________________
૩૦
શાંકર વેઠાન્તમાં અવિધાવિચાર
એમ સ્વીકારવું જ પડશે. જો અહીં સુખાકારવાળી અવિદ્યાવૃત્તિ દ્વારા સુખાકાર સંસ્કાર અને સુખાકાર સંસ્કારમાંથી સુખસ્મૃતિ સ્વીકારતા હોઈએ તો વર્તમાનસુખની બાબતમાં પણ સુખવિષયક અવિદ્યાવૃત્તિ દ્વારા જ સુખાકાર સંસ્કાર અને તે દ્વારા સુખસ્મૃતિ ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવું ઉચિત છે. નિરપવાદપણે સઘળા સુખસંસ્કાર સુખાકારવાળી અવિદ્યાવૃત્તિથી જન્ય છે એમ સ્વીકારવું જોઈએ; કોઈક સુખસંસ્કાર સુખાકારવાળી અવિદ્યાવૃત્તિથી જન્ય છે અને કોઈ સુખસંસ્કાર સુખાકારવાળી અવિદ્યાવૃત્તિથી જન્ય નથી એમ સ્વીકારવું ન જોઈએ. સુખ સાથેના તાદાત્મ્યને કારણે ચૈતન્યની સુખવિષયકતા છે એમ જે પૂર્વે કહ્યું છે તે યોગ્ય નથી, કારણ કે સુખસંસ્કારકાળે સુખ વિદ્યમાન ન હોવાથી અવિદ્યમાન સુખ સાથેનું તાદાત્મ્ય ચૈતન્યમાં હોઈ શકે નહિ. તેથી સુખાકારવાળી અવિદ્યાવૃત્તિના નારાને જ સુખાકારવાળો સંસ્કાર કહેવો ઉચિત છે અને સુખાકારવાળી અવિદ્યાવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જ સુખનો સાક્ષી છે, ભાસક છે, વેદક છે.
જ્ઞાનમાંથી સંસ્કાર જન્મે છે. જે વિષયનો સંસ્કાર હોય તે જ વિષયના જ્ઞાનથી તે સંસ્કાર ઉત્પન્ન થયો હોય છે..તેથી સુખવિષયક સંસ્કાર સુખવિષયક જ્ઞાનથી જ જન્મે. પરંતુ તેથી એમ કહેવાની કોઈ જ આવશ્યકતા નથી કે જે વિષયનો સંસ્કાર હોય તે જ વિષયની વૃત્તિથી તે સંસ્કાર ઉત્પન્ન થાય. વૃત્તિ સંસ્કારની જનક બને છે ત્યારે તે વૃત્તિ જ્ઞાન હોવાને કારણે જ તેની જનક બને, છે. જેમ વૃત્તિને જ્ઞાન કહેવામાં આવે છે તેમ ચૈતન્યને પણ જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન સંસ્કારનું જનક છે એમ કહેવાનો અર્થ એ થાય કે વૃત્તિરૂપ જ્ઞાન અને ચૈતન્યરૂપ જ્ઞાન બંને સંસ્કારના જનક બની શકે છે. વૃત્તિ-ચૈતન્યસાધારણ એવું જે સંસ્કારજનક જ્ઞાન તેને આ પ્રમાણે વર્ણવી રાકાય – જેના અસત્ત્વના આપાઠક અજ્ઞાનના વિરોધીથી વિશિષ્ટ જે ચૈતન્ય તે ચૈતન્ય જ તેનું જ્ઞાન. અમુક વસ્તુના અસત્ત્વના આપાદક અજ્ઞાનનું જે કોઈ વિરોધી તેનાથી વિશિષ્ટ ચૈતન્ય જ તે વસ્તુનું જ્ઞાન છે. ઉદાહરણાર્થ, ઘટના અસત્ત્વના આપાદક અજ્ઞાનની વિરોર્ધી છે ઘટાકારવાળી પ્રમાણવૃત્તિ અને તે પ્રમાણવૃત્તિથી વિશિષ્ટ ચૈતન્ય જ છે ઘટનું જ્ઞાન. અહીં ઘટના અસત્ત્વના આપાઠક છે અજ્ઞાનના વિરોધીથી વિશિષ્ટ બનવા માટે ચૈતન્યને ઘટાકારવાળી પ્રમાણવૃત્તિની અપેક્ષા છે. ઘટાકારવાળી પ્રમાણવૃત્તિની અપેક્ષા કરીને ચૈતન્ય ઘટજ્ઞાનરૂપ બની શકે છે. પરંતુ સુખજ્ઞાનરૂપ બનવા માટે ચૈતન્યને સુખાકારવાળી વૃત્તિની અપેક્ષા નથી. તેનું કારણ એ કે સુખવિષયક અજ્ઞાન જ સંભવતું નથી. તેથી સુખસ્વરૂપ જ (અર્થાત્ સુખ પોતે જ) સુખના અસત્ત્વના આપાઠક અજ્ઞાનનું વિરોધી છે. પરંતુ ઘટવસ્તુ પોતે જ ઘટના અસત્ત્વના આપાદક અજ્ઞાનની વિરોધી નથી. સુખના અસત્ત્વના આપાદક અજ્ઞાનનું વિરોધી સુખ પોતે જ છે, અને સુખથી વિશિષ્ટ ચૈતન્ય જ સુખજ્ઞાન છે. ચૈતન્ય નિત્ય વસ્તુ હોવા છતાં સુખવિશિષ્ટ ચૈતન્ય નિત્ય વસ્તુ નથી કારણ કે સુખ પોતે જ અનિત્ય છે. આ અનિત્ય સુખથી વિશિષ્ટ ચૈતન્ય અનિત્ય હોઈ તેમાંથી સુખનો મનઃ પરિણામરૂપ સંસ્કાર ઉત્પન્ન થઈ શકે. અને તેથી સુખાકારવાળી અવિદ્યાવૃત્તિ માનવાની જરૂર નથી.
આના ઉત્તરમાં નીચે મુજબ કહેવામાં આવે છે. સંસ્કાર વિષયના આકારવાળી વૃત્તિના નારારૂપ છે એ હકીકત સૌ સ્વીકારે છે. પૂર્વ પક્ષી જે રીતે સુખસંસ્કારની ઉપપત્તિ કરે છે, ઘટાવે છે, તે ઉપરથી તો સ્પષ્ટ છે કે સુખસંસ્કાર સુખના આકારવાળી વૃત્તિના નારારૂપ નથી; તે સુખના નારારૂપ છે, વિષયનો નારા જ વિષયનો સંસ્કાર છે એમ કહેવામાં આવ્યું છે. એટલે ઘટનો નાશ