________________
અવિલાનું લક્ષણ - પ્રથમ અવિનાશી જ હોય એમ કહી ના શકાય, કારણ કે ધ્વસ સાદિ હોવા છતાં અવિનાશી છે અને પ્રાગભાવ અનાદિ હોવા છતાં વિનાશી છે. - આની સામે ન્યાયામૃતકાર કહે છે કે ભાવવંસમાનાધિકરણ સાહિત્ય વિનાશિત્વનો પ્રયોજક (સાધક) ધર્મ છે. જેમાં ભાવવંસમાનાધિકરણ સાત્વિ હોય તેમાં વિનાશિત્વ હોય જ. આ રીતે જ ભાવત્વસમાનાધિકરણ અનાદિઅવિનાશિત્વનો પ્રયોજક (સાધક) ધર્મ છે. વંસ અને પ્રાગભાવ ભાવવસ્તુનહોઈ પ્રદર્શિત દોષની સંભાવના નથી. વિવરણકાર જણાવે છે કે ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી. આમ કહેવામાં મોટો દોષ એ છે કે ભાવવસ્તુના વિનાશિત્વ અને અવિનાશિત્વના પ્રયોજક જે ધર્મ હોય તે જ ધર્મ અભાવવસ્તુના વિનાશિત્વ અને અવિનાશિત્વના પ્રયોજક બની શકશે નહિ. તેથી અભાવવસ્તુના વિનાશિત્વનો પ્રયોજક ધર્મ અને અવિનાશિત્વનો પ્રયોજક ધર્મ બંને બીજા સ્વીકારવા પડે. આમ ભાવવસ્તુના વિનારા અને અવિનાશના પ્રયોજકધર્મોથી જુદા જ અભાવવસ્તુના વિનાશ અને અવિનાશના પ્રયોજક ધર્મોની કલ્પના કરવાંરૂપકલ્પનાગોરવ દોષ આવી પડે. તેથી ભાવવસ્તુ અને અભાવવતુ બંનેનાવિનાશ અને અવિનાશનો પ્રયોજક ધર્મ અનુક્રમે નાસામગ્રીનો સન્નિપાત અને તે જ સામગ્રીનો અસન્નિપાત છે એમ કહેવું જોઈએ. નારા સામગ્રી ઉપસ્થિત થતાં ભાવવસ્તુ કે અભાવવસ્તુનો નાશ થાય છે અને નાશ સામગ્રી ઉપસ્થિત ન થતાં ભાવવસ્તુ કે અભાવવસ્તુનો નાશ થતો નથી. આમ ના સામગ્રીનો સન્નિપાત અને અસન્નિપાત ભાવવસ્તુ કે અભાવસ્તુના નિવાર્યત્વ અને અનિવાર્યત્વનો પ્રયોજક છે. વિવરણાચાર્યનું આ કહેવું છે અને આ જ સિદ્ધાન્ત છે. નાશસામગ્રીના સન્નિપાત અને અસન્નિપાતની કલ્પના ફલવશતઃ કરવામાં આવે છે. બીજા
રાબ્દોમાં કહીએ તો, જેની નિવૃત્તિરૂપફળ થાય તેની નાશક સામગ્રીનો સન્નિપાત છે એમ જાણવું . અને જેની નિવૃત્તિરૂપફળન થાય તેની નારાક સામગ્રીનો સન્નિપાત નથી એમ જાણવું.
• વળી, જે આત્માની જેમ અભાવવિલક્ષણસમાનાધિકરણ અનાદિત્વરૂપ હેતુ દ્વારા અવિઘાના અનિવચૈત્વનું અનુમાન કરાય, તો પ્રાગભાવની જેમ ભાવવિલક્ષણસમાનાધિકરણ અનાદિત્યરૂશ્ય હેતુ દ્વારા અવિઘાના નિવસ્વૈત્વનું અનુમાન કેમ ન કરાય * તિવાદીઓ નીચે પ્રમાણે આપત્તિ આપે છે. અદ્વૈતવાદી કહે છે કે વિરોધી વસ્તુનો સન્નિપાત હોતાં વસ્તુનો નાશ થાય છે, વિરોધી વસ્તુનો સન્નિપાત ન હોતાં વસ્તુનો નાશ થતો નથી, તેથી વિરોધી વસ્તુના સન્નિપાતને કારણે અનાદિ ભાવરૂપ અવિદ્યાનો પણ નાશ થઈ શકે છે. પરંતુ અદ્વૈતવાદીએ આમ કહેવું યોગ્ય નથી, કારણ કે અનાદિ ભાવવસ્તુના વિરોધીનો સન્નિપાત હોઈ શકે નહિ. જો અનાદિ ભાવવસ્તુની વિરોધી વસ્તુનો સન્નિપાત સંભવતો હોય તો ભાવવસ્તુ આત્માની બાબતમાં પણ વિરોધી વસ્તુનો સન્નિપાત સંભવે અને પરિણામે આત્માનો પણ વિનાશ થાય. તેથી આ પ્રમાણે અનુમાન બને - “મજ્ઞાન (ગવિદ્યા) - વિધિ, અનાદિમાવતિ, માત્મા અવિદ્યાને વિરોધી વસ્તુનો સંસર્ગ સંભવતો નથી, કારણકે તેનામાં અનાદિભાવત્વધર્મ છે, આત્માની જેમ - આના ઉત્તરમાં અતદીપિકાકાર નૃસિંહાશ્રમ કહે છે કે આવું અનુમાન સ્વાનુભવવિરુદ્ધ છે, મૃતિવિરુદ્ધ છે અને અનુમાનવિરુદ્ધ છે. અજ્ઞાનપ્રત્યક્ષપરિચ્છેદમાં વિશદ રીતે સમજાવવામાં આવ્યું છે કે નાનામિ (હું જાણતો નથી)' આ સાક્ષિપ્રત્યક્ષ દ્વારા જ અજ્ઞાન સિદ્ધ થાય છે.