________________
અવિઘાનું લક્ષણ - દ્વિતીય અને તૃતીય ઉપાદેયનું સારૂપ્ય હોય છે, ઉપાદાનથી વિસદશ ઉપાદેય હોઈ શકે નહિ. ભાવવિલક્ષણ અજ્ઞાન જો ભ્રમનું ઉપાદાન હોય તો ઉપાદેય ભ્રમ પણ ભાવવિલક્ષણ બની જાય. ભ્રમને ભાવવિલક્ષણ સ્વીકારવામાં આવે તો ભ્રમ ઉપાદેય ઘટે જ નહિ. ઘટપટાદિ ભાવવતુ જ ઉપાદેય બને છે. ભાવવિલક્ષણ વસ્તુ, જેમકે ધ્વસ, ઉપાદેય બનતી નથી. જો ભ્રમ ઉપાદેય જ ન બને તો ભ્રમનું ઉપાદાન અજ્ઞાન કેવી રીતે બને? આમ, જો અજ્ઞાનને ભાવવિલક્ષણ સ્વીકારીએ તો દ્વિતીય અવિઘાલક્ષણ અસંભવદોષથી દૂષિત થાય. ભાવવિલક્ષણ વસ્તુ ઉપાદેય હોતી નથી એ કારણે જો અદ્વૈતવાદી ભ્રમનું ભાવત્વ સ્વીકારે તો તેણે તેના ઉપાદાન અજ્ઞાનને પણ ભાવવસ્તુ માનવી પડે. સઘળી જન્ય ભાવવતુ ભાવોપાદાનક છે, ભાવવિલક્ષણ અજ્ઞાન ઉપાદાન બની શકે નહિ.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકારે કહ્યું છે કે ભાવવસ્તુજ ઉપાદાન થઈ શકે અને ભાવવસ્તુ જ ઉપાદેય થઈ શકે - અર્થાત્ ભાવત્વધર્મ જ ઉપાદાનત્વ અને ઉપાદેયત્વનો પ્રયોજક અર્થાત્ વ્યાપ્ય છે એમ કહી શકાય નહિ, કારણ કે શુદ્ધ આત્મામાં ભાવત્વ હોવા છતાં શુદ્ધ આત્મા ઉપાદાન કે ઉપાદેય નથી. તેથી ભાવવધર્મ ઉપાદાનત્વ કે ઉપાદેયત્વનો પ્રયોજક નથી. કાર્યાન્વયી કારણત્વ જ ઉપાદાનત્વનું પ્રયોજક છે, નિમિત્તકરણ કાર્યનું અન્વયી કારણ નથી. સઘળાં નિમિત્તકારણ કાર્યમાં અનન્વયી હોય છે. માટી ઘટનું અન્વયી કારણ છે. તેથી માટી ઘટનું ઉપાદાન છે. દંડ, ચક્ર, વગેરે ઘટનું અન્વયી કારણ નથી. તેથી તે ઘટનાં ઉપાદાનકારણ નથી પણ નિમિત્તકારણ છે. કાર્યાત્મક અર્થાત્ કાર્યમાં અનુસ્મૃત કારણને જ અન્વયી કારણ કહેવાય. નિમિત્તકારણકાર્યાત્મક નથી, કાર્યમાં અનુસ્મૃત નથી. આમ અવયીકારણત્વધર્મ ઉપાદાનત્વનો પ્રયોજક છે. અને સાહિત્ય ધર્મ ઉપાદેયત્વનો પ્રયોજક છે. ભાવત્વધર્મ ઉપાદાનત્વ કે ઉપાદેયત્વનો પ્રયોજનથી. ભાવત્વધર્મ ઉપાદાનત્વકે ઉપાદેયત્વનો વ્યાપ્ય નથી, અર્થાત્ જેમાં ભાવત્વ નથી તેમાં ઉપાદાનત્વ કે ઉપાદેયત્વ નથી એવું નથી. તેથી, અજ્ઞાનમાં(અવિદ્યામાં) ભાવત્વધર્મ ન હોવા છતાં – અજ્ઞાન ભાવવિલક્ષણ હોવા છતાં – તેમાં (ભ્રમનું) ઉપાદાનત્વ હોવામાં કોઈ બાધા નથી.
વળી, અદ્વૈતવાદીને આપત્તિ આપવામાં આવે છે કે ભાવત્વધર્મરહિત વસ્તુનું પણ જો ઉપાદેય હોવું સંભવતું હોય તો ભાવત્વધર્મરહિત ધ્વંસનું પણ ઉપાદેય હોવું સંભવે. અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે સાત્વિધર્મ જ ઉપાદેયત્વનો પ્રયોજક છે. ધ્વસ સાદિ વસ્તુ છે. તેથી તે પણ ઉપાદેય
બને અર્થાતુ ઉપાદાનજન્ય બને. પરંતુધ્વસતો ઉપાદાનકારણજન્ય નથી. કેવળનિમિત્તકારણથી , જધ્વસની ઉત્પત્તિ થાય છે. અદ્વૈતસિદ્ધિકારનો મત સ્વીકારતાં ધ્વસમાં પણ ઉપાદેયત્વની
આપત્તિ આવે અર્થાત્ વંસમાં પણ ઉપાદાનકારણજન્યત્વની આપત્તિ આવે. - અદ્વૈતસિદ્ધિકાર ઉત્તર આપે છે કે અદ્વૈતવાદીના મતમાં અભાવ અધિકરણ સ્વરૂપ છે. તેથી વંસ પણ ઉપાદાનકારણજન્ય છે એમ અદ્વૈતવાદી સ્વીકારે છે. તેથી આ તો અદ્વૈતવાદીને માટે ઇષ્ટપત્તિ છે.'
ન્યાયામૃતકાર વધુમાં આપત્તિ આપે છે કે જો ભાવવિલક્ષણ અજ્ઞાન પણ ભ્રમનું ઉપાદાન બની શકે તો જ્ઞાનપ્રાગભાવવ્યતિરિક્ત અજ્ઞાન માનવાની આવશ્યકતા શી છે? જ્ઞાનપ્રાગભાવ જ ભ્રમનું ઉપાદાન બની શકે. તે ભાવવિલક્ષણ છે જ. તો પછી ભાવાભાવઉભયવિલક્ષણ અજ્ઞાનને ભ્રમનું ઉપાદાનકારણ કલ્પવાની આવશ્યકતા શી છે?'