________________
૨૬
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર નિયમ સ્વીકારાય નહિ અર્થાત્ અવિદ્યાવૃત્તિની અનુપધાનદશામાં સાદિ શુક્તિરજતનું અસત્ત્વ હોવા છતાં અનાદિ અવિદ્યાનું અસત્ત્વ હોતું નથી. વળી, ન્યાયામૃતકારે દર્શાવેલો નિયમ સ્વીકારીએ તો પણ કોઈ દોષ આવતો નથી કારણ કે અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ ધારાવાહિક રૂપે ઉત્પન્ન થાય છે, અવિદ્યાવૃત્તિનો વિચ્છેદ થતો નથી. આ અવિદ્યાવૃત્તિપરંપરા અતિ સૂક્ષ્મ છે. અવિદ્યાવૃત્તિ સર્વદા વિદ્યમાન હોય છે. તેથી અવિદ્યાવૃત્તિનું અનુપધાન સંભવતું નથી. પરિણામે અવિદ્યાનું પ્રથમ લક્ષણ સંપૂર્ણ નિર્દોષ ઠરે છે.૦૮
અહીં તરંગિણીકાર આપત્તિ આપે છે કે પ્રતિભાસકાલસ્થાયી સુખદુઃખાદિનો નારા સુખદુઃખાદિની પ્રતીતિ વિદ્યમાન હોય ત્યારે થઈ શકે નહિ. તેથી સુખદુઃખાદિની પ્રતીતિને નિત્યસાક્ષીસ્વરૂપ કહેવી ઊચિત નથી. નિત્ય સાક્ષી જો સુખાદિની પ્રતીતિ હોય તો પ્રતીતિ હોવા છતાં સુખાદિનો નાશ થાય છે એવું સ્વીકારવું પડે. પરંતુ એ તો અસંગત છે. સુખાદિપ્રતીતિની છે નિવૃત્તિ જ સુખાદિની નિવર્તક છે. સુખાદિપ્રતીતિની નિવૃત્તિ ન થાય તો સુખાદિનો નાશ થઈ શકે નહિ. સુખાદિનું બીજું કોઈ નારાક નથી. તેથી સુખાદિની પ્રતીતિ જેટલો વખત રહે છે તેટલો વખત જ સુખાદિ રહે છે. એટલે નિત્ય સાક્ષી પોતે સુખાદિપ્રતીતિરૂપ હોઈ શકે નહિ. અદ્વૈતવાદી કહે છે કે સુખાઘાકારવાળી અવિદ્યાવૃત્તિથી ઉપહિત ચૈતન્ય જ સુખાદિનું સાક્ષી છે, આ અવિદ્યાવૃત્તિનો નારા થતાં જ આ અવિદ્યાવૃત્તિથી ઉપહિત સાક્ષિચૈતન્યનો લોપ થાય છે અને પરિણામે આવા, સાક્ષીની અવિદ્યમાનતા થતાં જ સુખાદિનો પણ નાશ થાય છે, તરંગિણીકાર જણાવે છે કે અદ્વૈતવાદીએ આમ કહેવું યોગ્ય નથી કારણ કે અવિદ્યાવૃત્તિ દોષજન્ય હોઈ સુખાદિજ્ઞાનમાં ભ્રમત્નની આપત્તિ આવે. દોષજન્ય જ્ઞાન પ્રમા હોઈ શકે નહિ. પરિણામે સુખાદિજ્ઞાનમાં લોકસિદ્ધ વ્યાવહારિક પ્રમાત્મ પણ અસિદ્ધ થઈ પડે. ૯
આના ઉત્તરમાં ગૌડ બ્રહ્માનંદ કહે છે કે તરંગિણીકારે આમ કહેવું બરાબર નથી. સુખાદિની પ્રતીતિનો નાશ જ સુખાદિનો નાશક છે એમ માનવાને કોઈ કારણ નથી. સુખાદિ જન્ય વસ્તુ છે અને જન્ય વસ્તુનો નારા કારણનારાજન્ય પણ હોઈ શકે. તેથી સુખાદિની પ્રતીતિ સાક્ષિસ્વરૂપ હોવા છતાં પ્રતીયમાન સુખાદિનો નાશ થતાં અવિધમાન સુખાદિની પ્રતીતિ થાય નહિ. વળી, જો નિત્ય ચૈતન્યને સાક્ષી ન કહેતાં સુખાઘાકારવાળી અવિદ્યાવૃત્તિથી ઉપહિત ચૈતન્યને સાક્ષી કહેવામાં આવે તો એમાં કોઈ દોષ નથી. અવિદ્યાવૃત્તિ દોષજન્ય હોવા છતાં સુખાદિજ્ઞાનમાં અપ્રમાત્વની આપત્તિ આવતી નથી. સુખાઘાકારવાળી અવિદ્યાવૃત્તિ અનાગન્તુક અવિઘાડોષથી જન્ય હોઈ તે આગન્તુક અવિઘાદોષથી જન્ય હોતી નથી. આગન્તુક અંવિઘાદોષથી જન્ય ન હોવાને કારણે સુખાદિજ્ઞાનમાં પ્રમાત્વ પણ સંભવે છે.°
લઘુચન્દ્રિકાકાર ગૌડ બ્રહ્માનંદે સુખાદિજ્ઞાનમાં પ્રમાત્વનું જે સમર્થન કર્યું છે તે માત્ર લૌકિક દૃષ્ટિએ જ કર્યું છે. વસ્તુતઃ અદ્વૈતસિદ્ધાન્તમાં સુખાદિજ્ઞાન પ્રમા નથી. અવિદ્યાવૃત્તિ પ્રમારૂપ હોતી નથી. પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિ જ પ્રમા છે. અજ્ઞાતાર્થવિષયક જ્ઞાનને પ્રમા કહેવામાં આવે છે. અવિદ્યાવૃત્તિ જ્ઞાન નથી. જ્ઞાન તો અજ્ઞાનનું વિરોધી છે. અજ્ઞાનનું અવિરોધી જ્ઞાન ન હોઈ શકે. સુખદુઃખાદિવિષયક અવિદ્યાવૃત્તિ અજ્ઞાત સુખદુઃ ખાદિવિષયક નથી. સાક્ષિભાસ્ય વસ્તુ અજ્ઞાત હોતી નથી. સુખદુઃ ખાદિ સાક્ષિભાસ્ય વસ્તુ પ્રતિભાસાલમાત્રસ્થાયી છે. તેથી સુખદુઃખાદિવિષયક અવિદ્યાવૃત્તિ પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિની જેમ અજ્ઞાનની નિર્તક નથી. કોઈ પણ સ્થળે અવિદ્યાવૃત્તિ અજ્ઞાનની નિર્તક થતી નથી. તેથી સઘળી અવિદ્યાવૃત્તિ જ્ઞાનાભાસ છે. જેમ