________________
અવિવાનું લક્ષણ પ્રથમ અને પ્રમાત્વ પણ નથી. જ્ઞાનમાત્ર પ્રમા છે, જે અપ્રમા છે તે જ્ઞાનાભાસ છે. નૈયાયિકો જેમ પ્રમા અને અપ્રમરૂપે જ્ઞાનનું દૈવિધ્ય સ્વીકારે છે તેમ અદ્વૈત વેદાન્તસિદ્ધાન્તમાં સ્વીકારવામાં આવ્યું નથી. પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિને કે તે વૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્યને અદ્વૈતવેદાન્તમાં જ્ઞાન કહેવામાં આવેલ છે, અને તે પ્રમા પણ છે. વળી જે અપ્રમા છે તે અન્તઃકરણની વૃત્તિ નથી પણ અવિદ્યાની જ વૃત્તિ છે. પ્રભાકરસિદ્ધાન્તમાં જ્ઞાનમાત્રને પ્રમા ગણવામાં આવેલ છે. તે અદ્વૈતસિદ્ધાન્તને પ્રતિકૂળ નથી પણ અનુકૂળ છે. અદ્વૈત વેદાન્તી જ્ઞાનને કદી અપ્રમા કહેતા નથી. જે અપ્રમા છે તે જ્ઞાનાભાસ છે, જ્ઞાન નથી.
અનધિગત અર્થાત્ અજ્ઞાત વિષયનું જ્ઞાન જ પ્રમા છે. અગૃહીતગ્રાહિ જ્ઞાન જ પ્રમા છે. જે જ્ઞાન છે તે અજ્ઞાતવિષયક જ હોય છે. અજ્ઞાનનું અનિવર્તક અર્થાત અવિરોધી જ્ઞાન હોઈ શકે જ નહિ. શુક્તિરતાદિ સાહિભાસ્ય વસ્તુ કદી અજ્ઞાતયા અનધિગત સંભવતી જ નથી, તેનું અજ્ઞાત અસ્તિત્વ અસંભવ છે. તેથી અનધિગતવિષયક જ્ઞાનને પ્રમા કહેતાં શુક્તિરજતજ્ઞાનમાં તેની અતિવ્યાપ્તિ થાય જનહિ. તેમ છતાં વેદાન્તપરિભાષાકારે અબાધિતવિષયત્વને પણ પ્રમાલક્ષણમાં સ્થાન આપ્યું છે. તેમ કરવામાં તેમનો અભિપ્રાય શો છે એ તોતે જ જાણે! જે વિષય બાધિત થાય તે અનધિગત અર્થાતુ અજ્ઞાત હોઈ શકે જ નહિ. બાધિત વિષયકલ્પિત છે. કલ્પિત વસ્તુનું અજ્ઞાન અસંભવ છે, અસિદ્ધ છે. દષ્ટિએ વિચારીએ તો ઈશ્વરનું માયાવૃત્તિરૂપ જ્ઞાન પણ અજ્ઞાનનું નિવર્તક નથી. તેથી ઈશ્વરનું જ્ઞાન પણ પ્રભારૂપ નથી. જે જ્ઞાન અજ્ઞાનનિવર્તક નથી, અજ્ઞાનવિરોધી નથી કે અજ્ઞાતાર્થવિષયક નથી તે પ્રમા નથી. અજ્ઞાતાર્થવિષયક નિશ્ચય જ પ્રમા છે. ઈશ્વરને અજ્ઞાતાર્થવિષયક નિશ્ચય થઈ શકે નહિ. જો તેને અજ્ઞાતાર્થવિષયક નિશ્ચય થાય છે એવું સ્વીકારવામાં આવે તો ઈશ્વરમાં અજ્ઞાનનો સ્વીકાર કરવો પડે. જે વસ્તુ ઈશ્વરને અજ્ઞાત હતી તેને તે પછી જાણે છે એવું સ્વીકારાય નહિ. એવું સ્વીકારતાં ઈશ્વરમાં અજ્ઞાન સ્વીકારવું પડે, જે ઈષ્ટ નથી. ઈશ્વરનું જ્ઞાન ભ્રમ પણ નથી, કારણકે મિથ્યાવસ્તુ મિથ્યાત્વરૂપે જ ઈશ્વરજ્ઞાનનો વિષય બને છે. આમ ઈશ્વરજ્ઞાન પ્રમા તેમજ ભ્રમથી વિલક્ષણ એવું ત્રીજા પ્રકારનું સ્વીકારવામાં આવ્યું
છે. નૈયાયિકો પણ ઈશ્વરજ્ઞાનને પ્રમાતેમજ ભ્રમથી વિલક્ષણ ગણે છે; અલબત્ત તેઓ તેમ અન્ય - કારણે ગણે છે. તેમના મતે ઈશ્વરજ્ઞાન નિત્ય છે. તેથી તે ગુણજન્ય પણ નથી કે દોષજન્ય પણ નથી. નૈયાયિકો પ્રમાણે ગુણજન્ય અને ભ્રમને દોષજન્ય ગણે છે. ઈશ્વરજ્ઞાન નિત્ય હોઈ જન્ય જ નથી. એટલે તેનું પ્રમા હોવું કે ભ્રમ હોવું અસંભવ છે. નૈયાયિકોએ યથાર્થાનુભવરૂપે પણ પ્રમાની વ્યાખ્યા કરી છે. આ દષ્ટિએ તેઓ ઈશ્વરજ્ઞાનને પ્રમા ગણી શકે. પરંતુ ‘પેંડનુપતબ્ધ તત્વમાનમ્' - એ જેમિનિસૂત્રને અનુસરનારા દાર્શનિકો ઈશ્વરજ્ઞાનને પ્રમા કહી શકે નહિ. વળી, અદ્વૈતસિદ્ધાન્તમાં ઈશ્વરજ્ઞાનમાં જે જ્ઞાનત્વ છે તે મુખ્ય નથી પણ ગૌણ છે. જેમ સ્મૃતિ ઈચ્છાદિની જનક હોવાથી તેને ગૌણભાવે જ્ઞાન કહેવામાં આવે છે તેમ ઈશ્વરજ્ઞાન પણ ઈચ્છાદિનું જનક હોવાથી તેને ગૌણભાવે જ્ઞાન કહેવામાં આવે છે. ઉપરાંત, અદ્વૈતસિદ્ધાન્તમાં ઈશ્વરજ્ઞાન નિત્ય નથી. પ્રાણીઓના કર્મવશે ઈશ્વરોપાધિ માયાની કે અવિદ્યાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેથી ઈશ્વરમાં
સ્મૃતિ પણ સ્વીકારવામાં આવી છે. આ વાત વિવરણાચાર્યે સ્પષ્ટપણે કહી છે. અને લઘુચન્દ્રિકાકારે પણ તેનું સમર્થન કર્યું છે. તેથી જ મીમાંસાન્યાયપ્રકાશકાર આપોદેવે ન્યાયપ્રકાશના પ્રારંભે કહ્યું છે કે ઈશ્વર વીતી ગયેલા કલ્પના વેદનું સ્મરણ કરીને આ કલ્પમાં ઉપદેશ આપે છે. ઈશ્વરમાં સ્મરણરૂપ જ્ઞાનનો સ્વીકાર ન્યાયાદિશાસ્ત્રવિરુદ્ધ છે. અદ્વૈત વેદાન્તમાં