________________
३२
શાંકર વેદાન્તમાં અવિવાવિચાર આપત્તિનું સમાધાન સુખવિષયક સંસ્કારના આધાનનું પ્રતિપાદન કરતી વખતે જ છે, એટલે . પુનરુક્તિની જરૂર નથી. અદ્વૈતસિદ્ધિકારે અદ્વૈતવેદાન્તની મર્યાદા જાળવવા માટે સર્વત્ર વિવરણસિદ્ધાન્તનું સમર્થન કર્યું છે, ઉશૃંખલપણે પરસ્પરવિરુદ્ધ વાત કરી નથી. | મધ્ય વગેરે આચાર્યોના અદ્વૈતવાદખંડનનો સબળ પ્રતિકાર કરવા માટે જ અદ્વૈતસિદ્ધિકાર પ્રવૃત્ત થયા છે. ઉશૃંખલપણે પરસ્પરવિરુદ્ધ વાત કરે તો ખંડનનો સુયોગ્ય સબળ પ્રતિકારતે કરી શકે નહિ. અપ્પય્યદીક્ષિત વગેરે આચાર્યો ન્યાયામૃત આદિ ગ્રન્થોનો પ્રતિવાદ કરવાનું સાહસ કરતા નથી. એકમાત્ર અદ્વૈતસિદ્ધિ ગ્રંથ જ અદ્વૈતવાદના સ્તંભરૂપ છે. અદ્વૈતવાદમાં આવો બીજો એકેય ગ્રંથ નથી જેનું અવલંબન લઈને મધ્ય વગેરે પૂર્વપક્ષીએ કરેલા અદ્વૈતવાદખંડનનું યથાયથ સમાધાન કરી શકાય. અપ્પય્યદીક્ષિત વગેરે દ્વારા વિરચિત માધ્યસિદ્ધાન્તખંડન માટેના અનેક ગ્રંથો હોવા છતાં માધ્વાચાર્યો દ્વારા ઉભાવિત અદ્વૈતસિદ્ધાનખંડનનું સમાધાન કરવા સમર્થ આમાંનો કોઈ ગ્રંથ નથી. અદ્વૈતસિદ્ધિમાં જેટલું પ્રગાઢ પાંડિત્ય છે તેટલું પાંડિત્ય એમનામાંથી કોઈનામાં નથી. તે બધા કોઈ એક વિષય લઈ અનેક કોટિપ્રકોટિ પ્રદર્શનપૂર્વક અનેક વાતો કહેવામાં વ્યસ્ત-અભ્યસ્ત છે. પરંતુ આમૂલ અદ્વૈતસિદ્ધાન્તનું સમર્થન કરી તપૂર્વક માધ્વાચાર્યપ્રદર્શિત ખંડનરાશિનું સમાધાન કરવું એમને માટે એકાન્તપણે અસંભવ છે. એકમાત્ર અદ્વૈતસિદ્ધિકાર મધુસૂદન સરસ્વતી જ અદ્વૈતવેદાન્તનું સમ્માનરક્ષણ કરી ગયા છે. મધુસૂદન. સરસ્વતીના કંઈક અંશે પૂર્વવર્તી નૃસિંહાશ્રમે પણ વિવરણટીકા ભાવપ્રકાશિકામાં વિચ્છિન્નપણે અને અતદીપિકામાં ધારાવાહિકપણે માધ્યપ્રદર્શિત ખંડનનું સમાધાન કરવાનો પ્રયાસ અવશ્ય ર્યો છે. પરંતુનૃસિંહાશ્રમના ગ્રન્થથી અદ્વૈતસિદ્ધિ ગ્રંથ વધારે પ્રગાઢ અને અદ્વૈતસિદ્ધાન્તના પૂર્ણ રહસ્યનો વ્યંજક છે. તેથી જેઓ અદ્વૈતસિદ્ધાન્તનું પૂર્ણ રહસ્ય જાણવાના અને નવ્યરીતિનું અવલંબન કરીને શાસ્ત્રનો ઊહાપોહ કરવાના ઈચ્છુક છે તેમને માટે અતસિદ્ધિ ગ્રંથ જ એકમાત્ર અવલંબન છે. અદ્વૈતસિદ્ધિની ટીકાઓમાં બ્રહ્માનંદ સરસ્વતીપ્રણીત લઘુચદ્રિકા ટીકા જ અદ્વૈતસિદ્ધાન્તનું રહસ્ય ઉદ્ઘાટિત કરવામાં શીર્ષસ્થાને છે. રામાનુજ સંપ્રદાયના પરમ આચાર્ય નિગમાન્તદેશિક વેંકટનાથે પોતાના શતદૂષણી ગ્રંથમાં અદ્વૈતવાદખંડનના બહુ પ્રયાસો કર્યા છે. છાસઠ પ્રકરણો ધરાવતો રાતદૂષણી ગ્રંથ પ્રકાશિત છે. આ ગ્રંથની મહાચાર્યપ્રણીત ચણ્ડમારુત ટીકામાં અતિસૂક્ષ્મ રીતે અદ્વૈતસિદ્ધાન્તનું ખંડન કરવામાં આવ્યું છે. જેમણે ધ્યાન દઈ અતસિદ્ધિ અને લઘુચન્દ્રિકાનું અધ્યયન કર્યું છે તેઓ ચંડમારુતગત ખંડનનું સમાધાન કરવા સમર્થ હોય છે. રામાનુજમતાનુસારી અનન્તાચાર્ય પોતાના ન્યાયભાસ્કર ગ્રંથમાં લઘુચન્દ્રિકાના સિદ્ધાન્તના ખંડન માટે અદ્વૈતસિદ્ધિના પ્રથમ પરિચ્છેદમાં પ્રદર્શિત પ્રપંચમિથ્યાત્વાનુમાનના દોષો દર્શાવે છે. લઘુચન્દ્રિકામાં મિથ્યાત્વાનુમાનમાં જે સમસ્ત યુક્તિઓ આપવામાં આવી છે, ન્યાયભાસ્કરમાં તેમના દોષો દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મિથ્યાત્વાનુમાનના સોપાધિત્વનિરાસ’ સુધીના ભાગમાં બહ્માનંદે જે કહ્યું છે, તેના ખંડનનો પ્રયાસ પણ ન્યાયભાસ્કરકારે કર્યો છે. ન્યાયભાસ્કરકાર મહાનૈયાયિક હતા. નવ્યરીતિને અનુસરી તેમણે સૂક્ષ્મ વિચારણા કરી છે, એમાં કોઈ સંદેહ નથી. લઘુચન્દ્રિકાની વિઠ્ઠલેશી ટીકામાં આ ખંડનના સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને રામસુબ્બા શાસ્ત્રીએ પણ પોતાના ગ્રંથ ન્યાયભાસ્કરખંડનમાં ન્યાયભાસ્કરકાર પ્રદર્શિત દૂષણોનું સમાધાન કર્યું છે.
ખરેખર તત્ત્વતઃ તો અદ્વૈતવેદાન્તસિદ્ધાન્ત પ્રમાણે અવિઘાવૃત્તિમાત્રમાં જ્ઞાનત્વ પણ નથી