________________
અવિઘાનું લક્ષણ - દ્વિતીય અને તૃતીય છે. તેથી ન્યાયામૃતકારે જે કહ્યું કે અવિદ્યાનું લક્ષણ સંભવતું જ નથી તે સાચું નથી. જો કે આ તૃતીય લક્ષણનું સમર્થન નવીન અદ્વૈત વેદાન્તીઓએ ક્યું છે તેમ છતાં આ લક્ષણ વિવરણાચાર્યને પણ માન્ય છે. વિવરણાચાર્યે કહ્યું છે કે “જ્ઞાનનિવર્ચચવ અજ્ઞાનત્વા’. આ વિવરણવાક્યનો અર્થ જ આ છે – જ્ઞાનત્વરૂપે સાક્ષાત્ જ્ઞાનનિવર્ય જે છે તે જ અજ્ઞાન ભોપાદાનત્વરૂપ દ્વિતીય અવિઘાલક્ષણ પણ વિવરણાચાર્યને સમ્મત છે. અદ્વૈતસિદ્ધિગ્રંથમાં અવિદ્યા વિશે જે કંઈ આલોચના કરવામાં આવી છે તે પ્રાયઃ સમસ્ત વિવરણની વિસ્તૃત વ્યાખ્યામાત્ર છે. ઉપસંહાર
વિવરણકાર અને ચિસુખ વગેરે પ્રાચીન આચાર્યોને સમ્મત અવિદ્યાલક્ષણનું ખંડન કરવા માટેન્યાયામૃતકારે જે સમસ્ત દોષો દર્શાવ્યા છે તે બધા દોષોનું સમાધાન અહીં આ ગ્રંથમાં અમે અદ્વૈતસિદ્ધિ અનુસાર કર્યું છે. ન્યાયામૃતની આલોચના કરતાં એ સ્પષ્ટપણે સમજાય છે કે અદ્વૈતસિદ્ધાન્તનું ખંડન કરવા માટે તવાદીઓએ જે દોષ જણાવ્યા છે તે સમસ્ત દોષોનું સમાધાન પણ અતિ પ્રાચીનકાળથી અદ્વૈતવાદી આચાર્યો કરતા આવ્યા છે. અદ્વૈતવાદીઓને સમ્મત એકએક વિષય લઈને ન્યાયામૃતકારે પ્રાચીન દૈતવાદીઓ દ્વારા ઉદ્ભાવિત દોષોનું અને પ્રાચીન અદ્વૈતવાદીઓ દ્વારા એ બધા દોષોના કરવામાં આવેલ સમાધાનનું પોતાના ગ્રંથ ન્યાયામૃતમાં સુંદર સંકલન કર્યું છે. વળી, ન્યાયામૃતકાર પોતે પ્રત્યેક પ્રકરણમાં અદ્વૈતવાદીઓ દ્વારા સમાહિત દોષના પુનરુજીવન માટે બેએક નવી વાત પણ જોડે છે. અદ્વૈતસિદ્ધાન્તના ખંડન માટે જે સમસ્તયુક્તિની અવતારણા ન્યાયામૃતમાં કરવામાં આવી છે તે સમસ્ત ન્યાયામૃતકારની બુદ્ધિએ કલ્પેલ છે એમ માનવું અત્યંત ભૂલભરેલું છે. ન્યાયામૃતકાર પ્રાચીન પ્રદર્શિત દોષોના શ્રેષ્ઠ સંકલયિતા છે અને કોઈ કોઈ સ્થાને જણાય છે કે તેમણે નવા દોષો પણ ઉદ્ભાવિત કર્યા છે. ભગવત્પાદ આનંદતીર્થરચિત અનુવ્યાખ્યાનગ્રંથની વ્યાખ્યા કરવા માટે મહામતિ જયતી સુપ્રસિદ્ધ ન્યાયસુધા ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથો અત્યંત અસાધારણ છે. આ ગ્રંથો અદ્વૈતવાદનું ખંડન કરવા માટે જ રચવામાં આવ્યા છે. ન્યાયસુધા ગ્રંથની વિવૃતિ કરવા માટે ન્યાયામૃત ગ્રંથ સંકલિત થયો છે. ન્યાય સુધાની વાતો ન્યાયામૃતમાં કેવળ વિવૃત થઈ છે.
ન્યાયામૃતકારે જણાવેલ દોષોના સમાધાન માટે અદ્વૈતસિદ્ધિકારે જે રજૂઆત કરી છે તેનું નિરૂપણ અમે અહીં કર્યું છે. અદ્વૈતસિદ્ધિકારના સમાધાનનું ખંડન કરવા માટે શ્રીમદ્ રામાચાર્યો ન્યાયામૃતતરંગિણીમાં જે સમસ્ત યુક્તિની અવતારણા કરી છે અને રામાચાર્યે જણાવેલ દોષોનું સમાધાન કરવા લઘુચંદ્રિકામાં ગૌડ બ્રહ્માનંદે જે સમસ્ત યુક્તિ દર્શાવી છે તે સમસ્ત યુક્તિ અમે સાથે સાથે આપી છે.
શુતિવિષયક અજ્ઞાન આરોપિત રજતનું ઉપાદાન છે એ જ અદ્વૈતવાદીનો મત છે. આ આરોપિત રજતનું ઉપાદાન અજ્ઞાન અનાદિ હોઈ શકે નહિ કારણ કે શુક્તિ સાદિ વસ્તુ છે એટલે તષિયક અજ્ઞાન સાદિ જ હોય – આ વાત અનાદિત્યઘટિત અવિદ્યાલક્ષણમાં અવ્યાપ્તિદોષ દર્શાવતી વખતે ન્યાયામૃતમારે કહી છે. પ્રતિકર્મવ્યવસ્થાભંગ પ્રકરણમાં આ દોષ જણાવવામાં આવ્યો છે. ૨૯ અને તેનું સમાધાન અદ્વૈતસિદ્ધિમાં કરવામાં આવ્યું છે. તેમ છતાં તરંગિણીકાર ચાંયામૃતમાં પ્રદર્શિત પૂર્વોક્ત દોષને પુનઃ દર્શાવે છે. પુરુક્ત છે એ જાણી લઘુચંદ્રિકાકારે પણ અતિસંક્ષેપમાં તેનું સમાધાન કર્યું છે.