________________
૪૨
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર
અજ્ઞાનની નિવૃત્તિ થતાં મૂલાજ્ઞાનથી ઉત્પન્ન બીજું એક અવસ્થાઅજ્ઞાન વિષયનું આવરણ કરે છે, જ્ઞાન દ્વારા આ બીજાની નિવૃત્તિ થતાં મૂલાજ્ઞાનથી ઉત્પન્ન ત્રીજું અવસ્થાઅજ્ઞાન વિષયનું આવરણ કરે છે, ઇત્યાદિ. તેથી એક સમયે અસંખ્ય અવસ્થાઅજ્ઞાનો વિદ્યમાન હોતાં નથી. આ બધું કહ્યા પછી ઋજુવિવરણકાર વિષ્ણુ ભટ્ટ લખે છે કે ‘વિસ્તર્મયાપાં નોમ્’,૨૨
સિદ્ધાન્તલેશના પ્રથમ પરિચ્છેદમાં અપ્પય્ય દીક્ષિતે કહ્યું છે કે ‘અન્યપિ અજ્ઞાનમવસ્થા પં સારિ કૃતિ અન્ય’૧' અર્થાત્ અવસ્થાઅજ્ઞાન સાદિ છે એમ પણ કોઈ કોઈ આચાર્યે સ્વીકાર્યું છે. જેઓ અવસ્થાઅજ્ઞાનને સાદિ ગણે છે તેમાંના એક ઋજુવિવરણકાર છે. અવસ્થાઅજ્ઞાનના સાદિત્વમતમાં અનાદિત્વઘટિત અવિદ્યાનું લક્ષણ ઘટી શકે નહિ. તેથી અવસ્થાઅજ્ઞાનનું સાંદિત્વ સ્વીકારવામાં આવે તો અજ્ઞાનનું દ્વિતીય લક્ષણ કે તૃતીય લક્ષણ સ્વીકારવું જોઈએ. અજ્ઞાનનું દ્વિતીય અને તૃતીય લક્ષણ સાદિ અને અનાદિ બંને અજ્ઞાનને સમાનપણે લાગુ પડતું સમાનલક્ષણ છે. અજ્ઞાનનું અનાદિત્વ અનુભવસિદ્ધ હોવા છતાં નાનાવિધ વ્યાવહારિક પ્રક્રિયાને ઘટાવવા માટે કોઈ કોઈ આચાર્ય અવસ્થાઅજ્ઞાનના સાહિત્યને સ્વીકારે છે એમ સમજવું જોઈએ.
વિવરણની ટીકા ભાવપ્રકાશિકામાં નૃસિંહાશ્રમ અવસ્થાઅજ્ઞાનના સાહિત્વનું ખંડન કરી અનાદિત્વનું સમર્થન કરે છે. તે કહે છે કે અજ્ઞાનમાત્ર અનાદિ છે. જો તે અનાદિ ન હોય તો તે અજ્ઞાન જ ન હોઈ શકે. અજ્ઞાનનું લક્ષણ અનાદિત્વઘટિત છે. જો કે જ્ઞાનનિવત્ચત્વરૂપ અજ્ઞાનનું, બીજું લક્ષણ સાદિ અજ્ઞાનમાં પણ ઘટે છે છતાં નીચેનો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. મૂલાજ્ઞાનનાં સઘળાં કાર્યો બ્રહ્મજ્ઞાનથી જ નિવર્ત્ય છે, જેમકે આકાશાદિ પ્રપંચ મૂલાજ્ઞાનનું કાર્ય હોઈ બ્રહ્મજ્ઞાનથી જ નિવૃર્ત્ય છે. મૂલાજ્ઞાનના અનિવર્તક જ્ઞાન દ્વારા મૂલાજ્ઞાનનું કાર્ય નિવૃત્ત થઈ શકે નહિ. બ્રહ્મજ્ઞાન જ મૂલાજ્ઞાનનું નિવર્તક છે અને એટલે જ બ્રહ્મજ્ઞાન જ મૂલાાનનાં સઘળાં કાર્યોનું નિવર્તક છે. અવસ્થાઅજ્ઞાન પણ મૂલાજ્ઞાનનું કાર્ય હોઈ તે બ્રહ્મજ્ઞાનથી જ નિવૃત્ત થાય - ઘટાદિવિષયક જ્ઞાનથી નિવૃત્ત ન થાય. વળી, અવસ્થાઅજ્ઞાન ઘટાદિવિષયક જ્ઞાન દ્વારા નિવૃત્ત થાય છે એમ માનતાં તો અવસ્થાઅજ્ઞાનની કલ્પના જ વ્યર્થ થઈ પડે. આ સંબંધે વધારે વિસ્તૃતવિવેચના ભાવપ્રકાશિકામાં છે. ૨૪
જેઓ મૂલાજ્ઞાનની અવસ્થાવિશેષ સ્વીકારતા નથી તેઓના મતમાં શુક્તિજ્ઞાન મૂલાજ્ઞાનની અવસ્થાવિરોષનું નાશક (નિવર્તક) છે એમ કહેવું અસંગત છે. તેથી અદ્વૈતસિદ્ધિકારે કહ્યું છે કે આ વિષયની વિસ્તારથી આલોચના અમે પોતે જ સિદ્ધાન્તબિન્દુમાં કરી છે.` સિદ્ધાન્તબિંદુમાં જે કહેવામાં આવ્યું છે તેનો આરાય એ છે કે શુક્તિપ્રમાવિરહવિશિષ્ટ મૂલાજ્ઞાન જ ‘શ્રુત્તિને માતિ’ ઈત્યાદિ વ્યવહારનું નિયામક બને છે. શુક્તિપ્રમા ઉત્પન્ન થતાં મૂલાજ્ઞાન ‘વ્રુત્તિને માતિ’ એવા વ્યવહારનું જનક બનતું નથી. તેથી, શુક્તિપ્રમા ‘ન મતિ’ ઇત્યાદિ વ્યવહારની નિવર્તક બને છે, પરંતુ મૂલાજ્ઞાનની નિવર્તક બનતી નથી. આ પ્રમાણે સ્વીકારતાં શુક્તિજ્ઞાન દ્વારા મોક્ષની આપત્તિ પણ આવતી નથી. * આમ અવિદ્યાનું દ્વિતીય લક્ષણ પણ નિર્દોષ છે.
અવિદ્યાનું તૃતીય લક્ષણ
જ્ઞાનત્વરૂપે સાક્ષાત્ જ્ઞાનનિવર્ત્યત્વ જ અવિદ્યાનું તૃતીય લક્ષણ છે. અર્થાત્ જ્ઞાનત્વરૂપે જ્ઞાન જેનું સાક્ષાત્ નિવર્તક છે તે અજ્ઞાન(અવિદ્યા). આ લક્ષણ નવ્ય અદ્વૈતવેદાન્તીઓને માન્ય છે. આ તૃતીય લક્ષણનું વિવરણ પ્રથમ લક્ષણના વિવરણપ્રસંગે જ પહેલાં વિશદરૂપે કરવામાં આવ્યું