથી, વિષયગત અજ્ઞાન રહેતું હોવાથી હું જાણતો નથી એવા વ્યવહારની આપત્તિ આવશે એમ ન્યાયામૃતમારે જે કહ્યું છે તે અયોગ્ય છે.”
આ સ્થળેતરંગિણીકાર આની સામે જણાવે છે કે ન્યાયામૃતકારે જે આપત્તિ દર્શાવી છે તે ઠીક જ છે કારણ કે અદ્વૈત વેદાન્તીના મતમાં અજ્ઞાન બે નથી પણ એક જ છે. જે અજ્ઞાન પ્રમાતુગત છે તે જ અજ્ઞાન વિષયગત છે. તેથી વિષયગત અજ્ઞાન હોવાથી હું જાણતો નથી એવા વ્યવહારની આપત્તિ કેમ ન આવે?'
આના ઉત્તરમાં અદ્વૈત વેદાન્તી કહે છે કે અજ્ઞાન એક હોવા છતાં અવચ્છેદભેદે તેનો ભેદ છે. અન્તઃકરણાવચ્છિન્ન ચૈતન્યમાં જે અજ્ઞાન છે તેને પ્રમાતુગત અજ્ઞાન કહેવામાં આવે છે. વિષયાવચ્છિન્ન ચૈતન્યમાં જે અજ્ઞાન છે તેને વિષયગત અજ્ઞાન કહેવામાં આવે છે. કોઈક અવચ્છેદWી અવચ્છિન્ન અજ્ઞાન નિવૃત્ત થવા છતાં અન્ય અવચ્છેદકથી અવચ્છિન્ન અજ્ઞાનના રહેવામાં કોઈ વિરોધકે બાધા નથી. અજ્ઞાન એક હોવા છતાં તે એક અવચ્છેદક સાથે અસંબદ્ધ અને બીજા અવચ્છેદક સાથે સંબદ્ધ હોઈ શકે છે. વળી, પ્રમાતુગત અજ્ઞાન અને વિષયગત અજ્ઞાનમાં શક્તિભેદ છે. તેથી અજ્ઞાન એક હોવા છતા તે વિભિન્ન કાર્યનું પ્રયોજક બની શકે છે. પ્રમાતૃગત અજ્ઞાનમાં અસત્તાપાઠનાનુકૂલ શક્તિ છે. તેથી પ્રમતગત અજ્ઞાન વડે વિષયો નીતિ (વિષય નથી) એવો વ્યવહાર ઉત્પન્ન થાય છે. પરોક્ષજ્ઞાન દ્વારા પ્રમાતુગત અજ્ઞાનની આ શક્તિ નિવૃત્ત થવાથી પરોક્ષજ્ઞાનગૃહીત વસ્તુનો સત્ત્વ વ્યવહાર થાય છે અર્થાત્ વસ્તુ છે એવો વ્યવહાર ઉત્પન્ન થાય છે. વિષયગત અજ્ઞાનમાં વિષયાભાનાનુકૂલ શક્તિ છે. તેથી વિષયગત અજ્ઞાન દ્વારા વિષયોમાતિ, નકારાતે (વિષય ભાસતો નથી, પ્રકાશતો નથી) એવો વ્યવહાર થાય છે. પરોક્ષજ્ઞાન દ્વારા વિષયગત અજ્ઞાનની વિષયાભાનાનુકૂલ રાતિ નિવૃત્ત થતી નથી. તેથી પરોક્ષજ્ઞાનગૃહીત વસ્તુ સત્તા સાથે સંબંધ ધરાવતી પ્રતીત થવા છતાં સુરણ (ભાન) સાથે સંબંધ ધરાવતી પ્રતીત થતી નથી, અર્થાત્ વિષયોતિ (વિષય છે)' એવો વ્યવહાર થવા છતાં વિષયો માતિ, અરતિ (વિષય ભાસે છે, પ્રકારો છે)' એવો વ્યવહાર થતો નથી. પ્રત્યક્ષજ્ઞાન બંને શક્તિનું