________________
२७
અવિઘાનું લક્ષણ - પ્રથમ હેત્વાભાસ હેતુ નથી તેમ જ્ઞાનાભાસ જ્ઞાન નથી. અવિદ્યાવૃત્તિ જ્ઞાન નથી કારણ કે તે અજ્ઞાનની નાશક નથી. તેમ છતાં શુક્તિરતાદિના જ્ઞાનાભાસને પણ જ્ઞાન કહેવામાં આવ્યું છે તેનું કારણ તો એ છે કે જેમ જ્ઞાન સંસ્કાર અને ઈચ્છાનું જનક છે તેમ જ્ઞાનાભાસ પણ સંસ્કાર અને ઈચ્છાનો જનક હોય છે અને એટલે જ્ઞાનાભાસમાં પણ જ્ઞાન પદનો ઔપચારિક પ્રયોગ થાય છે.
અમે અજ્ઞાનનિવર્તક અન્તઃકરણવૃત્તિની જ જ્ઞાન પદના અર્થ તરીકે નિર્દેશ કર્યો છે. પરંતુ વિવરણના પ્રથમ વર્ણકમાં વિવરણાચાર્ય કહે છે કે અતઃકરણપરિણામ જ્ઞાન નથી. અન્તઃકરણવૃત્તિમાં જ્ઞાનત્વનો ઉપચાર થાય છે. અજ્ઞાનવિરોધી અન્તઃકરણવૃત્તિને જ્ઞાન કહેતાં વિવરણવાક્ય સાથે વિરોધ થાય એમ ધારવું યોગ્ય નથી. વિવરણવાક્યમાં પ્રકાશરૂપ ચેતન્યને જ જ્ઞાન” પદપ્રતિપાઘગણીને અન્તઃકરણવૃત્તિમાં જ્ઞાન” પદનો ઉપચાર સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ અજ્ઞાનવિરોધી મારૂપ અન્તઃકરણવૃત્તિથી વિશિષ્ટ થઈને જ ચૈતન્ય અજ્ઞાનનું વિરોધી બને છે. તેથી અજ્ઞાનનિવર્તિત્વને કારણે જ “જ્ઞાન” પદ અન્તઃકરણવૃત્તિમાં પ્રયોજાય છે. એટલે જ અન્તઃકરણવૃત્તિમાં પ્રયુક્ત જ્ઞાનપદ ઔપચારિક નથી જ. પરંતુ અવિદ્યાવૃત્તિમાં પ્રકાશરૂપત્રક અજ્ઞાનનિવર્તિત્વન હોવાથી અવિદ્યાવૃત્તિ જ્ઞાન નથી જ.
અહીં કોઈને શંકા થાય કે અવિદ્યાવૃત્તિ જો જ્ઞાન ન હોય પણ પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિ જ જો જ્ઞાન હોય તો જ્ઞાનમાત્ર પ્રમા છે એમ સ્વીકારવું અદ્વૈતવાદી માટે ઉચિત ગણાશે. અપ્રમામાત્ર અવિદ્યાવૃત્તિ છે. તેથી જ્ઞાનમાં ઔત્સર્ગિક પ્રામાણ્ય છે એમ ભાદૃ મતમાં જે સ્વીકારાયું છે તે અદ્વૈત વેદાન્તીએ સ્વીકારવાની આવશ્યક્તા નથી. તેણે તો જ્ઞાનમાં નિરપવાદ પ્રામાયના નિયમનો સ્વીકાર કરવો જોઈએ. ભાદૃ મતમાં પ્રામાણ્ય સ્વતઃ હોવા છતાં પ્રામાણ્યનું અપવાદક (બાધક) કોઈ હોવાથી ઔત્સર્ગિક પ્રામાણ્ય પણ અપોદિત (બાધિત) થાય છે. ભાદમતમાં પ્રમા અને અપ્રમા એ બે પ્રકારના જ્ઞાનો છે એવું સ્વીકારાયું છે. તેથી અપ્રમા જ્ઞાન પણ, જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ હોવાના કારણે, પ્રમાત્વરૂપે ગૃહીત થાય છે અને પછી આ ગૃહીત થયેલું પ્રામાણ્ય તેના અપવાદક (બાધક) પ્રમાણ દ્વારા અપોદિત (બાધિત) થાય છે. પરંતુ અદ્વૈતવાદીના મતમાં અપ્રમા જ્ઞાન જ નથી. તેથી તેણે જ્ઞાનનું નિરપવાદ પ્રામાણ્ય જ સ્વીકારવું ઉચિત છે. તેણે જ્ઞાનનું પ્રામાણ્ય ઔત્સર્ગિક છે એ ભાદૃમતનો સ્વીકાર કરવો ઉચિત નથી. પરંતુ તે જ્ઞાનનું પ્રામાણ્ય ઔત્સર્ગિક છે એ ભામત સ્વીકારે છે. ચિસુખી વગેરે ગ્રંથોમાં જ્ઞાનનું ઓત્સર્ગિક પ્રામાણ્ય સમર્થિત થયું છે. - ' . આના ઉત્તરમાં અદ્વૈતવાદી નીચે મુજબ જણાવે છે. હા, અમે જ્ઞાનનું ઔત્સર્ગિક પ્રામાણ્ય સ્વીકાર્યું છે. જ્ઞાનના પ્રામાયવિચારમાં ઈચ્છાદિની જનક વૃત્તિમાત્રને જ્ઞાનરૂપે ગ્રહણ કરીને ઔત્સર્ગિક પ્રામાણ્ય દર્શાવાયું છે. અવિદ્યાવૃત્તિ પણ ઈચ્છાદિની જનક હોઈ, ઈચ્છાદિની જનક અન્તઃકરણવૃત્તિની જેમ અવિદ્યાવૃત્તિમાં “જ્ઞાન” પદનો ઔપચારિક પ્રયોગ થયો છે. વસ્તુતઃ અજ્ઞાનની નિવર્તક અન્તઃકરણવૃત્તિરૂપ જ્ઞાનમાં ઔત્સર્ગિક પ્રમાણ્ય નથી પણ નિરપવાદ પ્રમાય છે અને એ જ નિયમ છે. કેવળ વ્યવહાર માટ્ટનઃ' એ નિયમને જાળવવા માટે અદ્વૈતવાદી ઓત્સર્ગિક પ્રામાણ્ય સ્વીકારે છે. અન્યથા અહીં પ્રાભાકરમતનું અનુસરણ જ અદ્વૈતવાદીને માટે ઉચિત છે, અર્થાત્ નિરપવાદ પ્રામાણ્ય સ્વીકારવું ઉચિત છે.
વસ્તુતઃ અજ્ઞાનવિરોધિત્વરૂપ જ્ઞાનત્વ શુક્તિરતાદિવિષયક અવિદ્યાવૃત્તિરૂપજ્ઞાનાભાસમાં