________________
અવિવાનું લક્ષણ પ્રથમ પણ ઘટના સંસ્કાર થાય. જો કે પૂર્વપક્ષી સુખાવચ્છિન્નચેતન્યની સૂક્ષ્માવસ્યારૂપ પ્રસ્તુત નારા છે એમ કહે છે, તેમ છતાં ચેતજનોનારાઅરાજ્ય હોઈ સુખનો નાશજ સુખાવચ્છિન્નચેતન્યનો નાશ છે અને એને જ સુખસંસ્કાર કહ્યો છે. પરંતુ વિષયનાશને વિષયસંસ્કાર તરીકે સ્વીકારવામાં અત્યન્ત ગૌરવદોષ રહેલો છે. તેથી સુખના આકારવાળી વૃત્તિના નાશને જ સુખસંસ્કાર કહેવો ઉચિત છે. આ જ સુખાકારવાળી અવિદ્યાવૃત્તિને સ્વીકારનાર ચિંતકોનું કહેવું છે.
વસ્તુતઃ વિવેચન કરીએ તો જણાય છે કે સુખાકારવાળી અવિદ્યાવૃત્તિના સ્વીકાર વિના પણ સુખાકારવાળો સંસ્કાર ઉપપન્ન થઈ શકે, ઘટી શકે. સ્વભાવસ્વચ્છ સુખપદાર્થમાં ચૈતન્ય સ્વભાવતઃ જ પ્રતિબિંબિત થાય છે. સુખમાં પ્રતિબિંબિત ચૈતન્ય જ સુખજ્ઞાન છે. સુખનો નાશ થતાં સુખપ્રતિબિંબિતત્વવિશિષ્ટ ચૈતન્યનો પણ નાશ થાય. એ નાશ જ સુખાકારવાળો સંસ્કાર છે, સુખસંસ્કાર છે. જો કે અદ્વૈતસિદ્ધિ વગેરે ગ્રંથોમાં સાહિભાસ્ય સુખને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં આવી છે, તેમ છતાં અદ્વૈતદીપિકા વગેરે ગ્રંથોમાં સાક્ષિભાસ્ય સુખને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં આવી નથી. આમ સાક્ષિભાસ્ય વસ્તુને વિષય કરનારી અવિદ્યાવૃત્તિનો સ્વીકાર અને અસ્વીકાર બંને અદ્વૈતવાદીઓને માન્ય છે. ૫ - જેઓ સાક્ષિભાસ્ય સુખાદિને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ સ્વીકાર્યા વિના જ સુખાદિવિષયક સંસ્કારને ઘટાડે છે તેઓ સાક્ષિભાસ્ય રજતાદિને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ સ્વીકાર્યા વિના જ રજતાદિવિષયક સંસ્કારને ઘટાડે છે. સાક્ષિભાસ્ય વસ્તુને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ તે જ વસ્તુવિષયક સંસ્કારના આધાનને માટે જ સ્વીકારવામાં આવી છે. અવિદ્યાવૃત્તિ અજ્ઞાનની નિવર્તક નથી, વિષયની પ્રકાશક પણ નથી. સાક્ષિભાસ્ય વસ્તુને વિષય કરનારું અજ્ઞાન જ અશક્ય છે, અસિદ્ધ છે તેમજ પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિ જ અજ્ઞાનની વિરોધી (નિવર્તક) છે. એટલે અજ્ઞાનનિવૃત્તિરૂપ પ્રયોજન માટે અવિદ્યાવૃત્તિના સ્વીકારની વાત જ ઉપસ્થિત થતી નથી. તેથી સંસ્કારને ઘટાવવા માટે જ અવિદ્યાવૃત્તિને સ્વીકારવામાં આવી છે. આ સંસ્કાર જો બીજી રીતે ઘટતો હોય તો રજતાદિને વિષય કરનારી અવિદ્યાવૃત્તિને સ્વીકારવાની કોઈ આવશયકતા નથી. તેથી જેઓ સુખાદિને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ સ્વીકારતા નથી તેઓ રજતાદિને વિષય કરનારી અવિઘાવૃત્તિને પણ સ્વીકારતા નથી. આમાં નૃસિંહાશ્રમ વગેરે આચાર્યોની સંમતિ છે. પરંતુ અદ્વૈતસિદ્ધિકાર બંને સ્થળે અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કરે છે. તે વિવરણને અનુસરે છે. રજતવિષયક અવિદ્યાવૃત્તિને સ્વીકાર્યા વિના તો કેવળ વિષયાધ્યાસની જ વાત કરી શકાય પરંતુ જ્ઞાન અને વિષય બંનેના અધ્યાસની વાત ન કરી શકાય. રજતવિષયક અવિદ્યાવૃત્તિના સ્વીકાર વિના જ્ઞાન અને વિષય બંનેનો અધ્યાસ સંભવે નહિ. વિવરણકાર જ્ઞાન અને વિષય બંનેનો અધ્યાસ સ્વીકારે છે તેમ જ ઈદમાકારવાળી અન્તઃકરણવૃત્તિ અને રજતાકારવાળી અવિદ્યાવૃત્તિ સ્વીકારીને અખ્યાતિમતપ્રવેશની આપત્તિનું ઉત્થાપન કરે છે અને પછી તેનું સમાધાન કરે છે. અખ્યાતિવાદીઓ વિસંવાદી પ્રવૃત્તિના જનક તરીકે, જેમના ભેદનું ગ્રહણ થયું નથી એવાં બે જ્ઞાનોને સ્વીકારે છે. જેઓ પ્રતિભાસિક રજતને વિષય કરનારી અવિદ્યાવૃત્તિ સ્વીકારતા નથી તેઓ ઈદમાકારવાળી અન્તઃકરણવૃત્તિ દ્વારા અભિવ્યક્ત સાહિચૈતન્યાભિન્ન ઈદઅંશાવચ્છિન્ન ચૈતન્ય દ્વારા જ ઈદઅંશાવચ્છિન્ન ચૈતન્યમાં અધ્યસ્ત રજત ભાસ્ય બને છે એમ કહે છે. વળી, રજતાકારવાળી અવિદ્યાવૃત્તિની આવશ્યક્તા નથી કારણકે ઈદેવૃત્તિ દ્વારા જ રજતવિષયક સંસ્કારનું આધાન થાય છે એમ તેઓ કહે છે. ભિન્નવિષયક વૃત્તિ ભિન્નવિષયક સંસ્કારની જનક કેવી રીતે બને ? આ