________________
રાંકર વેદાન્તમાં અવિવાવિચાર અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી. પ્રાગભાવ પ્રતિયોગીનો જ જનક બની શકે. ઘટપ્રાગભાવનો પ્રતિયોગી છે ઘટ. તેથી ઘટપ્રાગભાવ ઘટનો જ જનક બની શકે. પ્રાગભાવનું પ્રતિયોગિમાત્રજનત્વ પ્રાગભાવરૂપ ધર્માના ગ્રાહક પ્રમાણથી જ સિદ્ધ છે. પ્રાગભાવ પ્રતિયોગીનો જ જનક છે એ નિયમ છે. તેથી પ્રાગભાવ ભ્રમનો જનક નથી જ. ભ્રમનો જે જનક નથી તેનામાં ભ્રમનું જનક–વિશેષરૂપ ઉપાદાનત્વ અત્યન્ત અસંભવ છે. અજ્ઞાન અને ભ્રમ બંને સદસદ્ધિલક્ષણ છે. તેથી તેમની વચ્ચે ઉપાદાનોપાદેયભાવ હોવામાં કોઈ દોષ નથી.” આમાં ઉપાદાન અને ઉપાદેયનું સારૂણ્ય રક્ષિત થયું છે. સદ્નપત્વ એટલે ભાવત્વ અને અસદ્ધપત્ય એટલે અભાવ. તેથી સદસદ્ધિલક્ષણ એટલે ભાવાભાવવિલક્ષણ અને તે જ અનિર્વાચ્યત્વે છે. “
વળી, ન્યાયામૃતકાર નીચે પ્રમાણે શંકા કરે છે. ભોપાદાનત્વ અજ્ઞાનનું (અવિઘાનું) લક્ષણ બની શકે નહિ. જો અશાન ભ્રમનું ઉપાદાન હોય તો ભ્રમ પણ અજ્ઞાનાનુવિદ્ધરૂપે પ્રતીત થાય. પરંતુ તેમ થતું નથી. ભ્રમ અજ્ઞાનાનુવિદ્ધરૂપે પ્રતીત થતો નથી. ઉપાદેય વસ્તુ ઉપાદાનાનુવિદ્ધરૂપે પ્રતીત થાય છે, જેમકે મૃત્તિ કોપાદાનક ઘટમૃત્તિકાનુવિદ્ધરૂપે અર્થાત્ મૃત્તિકાથી અભિન્નરૂપે પ્રતીત થાય છે. ઉપાદાન ઉપાદેયમાં અનુસ્મૃત જણાય છે. માટી ઘટમાં અનુસ્મૃત જણાય છે. ઉપાદાનાવિષયક ઉપાદેયમાત્રવિષયક જ્ઞાન થતું નથી. એ કારણે અને એ અર્થમાં ઉપાદાનનો ઉપાદેય સાથે અભેદ છે. તેથી મૃત્તિકાને વિષયન કરીને ઘટની પ્રતીતિ થતી નથી. જે. ભ્રમ અજ્ઞાનોપાદાનક હોય તો અજ્ઞાન પણ નિયતપણે ભ્રમપ્રતીતિનો વિષય બને જ, કારણકે અજ્ઞાન અને ભ્રમને ક્રમથી ઉપાદાન અને ઉપાદેયરૂપે સ્વીકાર્યા હોવાથી તેમનો અભેદ છે. પરંતુ ભ્રમપ્રતીતિનો વિષય અજ્ઞાન બનતું નથી. તેથી અજ્ઞાનને ભ્રમનું ઉપાદાન માનવું યોગ્ય નથી. “
અદ્વૈતસિદ્ધિકાર ઉત્તર આપે છે કે જે ઉપાદેય વસ્તુ જે ઉપાદાનમાંથી ઉત્પન્ન થાય તે ઉપાદેય વસ્તુ તે ઉપાદાનાનુવિદ્ધરૂપે જ નિયત પ્રતીત થાય એવી વ્યાપ્તિ કે એવો નિયમ નથી, કારણકે ઘટનારૂપનું ઉપાદાન ઘટ છે પરંતુ ઘટનું રૂપઘટોપાદાનક હોવા છતાં તે રૂપ ઘટનુવિદ્ધરૂપે પ્રતીત થતું નથી. “રૂપં ઘટઃ' એ રીતે ઘટથી અભિન્નરૂપે પ્રતીત થતું નથી. સાંખ્ય મતમાં પ્રકૃતિ જગતનું ઉપાદાન છે. વૈશેષિક મતે દ્રવણુક ચણકનું ઉપાદાન છે. તેમના મનમાં પણ ઉપાદેય વસ્તુ ઉપાદાનાનુવિદ્ધરૂપે પ્રતીત થતી નથી. અન્યથા પ્રકૃતિર્મદાનું ‘ચિપુરાણુ' એ જાતની અભેદપ્રતીતિની આપત્તિ આવે. તેથી ન્યાયામૃતકારે દર્શાવેલી વ્યાપ્તિ સર્વથા અસિદ્ધ છે. •
અહીં ન્યાયામૃતકાર કહે છે કે “i ઘટઃ' એવી અભેદપ્રતીતિ ન થવા છતાં “વસ્તો ઘટ: વીનોદ' એ રીતે તો ઉપાદાનથી અભિન્નરૂપે ઉપાદેય પ્રતીત થાય છે.
ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે રૂપઘટોપાદાનક હોવા છતાં ‘ાં ઘટ’ એ જાતની પ્રતીતિ થતી નથી પણ શક્તો પટઃ' એ જાતની પ્રતીતિ તો થાય છે, એ વાત સાચી. પરંતુ અહીં ઉપાદેયતાવચ્છેદકરૂપે ઉપાદેય ઉપાદાનથી અભિરૂપે પ્રતીત ન થવા છતાં અન્યરૂપે ઉપાદેય ઉપાદાનથી અભિન્નરૂપે પ્રતીત થાય છે એ જ સિદ્ધ થાય છે. કોઈક રૂપે ઉપાદેય ઉપાદાનથી અભિન્નરૂપે પ્રતીત થાય છે એમ જ જો ન્યાયામૃતકાર કહેતા હોય તો એ તો અદ્વૈતવાદી પણ સ્વીકારે છે. અજ્ઞાન પણ જડ વસ્તુ છે, ભ્રમ પણ જડ વસ્તુ છે. તેથી જડત્વરૂપે ભ્રમ અજ્ઞાનાભિન્ન બને છે. ‘મજ્ઞાન પ્રમઃ' એ જાતની પ્રતીતિ થતી નથી એ ખરું પણ નડો પ્રમઃ” જાતની પ્રતીતિ થાય છે. વળી, ભ્રમજ્ઞાનની પ્રતીતિ થાય છે ત્યારે ભ્રમજ્ઞાન જ્ઞાનસ્વરૂપે પ્રતીત થવા છતાં