________________
અવિવાનું લક્ષણ પ્રથમ
૨૯ અદ્વૈતસિદ્ધાન્તમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આ બાબતમાં આચાર્યોમાં મતભેદ જણાય છે. જો કે અદ્વૈતસિંદ્રિકા અને લઘુચન્દ્રિકાકારે સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કર્યો છે તો પણ સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિનો બધા સ્વીકાર કરતા નથી. સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિ વિના જ સુખાદિ સાક્ષાત્ સાક્ષિઘ છે એવો તેમનો મત છે. સંસકારનું આધાન સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિ વિના પણ ઘટી શકે છે.
સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિ સ્વીકારવી યોગ્ય છે કે નહિ એનો વિચાર કરીએ. પ્રશ્ન થાય કે સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિ સ્વીકારવાની આવશ્યક્તા શી છે? આના ઉત્તરમાં કહેવામાં આવે છે કે સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિ સ્વીકારવામાં ન આવે તો કાલાન્તરે સુખાદિનું સ્મરણ થઈ શકે નહિ. આના વિરુદ્ધ પ્રત્યુત્તરમાં નીચે પ્રમાણે કહેવામાં આવે છે. કોઈ પણ પુરુષને ‘સુલ’ એ રીતે ઉદાસીનભાવેતટસ્થકેવળ સુખનો અનુભવ થતો નથી પરંતુ “મને આ વિષય દ્વારા સુખનો અનુભવ થાય છે એવો અનુભવ થાય છે. સુખાનુભવકાળે ઈતર વિષયનું જ્ઞાન પણ હોય છે. આમ સુખાતિરિત ઘટપટાદિવિષયક પ્રમાણવૃત્તિ અવશ્ય સુખાનુભવકાળે હોય છે. સુખાનુભવકાળે પ્રમાણવૃત્તિ હોય નહિ એન બને. તેથી સુખાનુભવકાળે જે પ્રમાણવૃત્તિથી અવચ્છિન્નચેતવમાં જે જે વિષય ભાસમાન થાય તે જ પ્રમાણવૃત્તિની સૂક્ષ્માવસ્યા પોતે જ તે ભાસમાન સઘળા વિષયોના સંસ્કાર છે. આ રીતે સ્વીકારીએ તો જ સુખાદિકાલીન ઘટાઘાકાર અન્તઃકરણવૃત્તિનો નાશ જ - આ નારા એ વૃત્તિની સૂક્ષ્માવસ્યારૂપજ છે – ઘટાદિના સંસ્કારની જેમ સુખાદિનો સંસ્કાર છે એમ કહી શકાય. તેથી સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિ માનવાની આવશ્યક્તા નથી.
આના વિરુદ્ધ કહેવામાં આવે છે કે સુખાદિવિષયક સ્મૃતિમાં હેતુ છે સુખાદિવિષયક સંસ્કાર. સુખસંસ્કાર સુખવિષયંક જ હોય. સુખ સાથે સુખસંસ્કારનો સંબંધ સુખાકારતા છે. સુખ સાથે સુખસંસ્કારનો આકારાખ્ય સંબંધ છે. આમ સ્વીકારવું જ જોઈએ. સુખાકાર સંસ્કાર તો જ સંભવે જો ઉક્ત સંસ્કાર સુખાકાર અવિઘાવૃત્તિજન્ય હોય. ઘટાઘાકારવાળી અન્તઃકરણવૃત્તિથી જન્ય સંસ્કારમાં ઘટાઘાકારાખ્ય સંબંધ હોવા છતાં સુખાદિ સાથે ઉક્તસંસ્કારની સુખાકારાખ્ય - સંબંધ નથી. તેથી ઘટાઘાકારવાળી અન્તઃકરણવૃત્તિથી જન્ય સંસ્કાર ઘટસંસ્કાર હોવા છતાં તે સુખસંસ્કાર નથી. અને જે સુખસંસ્કાર નથી તેનાથી સુખસ્મૃતિ થઈ શકે નહિ. આના ઉત્તરમાં નીચે પ્રમાણે કહેવામાં આવે છે. ઘટાઘાકારવાળી અન્તઃકરણવૃત્તિની સૂક્ષ્માવસ્થા જ ઘટાદિનો સંસ્કાર છે. આ સૂક્ષ્માવસ્યા જેમ અન્તઃકરણવૃત્તિની સૂક્ષ્માવસ્થા છે તેમ તે વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યની પણ સૂકમાવસ્થા છે. તેથી અન્તઃકરણવૃત્તિની સૂક્ષ્માવસ્થામાં તે વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યનું સૂક્ષ્માવસ્થાપણું સ્વીકારવામાં કોઈ આપત્તિકે વાંધો હોઈ શકે નહિ. ઘટાઘાકારવાળી અન્તઃકરણવૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યની સાથે જેમ ઘટાદિનું તાદામ્ય છે તેમ તાદશ ચૈતન્યની
સાથે સુખાદિનું પણ તાદામ્ય છે. તેથી ઘટાઘાકારવાળી અન્તઃકરણવૃત્તિથી અવચ્છિન્નચૈતન્યની - સૂક્ષ્માવસ્થારૂપ સંસ્કાર જેમ ઘટયદિવિષયક છે તેમ સુખાદિવિષયક પણ છે – હોઈ શકે છે. તેથી સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિને સ્વીકારવાની જરૂર નથી.
આની સામે કહેવામાં આવે છે કે વર્તમાન સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિનો સ્વીકાર ન કરીએ તો પણ અતીતસુખદિવિષયક અનુમિત્યાદિરૂપ અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કર્યા વિના ચાલશે નહિ. અતીતસુખાદિવિષયક અનુમિતિરૂપ અવિદ્યાવૃત્તિના નાશરૂપ સંસ્કારમાંથી સુખની સ્મૃતિ જન્મે છે. અર્થાત્ અહીં સુખવિષયક વૃત્તિના નારારૂપ સંસ્કારમાંથી સુખની સ્મૃતિ થાય છે