________________
૨૮
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર નથી, સુખદુઃખાદિવિષયક અવિદ્યાવૃત્તિરૂપ જ્ઞાનાભાસમાં પણ નથી અને સ્મૃત્યાત્મક અવિદ્યાવૃત્તિરૂપ જ્ઞાનાભાસમાં પણ નથી. જેમ જ્ઞાન ઇચ્છાદિનું જનક છે તેમ સ્મૃતિરૂપ અવિદ્યાવૃત્તિ પણ ઈચ્છાદિની જનક છે, એટલે આ સામ્યને આધારે કેટલીક વાર સ્મૃતિને પણ શાને કહેલ છે એટલું જ. ખરેખર સ્મૃતિ જ્ઞાન નથી. તે અગૃહીતગ્રાહી, અજ્ઞાતાર્થને જાણનારી નથી. એટલે તે અજ્ઞાનનિવર્તક યા અજ્ઞાનવિરોધી નથી.
સુખદુઃખાદિવિષયક અવિદ્યાવૃત્તિમાં જ્ઞાનત્વ નથી અને પરિણામે પ્રમાત્વ પણ નથી. તો પછી સુખાદિજ્ઞાનમાં (સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિમાં) પ્રમાત્વનું સમર્થન કરવામાં કેમ આવ્યું છે? એમ કરવાનો અભિપ્રાય એ છે કે શુક્તિમાં રજતજ્ઞાન પછી જેમ “નેરનામુ’ (‘આ રજત નથી) એ બાધપ્રતિસંધાન થાય છે અર્થાતુ વિપરીત પ્રમાનો ઉદય થાય છે તેમ સુખદુઃખાદિજ્ઞાન પછી થતું નથી. અવિદ્યાવૃત્તિરૂપ પ્રસિદ્ધ ભ્રમજ્ઞાનથી સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિનું આ જ . વિલક્ષણ્ય છે. કેવળ તે વૈલક્ષણ્ય પ્રતિ જ દષ્ટિપાત કરી આચાર્ય સુખદુઃખાદિવિષયક અવિદ્યાવૃત્તિના પ્રમાત્વનું સમર્થન કરે છે. પરંતુ પ્રસિદ્ધ ભ્રમજ્ઞાનની જેમ સુખાદિજ્ઞાન પણ અજ્ઞાનવિરોધી અર્થાતુ અજ્ઞાનનિવર્તક નથી. બીજા શબ્દોમાં, જેમશુક્તિરજતજ્ઞાન અગૃહીતગ્રાહિ નથી તેમ સુખાદિજ્ઞાન પણ અગૃહીતગ્રાહિ નથી. તેનું કારણ એ છે કે જેમશુક્તિરજત કદી અજ્ઞાત સંભવતી નથી તેમસુખ પણ કદી અજ્ઞાત સંભવતું નથીગુક્તિરજાના અસ્તિત્વની જેમ સુખનું અસ્તિત્વ પણ અજ્ઞાત સંભવતું નથી. ગુક્તિરજતની જેમ સુખ પણ પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે.. તેથી જેમ ગુક્તિરજતજ્ઞાનમાં અજ્ઞાતશુક્તિરજતગ્રાહિત્વ નથી તેમ સુખશામમાં પણ અજ્ઞાતસુખગ્રાહિત્ય નથી. જેમ શુક્તિરજતજ્ઞાન અજ્ઞાનનિવર્તક નથી તેમ સુખજ્ઞાન પણ અજ્ઞાનનિવર્તક નથી. તેથી જેમશુક્તિરજતજ્ઞાન જ્ઞાનાભાસ છે તેમસુખજ્ઞાન પણ જ્ઞાનાભાસ છે.
અન્તઃકરણવૃત્તિ જ જ્ઞાન છે, પ્રમા છે કારણકે તે જ અજ્ઞાનનિવર્તક છે. જેઓ અન્તઃકરણવૃત્તિને ચિદુપરાગનું પ્રયોજન સાધી આપનાર માને છે તેઓ પણ તેનું અજ્ઞાનનિવર્તકત્વ તો સ્વીકારે જ છે. ચિદુપરાગરૂપ પ્રયોજન સિદ્ધ કરનારી અન્તઃકરણવૃત્તિ અજ્ઞાનનિવર્તકન હોય તો તેનામાં અજ્ઞાતાર્થવિષયકત્વ પણ ન હોય અને પરિણામે તે પ્રમાવૃત્તિ બની શકે જ નહિ. વળી, ચિદુપરાગરૂપ પ્રયોજન સિદ્ધ કરનારી અન્તઃકરણવૃત્તિ અજ્ઞાતાર્થવિષયકન હોય તો ‘અર્થેડનુપૂતળે તત્વમા” એ જેમિનિસૂત્ર (૧.૧.૫) નું અનુસરણ પણ સંભવિત બનશે નહિ. તેથી જેઓ સિદ્ધાન્તલેશ વગેરે ગ્રન્થને આધારે વૃત્તિની કેવળ ચિદુપરાગાર્થતા સમજ્યા છે તેઓ મહાપ્રસાદમાં પડ્યા છે. અન્તઃકરણવૃત્તિની ચિદુપરાગાર્થતાના વિવરણાચાર્યે દર્શાવેલા પક્ષમાં અન્તઃકરણવૃત્તિમાં અજ્ઞાનનિવર્તિત્વ નથી એમ ધારી વિવરણનાં ટીકાકારો પણ વિભ્રાન્ત થયા છે. આ કારણે જ અન્તઃકરણવૃત્તિના ચિદુપરાગાર્થપામાં અજ્ઞાનનિવર્તિત્વ નથી એમ માની ન્યાયામૃતમારે વારંવાર બહુ દોષો દર્શાવ્યા છે. પરંતુ અહીં ન્યાયામૃતકારમાં કોઈ ન્યૂનતા, દોષ કે ગેરસમજ નથી. ન્યૂનતા, દોષ કે ગેરસમજ તો વિવરણના ટીકાકારો અને સિદ્ધાન્તસંગ્રહકારોમાં છે. લઘુચન્દ્રિકાના પ્રતિકર્મવ્યવસ્થાપ્રકરણનું બરાબર અવલોકન કરતાં પ્રમાણજન્ય અન્તઃ- . કરણવૃત્તિમાત્રમાં જે અાનનિવર્તતા છે તેને સુસ્પષ્ટરૂપે સમજી શકાય છે અને પ્રમાણલક્ષણ તેમ જ જૈમિનિસૂત્રની મર્યાદા પણ રક્ષિત થતી સમજાય છે.
સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિમાંથી સંસ્કાર અને સંસ્કારમાંથી કાલાન્તરે સુખાદિનું સ્મરણ થાય છે. કાલાન્તરે સુખાદિના સ્મરણના નિર્વાહ માટે જ સુખાદિવિષયક અવિદ્યાવૃત્તિનો