________________
ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
પદ્મપાદાચાર્ય પંચપાદિકામાં કહ્યું છે કે “અવશ્યમેવ વિદ્યામિષ્ણુપુખ્તવ્યા.” “પુષ મવિદ્યા$િ.' એમ કહીને પંચપાદિકાકારે સૂચવી દીધું છે કે અવિદ્યા સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ છે. સાક્ષિપ્રત્યક્ષ દ્વારા ભાવરૂપ અવિદ્યાની સિદ્ધિ કેવી રીતે થાય છે તેની વિશદભાવે આલોચના વિવરણાચાર્યે તેની વ્યાખ્યાપ્રસંગે કરી છે. ભાવરૂપ અવિદ્યાની સિદ્ધિ માટે વિવરણાચાર્યે ‘મહમજ્ઞઃ (હું અજ્ઞ છું) ઈત્યાદિ સાક્ષિપ્રત્યક્ષો રજૂ કર્યા છે. વિવરણપરવર્તી આચાર્યોએ.આ. વિવરણવાક્યોની વ્યાખ્યામાત્ર કરી છે. ન્યાયામૃતમાં વિવરણવ્યાખ્યાતાઓનો આરાય ર્શાવી તેનું ખંડન કરવામાં આવ્યું છે. ન્યાયામૃતમારે દર્શાવેલ દોષોનું સમાધાન અદ્વૈતસિદ્ધિમાં કરવામાં આવ્યું છે અને તેમાં જ વિવરણ તથા તેના વ્યાખ્યાતાઓનો આશય પણ અત્યંત સ્પષ્ટરૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. સાક્ષિપ્રત્યક્ષ દ્વારા અવિદ્યાની સિદ્ધિ એ અદ્વૈત વેદાન્તનો એક વિરોષ આલોચ્ય વિષય છે. નિપુણ રીતે આ મુદ્દાની આલોચના કરવાથી અદ્વૈતવેદાન્તનું ગૂઢ રહસ્ય જ્ઞાત થઈ જાય છે. તેથી આપણે અહીં અવિદ્યાની સાહિલપ્રત્યક્ષસિદ્ધતાના મુદ્દાની વિશદરૂપે વિચારણા કરીશું.
સાક્ષી પ્રમાતા નથી પણ દ્રષ્ટા છે. તેથી સાક્ષિજ્ઞાન પ્રમિતિ નથી. સાક્ષિજ્ઞાન પ્રમિતિ ન હોવા છતાં સાક્ષિજ્ઞાન ગ્રાહ્ય વસ્તુની સિદ્ધિરૂપ છે. સાક્ષિજ્ઞાન દ્વારા વસ્તુ સિદ્ધ થાય છે પરંતુ પ્રમિત થતી નથી. પ્રમિતિ છે અજ્ઞાત અર્થનો નિશ્ચય. જે વિષયની પ્રમિતિ ઉત્પન્ન થાય તે વિષયના અજ્ઞાનની નિવૃત્તિ કરીને જ તે ઉત્પન્ન થાય તેથી પ્રમિતિ અજ્ઞાત અર્થના નિશ્ચયરૂપ છે. સાક્ષી દ્વારા વસ્તુનો નિશ્ચય થતો હોવા છતાં તે અજ્ઞાત અર્થનો નિશ્ચય નથી. વિષયાજ્ઞાનનિવૃત્તિપૂર્વક સાક્ષી વિષયનો પ્રકાશ કરતો નથી. સાલીની સાથે અજ્ઞાનની વિરોધિતા નથી, ઊલટું સાક્ષી અજ્ઞાનનો સાધક છે. અજ્ઞાતાર્થનો જ્ઞાપક ન હોવાને કારણે જ સાક્ષી પ્રમાણ નથી. સાક્ષિસિદ્ધ અને પ્રમાણસિદ્ધ વસ્તુઓ વચ્ચે આ જ લક્ષ છે - પ્રમાણ દ્વારા અજ્ઞાત અર્થનો નિશ્ચય થાય છે જ્યારે સાલી દ્વારા અજ્ઞાત અર્થનો નિશ્ચય થતો નથી. તેથી સાક્ષિભાસ્ય સુખદુઃખાદિવિષયક તેમ જ સાક્ષિભાસ્ય શુક્તિરજતાદિવિષયક અજ્ઞાન પણ હોતું નથી. અજ્ઞાત સુખદુઃખાદિ સાક્ષી દ્વારા જ્ઞાત થતાં નથી, અજ્ઞાત શુક્તિરતાદિ પણ સાક્ષી દ્વારા જ્ઞાત થતાં નથી. સાક્ષિભાસ્ય વસ્તુ જેટલી ક્ષણ અસ્તિત્વ ધરાવતી હોય તેટલી ક્ષણ સાક્ષી વડે પ્રકાશિત જ હોય. જે કાણે સાક્ષી વડે પ્રકાશિત ન હોય તે ક્ષણે તેનું અસ્તિત્વ જ ન હોય. સાકિસભાસ્ય વસ્તુની અજ્ઞાત સત્તા જ નથી. પ્રમાણસિદ્ધ વસ્તુની અજ્ઞાત સત્તા છે. અજ્ઞાન સાહિસિદ્ધ વસ્તુ છે, તેથી અજ્ઞાનવિષયક બીજું અજ્ઞાન નથી. અજ્ઞાન પોતે અજ્ઞાનાવૃત હોય નહિ. અજ્ઞાનવિષયક અજ્ઞાન સ્વીકારતાં અનવસ્થા થાય. સાક્ષી અજ્ઞાત વસ્તુને અજ્ઞાતરૂપે અને જ્ઞાત વસ્તુને જ્ઞાતરૂપે પ્રકાશિત કરે છે. પ્રમાણ જ અજ્ઞાત વસ્તુના અજ્ઞાનને દૂર કરી વસ્તુને પ્રકાશે છે. અજ્ઞાન પ્રમાણ દ્વારા પ્રમિત થાય છે એમ સ્વીકારતાં અજ્ઞાનવિષયક અજ્ઞાનનો સ્વીકાર કરવો પડે. અજ્ઞાતનું જ્ઞાપક પ્રમાણ જ છે. જેઓ અજ્ઞાનને પ્રમિત ગણે છે તેઓ પ્રસ્તુત ભૂલ પ્રત્યે ધ્યાન આપતા નથી. ‘અર્થેડનુપતબ્ધ તત્કાળ