________________
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૫૧ (જૈમિનિસૂત્ર ૧.૧.૫) એ સૂત્રમીમાંસક, વેદાન્તી, સાંખ્ય અને પાતંજલનું ઉપજી છે. આ સૂત્ર અનુસાર અજ્ઞાતાર્થજ્ઞાપકને જ પ્રમાણ કહેવામાં આવેલ છે. ન્યાયવૈશેષિકો આ જૈમિનિસૂત્રનું અનુસરણ કરતા નથી. તેઓ તો યથાર્થ અનુભવને જ પ્રમાણ ગણે છે. તેથી કોઈ કોઈ સ્થળે અદ્વૈત વેદાન્તી પણ સાક્ષિભાસ્ય સુખદુઃખાદિના અનુભવને પ્રમા કહે છે. ન્યાયવૈશેષિક મતને અનુસરીને તેઓ એમ કહે છે. ખરેખર તો અદ્વૈત વેદાન્તમતમાં સુખદુઃખાદિનો અનુભવ પ્રમાબની શકે જ નહિ, કારણકે સુખદુઃખાદિની અજ્ઞાત સત્તા જ નથી. સાક્ષિજ્ઞાન પ્રમાણજન્ય નથીતેથી સાક્ષિસિદ્ધ વસ્તુ પ્રમિત થતી જ નથી. અવિદ્યા યા અજ્ઞાન પ્રમિત નથી પણ સાક્ષિસિદ્ધ છે. અજ્ઞાન પ્રમિતિનો વિષય બની શકતું જ નથી. આ બધી વાત અમે આ પ્રકરણમાં ક્રમશઃ વિશદપણે સમજાવીશું. અજ્ઞાનની (અવિદ્યાની) સાક્ષિસિદ્ધતા દેખાડવા માટે અતસિદ્ધિકારે જે વાતો કહી છે તે વાતો વિવરણવાક્યની વિશદ વ્યાખ્યારૂપે ગ્રહણ કરવા યોગ્ય છે. જો કોઈ અદ્વૈતસિદ્ધિકારની યુક્તિઓ મનમાં રાખી વિવરણની વ્યાખ્યા કરે તો વિવરણ યથાર્થપણે વ્યાખ્યાત થઈ શકે.
ભાવરૂપ અજ્ઞાનના (અવિઘાના) સાધક ત્રણ સાક્ષિપ્રત્યક્ષો અદ્વૈતસિદ્ધિમાં આપવામાં આવ્યાં છે. તે છે – (૧) ‘મરમરૂઃ (હું અજ્ઞ છું)', “મામચંગનમ (હું મને કે અન્યને જાણતો નથી)' એવું સામાન્યતઃ સાક્ષિપ્રત્યક્ષ, (૨) ‘વૈદુમર્થન નાનમ (તમે કહેલ અર્થને હું જાણતો નથી) એવું વિરોષતઃ સાક્ષિપ્રત્યક્ષ, અને (૩) તાવતું સં સુઉમરમાણમ્, ને વિઝિટ્રિમ્ (એટલો વખત હું સુખે સૂતો હતો, કંઈ જ જાણતો ન હતો)' એવું સુક્ષેત્થિત પુરુષનું સ્મૃતિસિદ્ધ સોડ્યુસ સાક્ષિપ્રત્યક્ષ.'
હું અજ્ઞ છું, અર્થાત્ હું અજ્ઞાનવાનું છું, અર્થાત્ હું અજ્ઞાનનો આશ્રય છું. આવું સાક્ષિપ્રત્યક્ષ ભાવરૂપ અજ્ઞાનનું સાધન છે એમ અતસિદ્ધિકારે કહ્યું છે. '. આની સામે ન્યાયમૃતકાર નીચે પ્રમાણે રજૂઆત કરે છે. અદ્વૈત વેદાન્તી શુદ્ધ ચૈતન્યને ભાવરૂપ અજ્ઞાનના આશ્રય તરીકે સ્વીકારે છે. “અહં પદાર્થ શુદ્ધ ચૈતન્ય નથી પરંતુ અંતઃકરણતાદામ્યવિશિષ્ટ ચૈતન્ય છે. ચૈતન્યમાં અન્તઃકરણનો તાદામ્યાધ્યાસ હોવાને કારણે ‘અહં’ વસ્તુ
સિદ્ધ થઈ છે એમ અતવેદાન્તી કહે છે. ‘મહમજ્ઞઃ' એ પ્રતીતિમાં ‘અહં” પદાર્થ જ અજ્ઞાનના *. આશ્રયરૂપે ભાસે છે. પરંતુ અહે’ પદાર્થ અજ્ઞાનનો આશ્રય નથી એમ અદ્વૈત વેદાન્તી કહે છે. તેથી
જે અજ્ઞાન “અહં વસ્તુમાં ભાસે છે તે કદી પણ અનાદિ ભાવરૂપ તરીકે અદ્વૈતવાદીને સંમત હોઈ શકે નહિ. “અહં પદાર્થ ભાવરૂપ અનાદિ અજ્ઞાનનો આશ્રય નથી તેથી ‘મરમશઃ' એ પ્રતીતિ દ્વારા અનોદિ ભાવરૂપ અજ્ઞાનની સિદ્ધિ થઈ શકે નહિ. અદ્વૈત વેદાન્તમતમાં ‘અહે’ પદાર્થ મિથ્યા છે. મિથ્યા વસ્તુ અજ્ઞાનનો આશ્રય બને નહિ, વિષય પણ બને નહિ. મિથ્યા વસ્તુમાત્ર અજ્ઞાન
પ્રયુક્ત છે. અજ્ઞાનપ્રયુક્ત વસ્તુ અજ્ઞાનનો આશ્રય કે વિષય બની શકે નહિ એ અદ્વૈતવેદાન્તનો : સિદ્ધાન્ત છે. તેથી ‘મરમજ્ઞઃ' એ પ્રતીતિ દ્વારા “અહ” પદાર્થમાં આશ્રિત ભાવરૂપ અજ્ઞાનની સિદ્ધિ
થઈ શકે નહિ. ‘અહં પદાર્થમાં આશ્રિત અજ્ઞાન અદ્વૈતવેદાન્તીને સંમત જે અજ્ઞાન છે તે નથી. જે અજ્ઞાનનું (અવિદ્યાનું) લક્ષણ પહેલાં આપ્યું છે તે અજ્ઞાન જ અદ્વૈતવેદાન્તીને સંમત છે.
આ આશંકાના સમાધાનમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે હું અજ્ઞ છું પ્રતીતિ અનુપપન્ન નથી કારણકે અજ્ઞાનનો આશ્રય શુદ્ધ ચૈતન્ય જ છે. અજ્ઞાનના આશ્રયભૂત શુદ્ધ ચૈતન્યમાં જ અજ્ઞાનાવચ્છેદે અન્તઃકરણ અભેદથી અધ્યસ્ત થયું છે. શુદ્ધ ચૈતન્યમાં અન્તઃકરણનો તાદામ્યાધ્યાસ