________________
અવિધાનું લક્ષણ - દ્વિતીય અને તૃતીય
ઉપાદાન નથી. શુક્તિકાદિજ્ઞાન દ્વારા રજતાદિઅધ્યાસના ઉપાદાનભૂત અવસ્થાઅજ્ઞાનની નિવૃત્તિ થાય છે અને તે નિવૃત્તિની સાથે જ રજતાદિઅધ્યાસની નિવૃત્તિ પણ થાય છે.° આમ મૂલાજ્ઞાનની અવસ્થાનો સ્વીકાર કરવાથી સ્થંચિત્ અજ્ઞાનૈત્વવાદ પણ રક્ષાયો અને યુક્તિકાદિજ્ઞાન દ્વારા અધ્યાસની નિવૃત્તિની સાથે અજ્ઞાનની નિવૃત્તિ પણ સમર્થિત થઈ. મૂલાજ્ઞાનની જેમ જ આ અવસ્થાઅજ્ઞાન પણ આવરણવિક્ષેપશક્તિયુક્ત છે. મૂલાજ્ઞાન શુદ્ધ ચૈતન્યનું આવરક છે જ્યારે અવસ્થાઅજ્ઞાન શુકત્યાદિથી અવિચ્છિન્ન ચૈતન્યનું આવરક છે. મૂલાજ્ઞાન વિક્ષેપાક્તિ દ્વારા પ્રપંચાધ્યાસનો હેતુ બને છે જ્યારે અવસ્થાઅજ્ઞાન વિક્ષેપરાક્તિ દ્વારા રજતાદિઅધ્યાસનો હેતુ બને છે. મૂલાજ્ઞાનની જેમ અવસ્થાઅજ્ઞાન પણ અનાદિ છે. તેથી આ અવસ્થાઅજ્ઞાનને પણ ‘અનામિાવત્યે સતિ જ્ઞાનનિવત્યંત્વ' રૂપ અજ્ઞાનલક્ષણ લાગુ પડે છે. અજ્ઞાનમાત્ર અનાદિ છે એ વેદાન્તસિદ્ધાન્ત છે.
૪૫
પરંતુ વિવરણટીકા ઋજુવિવરણમાં સર્વજ્ઞ વિષ્ણુ ભટ્ટ કહે છે કે મૂલાજ્ઞાનની જેમ અવસ્થાઅજ્ઞાન પણ અનાદિ છે એમ કોઈ કોઈ આચાર્યે સ્વીકાર્યું છે પરંતુ તે યોગ્ય નથી, કારણ કે શુક્તિવિષયક જ્ઞાન શુક્તિવિષયક અવસ્થાઅજ્ઞાનનું નિવર્તક છે. શુક્તિવિષયક જ્ઞાન જેટલી વાર થાય તેટલી વાર શુક્તિવિષયક એક એક જ્ઞાન શુક્તિવિષયક એક એક અવસ્થાઅજ્ઞાનનું નિવર્તક બને. આમ શુક્તિવિષયક અવસ્થાઅજ્ઞાન પણ જ્ઞાનપ્રાગભાવની જેમ જ્ઞાનસમસંખ્યક છે. હવે જો આ અવસ્થાઅજ્ઞાન અનાદિ હોય તો એકવિષયક જેટલાં અવસ્થાઅજ્ઞાનો સંભવતાં હોય તે બધાં સમાનવિષયક એક જ્ઞાન દ્વારા જ નિવૃત્ત થઈ જાય, અને જો તેમ થાય તો શુક્યાદિવિષય કેવળ એક વાર જ્ઞાત થતાં ફરી કોઈ વાર અજ્ઞાત બની શકે નહિ, પરિણામે જ્ઞાત વસ્તુનો કાલ્કન્તરે જે અજ્ઞાનાનુભવ થાય છે તે અનુભવ આની વિરુદ્ધ પડે; વળી, એક વાર જ્ઞાત વસ્તુમાં ફરી કાલાન્તરે અધ્યાસ થઈ શકે નહિ કારણ કે અધ્યાસનું ઉપાદાન અવસ્થાઅજ્ઞાન * તદ્વિશ્યક એક જ જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયું છે. ૨૧
· અવસ્થાઅજ્ઞાનને અનાદિ માનનાર નીચે પ્રમાણે ઉત્તર આપે છે. અવસ્થાઅજ્ઞાન અનાદિ છે . પરંતુ એકવિષયક સમસ્ત અવસ્થાઅજ્ઞાનો વિષયનાં યુગપદ્ આવરક હોતાં નથી. એક જ સમયે એકવિષયક અનેક અવસ્થાઅજ્ઞાનો વિષયનું આવરણ કરતાં નથી. આ અનેકમાંથી એક જ અવસ્થાઅજ્ઞાન વડે આવરણ સિદ્ધ થાય છે. તેથી બધાં જ એકવિષયક અવસ્થાઅજ્ઞાનો વડે યુગપદ્ આવરણ માનવું વ્યર્થ છે. તેથી જ્ઞાન ઉત્પન્ન થતાં એકવિષયક અનેક અવસ્થાઅજ્ઞાનોમાંથી જે અવસ્થાઅજ્ઞાને વિષયનું આવરણ કર્યું છે તે અવસ્થાઅજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે, અન્ય અવસ્થાઅજ્ઞાનોની નિવૃત્તિ થતી નથી. પ્રકાશક જ્ઞાન આવરક અજ્ઞાનનું જ નિવર્તક બને છે.
આની સામે અવસ્થાઅજ્ઞાનને સાદિ માનનાર વિષ્ણુ ભટ્ટ નીચે પ્રમાણે કહે છે. ઉપર જે દલીલ કરવામાં આવી તે નિતાન્ત અયોગ્ય છે કારણ કે તેમાં નિર્વિષયક અજ્ઞાનનો સ્વીકાર છે. એકવિષયક અનેક અવસ્થાઅજ્ઞાનોમાંથી એક અવસ્થાઅજ્ઞાન જ વિષયનું આવરણ કરે છે, અન્ય અવસ્થાઅજ્ઞાનો હોવા છતાં વિષયનું આવરણ કરતાં નથી આમ કહેતાં વિષયના · અનાવરક અજ્ઞાનનો સ્વીકાર થઈ જાય છે. અજ્ઞાન જેનું આવરણ કરે તે જ અજ્ઞાનનો વિષય છે. અજ્ઞાન વિદ્યમાન હોવા છતાં વિષયનું આવરણ કરતું નથી એમ કહેતાં નિર્વિષયક અજ્ઞાનનો અંગીકાર કર્યો ગણાય. પરંતુ જેમ નિર્વિષયક જ્ઞાન અસિદ્ધ છે તેમ નિર્વિષયક અજ્ઞાન પણ અસિદ્ધ છે. તેથી અવસ્થાઅજ્ઞાનને અનાદિ ગણવું ઉચિત નથી. એક જ્ઞાન દ્વારા એક અવસ્થા
-