________________
૩૪
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર
જ ઈશ્વરમાં સ્મરણાત્મક જ્ઞાન સમર્થિત થયું છે. આપોદેવની અદ્વૈતવેદાન્તવાસના પ્રબળ હોવાથી તેમણે ઈશ્વરમાં સ્મૃતિ સ્વીકારી છે.
ટિપ્પણ
१. सादिशुक्त्याद्यवच्छिन्नचैतन्यावरकाज्ञानानामनादित्वायोगस्योक्तत्वात् । न्यायामृत, पृ. ३०० न तावदनादिभावरूपत्वे सति ज्ञाननिवर्त्या सेति, सादिशुक्त्याद्यवच्छिन्नचैतन्यावरकाज्ञानेऽव्याप्तेः, तस्यानादित्वाभावात् । अद्वैतसिद्धि, पृ. ५४४
२. आरोपिताभावोपादानाज्ञाने भावत्वाभावाच्च । अभावस्य भावोपादानकत्वे असत्यस्य सत्योपादानकत्वापातात् । न्यायामृत, पृ. ३००
आरोपिताभावोपादानाज्ञाने च भावत्वाभावात् तत्राव्याप्तिः, अभावस्य भावोपादानकत्वे असत्यस्यापि सत्योपादानकत्वं स्यात् । अद्वैतसिद्धि, पृ. ५४४
3. तस्याज्ञानानुपादानकत्वे ज्ञानान्निवृत्तिर्न स्यात् । न्यायामृत, पृ. ३००
अज्ञानानुपादानकत्वे तस्य ज्ञानान्निवृत्तिर्न स्यादिति । अद्वैतसिद्धि, पृ. ५४४
૪. ...પ્યોપાવાનાજ્ઞાનમપ્પનાચૈિતન્યાશ્રિતત્વાનાદેવ... । અદ્વૈતસિદ્ધિ, પૃ. ૧૪૪
૫. એક વાત ધ્યાનમાં રાખવાની કે જ્ઞાતતા ધર્મ જ્ઞાનજન્ય હોવા છતાં અજ્ઞાતતા ધર્મ જન્મ ધર્મ નથી. અજ્ઞાન અનાદિ હોઈ અજ્ઞાનની સાથે વિષયનો સંબંધ અજ્ઞાતતા પણ અનાદિ છે. જો કે અજ્ઞાનના ફળને અજ્ઞાતતા કહેવામાં આવે છે છતાં અજ્ઞાન અને અજ્ઞાતતા વચ્ચે જન્મજનકભાવ કે પૌર્વાપર્ય નથી પરંતુ તેમની વચ્ચે સમકાલીનતા જ છે. અજ્ઞાતતા એ તો અજ્ઞાનનો વિષય સાથેનો સંબંધ છે. અજ્ઞાનનો વિષય શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્ય સાથે અજ્ઞાનનો સંબંધ અનાદિ છે, કારણ કે એ સંબંધના જે બે સંબંધી અજ્ઞાન અને ચૈતન્ય છે તે બંને અનાદિ હોઈ સંબંધ સાઠિ હોઈ શકે નહિ. અને ચૈતન્ય સાથે અસંબદ્ધ એવું અનાદિ અજ્ઞાન સિદ્ધ પણ થઈ શકે નહિ. એટલા માટે ચૈતન્ય સાથેનો અજ્ઞાનનો સંબંધ અનાદિ છે, પરંતુ તે અજ્ઞાનપ્રયુક્ત છે. જે અજ્ઞાનજન્ય નથી તે અજ્ઞાનપ્રયુક્ત હોઈ શકે, અજ્ઞાનપ્રયુક્ત કહેવાનો અર્થ છે – અજ્ઞાનનું વ્યાપ્ય. અજ્ઞાન-ચૈતન્યસંબંધ અજ્ઞાનજન્ય ન હોવા છતાં અજ્ઞાનનો વ્યાપ્ય હોઈ શકે. ચૈતન્યમાં અજ્ઞાનસંબંધ હોતાં અજ્ઞાન અવશ્ય હોય જ. જે વખતે ચૈતન્યમાં અજ્ઞાનસંબંધ હોય છે, તે વખતે અજ્ઞાન અવશ્ય હોય છે. તેથી અજ્ઞાનચૈતન્યસંબંધ અજ્ઞાનનો વ્યાપ્ય છે. અજ્ઞાનનું કાર્ય પણ અજ્ઞાનનું વ્યાપ્ય હોય છે. કાર્યમાત્ર કારણનું વ્યાપ્ય હોય છે. અજ્ઞાન-ચૈતન્યસંબંધ અજ્ઞાનનું કાર્ય ન હોવા છતાં અજ્ઞાનનું વ્યાપ્ય છે. તેથી, અજ્ઞાનવ્યાપ્યત્વ અજ્ઞાનના કાર્યમાં અને અજ્ઞાન-ચૈતન્યના અનાદિ સંબંધમાં છે, આમ અજ્ઞાનનું કાર્ય અને અકાર્ય બન્નેય અજ્ઞાનનાં વ્યાપ્ય છે - અજ્ઞાનપ્રયુક્ત છે. આમ અજ્ઞાતતા અજ્ઞાનપ્રયુક્ત હોઈ, તેને ફળ કહેવામાં આવેલ છે. તેથી ક્રિયાપ્રયુક્ત લાલિત્વ જ કર્મત્વ છે એમ કહેતાં અજ્ઞાતતા અનાદિ હોવા છતાં અજ્ઞાનનું ફળ ગણાય કારણ કે તે અજ્ઞાનપ્રયુક્ત છે.
૬. જડના આવરક અજ્ઞાનનો સ્વીકાર કરવામાં આવે તો તે અજ્ઞાનની કી સિદ્ધિ થઈ શકે નહિ. અજ્ઞાન પ્રમાણ દ્વારા સિદ્ધ થતું નથી. અજ્ઞાન પોતાના આશ્રય સાક્ષિચૈતન્ય દ્વારા જ