________________
અવિઘાનું લક્ષણ - દ્વિતીય અને તૃતીય ભમત્વરૂપે પ્રતીત થતું નથી. બાધજ્ઞાનકાલે ભ્રમ પણ અજ્ઞાનરૂપે પ્રતીત થાય છે, જેમકે “રજતરૂપે જે જ્ઞાન થયું છે તે અજ્ઞાન જ છે' એવી પ્રતીતિ થાય છે. તેથી બાધકાળે ભ્રમજ્ઞાન અજ્ઞાનાભિન્નરૂપે પ્રતીત થતું હોવાથી ભ્રમની અજ્ઞાનોપાદાનતામાં કોઈ દોષ નથી." * વળી, ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે ઈષ્ટસિદ્ધિકારના મતે અજ્ઞાન એક નથી. અજ્ઞાન જ્ઞાનનું સમસંખ્યક છે. જ્ઞાનની સંખ્યા જેટલી છે, અજ્ઞાનની સંખ્યા પણ તેટલી છે.' ઈષ્ટસિદ્ધિકારના આ મતમાં ભ્રમોપાદાનત્વ અજ્ઞાનનું(અવિદ્યાનું) લક્ષણ બની શકે નહિ, કારણ કે જે અજ્ઞાન ભ્રમજ્ઞાનને ઉત્પન્ન કર્યા વિના પહેલેથી જ પ્રમાજ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ગયું છે તે અજ્ઞાનમાં ભ્રમોપાદાનત્વ નથી. તેથી તે અજ્ઞાનમાં(અવિઘામાં) આ દ્વિતીય લક્ષણની અવ્યાપ્તિ થવાનો દોષ આવે. જે વ્યક્તિને પહેલેથી જ શુક્તિમાં શુતિવિષયક પ્રમાજ્ઞાન ઉત્પન્ન થયું છે અને શુતિવિષયક પ્રમાજ્ઞાન દ્વારા શુતિવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ છે તે વ્યક્તિનું પ્રમાનિવર્ય આ અજ્ઞાન ભ્રમનું ઉપાદાન બને નહિ, એટલે ભ્રમોપાદાનત્વલણ અવ્યાસિદોષથી દૂષિત બને
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે પ્રદર્શિત અવ્યાપ્તિદોષ આવતો નથી. ભ્રમરપાદાનત્વયોગ્યતા જ અજ્ઞાનનું(અવિદ્યાનું) દ્વિતીય લક્ષણ છે. ભૂમાપૂર્વક એવું પ્રમાનિવર્ય અજ્ઞાન જો કે ભ્રમનું ઉપાદાન બનતું નથી, તેમ છતાં તે જ અજ્ઞાનમાં ભ્રમનું ઉપાદાન બનવાની યોગ્યતા તો છે જ. અન્ય સહકારી કારણનું સમવધાન ન હોવાથી તે અજ્ઞાન ભ્રમને ઉત્પન્ન કરી શતું નથી. તેથી તે અજ્ઞાનમાં સ્વરૂપયોગ્યતારૂપ ઉપાદાનકારણતા તો છે જ. કેવળ સહકારિકરણના અભાવને કારણે જ તે અજ્ઞાન ભ્રમફલોપધાયક બની શકતું નથી. આમ ભોપાદાનત્વયોગ્યતા જ અજ્ઞાનનું લક્ષણ ઈષ્ટસિદ્ધિકારને વિવક્ષિત હોઈ તેમના મતમાં કોઈ દોષ નથી. જેઓ અજ્ઞાનને જ્ઞાનસમસંખ્યક માનતા નથી તેઓએ લક્ષણમાં યોગ્યતા પદ મૂકવાની જરૂર નથી."
અહીં ન્યાયામૃતકાર આપત્તિ કરે છે કે અદ્વૈતસિદ્ધિકારે આમ કહેવું યોગ્ય નથી કારણકે ભોપાદાનત્વયોગ્યતા જ જો અજ્ઞાનનું લક્ષણ હોય તો યોગ્યતા વચ્છેદક ધર્મ કયો છે ? . યોગ્યતાનો અવચ્છેદક ધર્મ જાણ્યા વિના યોગ્યતાનું અવધારણ થઈ શકે નહિ. આના ઉત્તરમાં - અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે પ્રથમ લક્ષણ જ બીજા લક્ષણમાં નિર્દિષ્ટ યોગ્યતાનું અવચ્છેદક છે.
અજ્ઞાનમાં જે ભ્રમોપાદાનત્વયોગ્યતા છે તેનો અવચ્છેદક ધર્મ છે – “અનામિવિરૂપત્વે સતિ જ્ઞાનનિવર્ય'. તેથી આ દ્વિતીય લક્ષણ નિર્દોષ છે. અજ્ઞાનનું એત્વ સ્વીકારીએ તો ભ્રમોપાદાનત્વ જ અજ્ઞાનનું દ્રિતીય લક્ષણ છે. ૫
અહીં ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે અજ્ઞાનનું એકત્વ સ્વીકારીએ તો શુક્તિવિષયક જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થતાં તે અજ્ઞાનની નિવૃત્તિ જે પુરુષને થઈ છે તે પુરુષને મોક્ષલાભ થઈ જવો ઉચિત છે, કારણ કે અજ્ઞાન એક છે અને તે શુક્તિજ્ઞાન દ્વારા દૂર થયું છે. વિદ્યાસ્તો મોક્ષ, સ વ વ ડાહતઃ' - અર્થાત્ અવિદ્યાની નિવૃત્તિ જ મોક્ષ છે અને અવિદ્યા જ બંધ છે.'
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અજ્ઞાનત્વપક્ષમાં શુક્તિજ્ઞાન દ્વારા જ મોહાપ્રાપ્તિની આપત્તિ આવતી નથી. શુદ્ધચૈતન્યવિષયક અજ્ઞાન શુતિવિષયક જ્ઞાન દ્વારા નિવૃત્ત થતું નથી. સમાનવિષયક જ્ઞાન જ અજ્ઞાનનું નિવર્તક છે. શુક્તિજ્ઞાન દ્વારા શુદ્ધચૈતન્યવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થતી ન હોઈ, શુક્તિશાન મૂલ અજ્ઞાનની અવસ્થાવિરોષનું નાશક છે."