________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર શકે નહિ. અભાવવિલક્ષણ અનાદિ આત્માનો વિનાશ થતો નથી. તેથી અહીં અનુમાન આ . પ્રમાણે છે – અવિદ્યા અનિવાર્યાં છે, કારણ તે અનાદિ હોવા સાથે અભાવવિલક્ષણ છે, આત્માની જેમ
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે પ્રસ્તુત અનુમાન અસંગત છે, કારણ કે તેમાં આત્મત્વ ઉપાધિ છે. આ આત્મત્વધર્મ દષ્ટાન્તમાં છે પણ પક્ષમાં નથી. દષ્ટાન્તગત એવો ધર્મ છે સાયનો વ્યાપક હોય અને સાથે સાથે પક્ષમાં ન હોવાથી સાધનનો અવ્યાપક હોય તે ઉપાધિ છે.
Mવ્યાત્વેિ સતિ સાધન વ્યાત્વિ પાધિદા તેથી અહીં આત્મત્વ ઉપાધિ છે. આ દલીલનું ખંડન કરતાં ન્યાયામૃતકાર જણાવે છે કે પ્રસ્તુત અનુમાનમાં અનિવાર્યત્વ અર્થાત્ અવિનાશિત્વ સાધ્ય છે. આ સાધ્ય ધર્મ અત્યન્તાભાવમાં અને અન્યોન્યાભાવમાં છે. અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવ અતિવર્ય (અવિનાશી) છે. પરંતુ અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવમાં , આત્મસ્વરૂપ ઉપાધિ નથી. અત્યન્તાભાવ અને અન્યોન્યાભાવમાં સાધ્ય છે પરંતુ ઉપાધિ નથી. તેથી આત્મસ્વરૂપ ધર્મ સાધ્યનો વ્યાપક બનતો નથી. જે ધર્મ સાધ્યનો વ્યાપક ન હોય તે ઉપાધિ કયાંથી હોય? આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે અધિકરણોતિરિક્ત એવો અનિવાર્ય અત્યન્તાભાવ કે અન્યોન્યાભાવ અદ્વૈતવાદીઓ સ્વીકારતા નથી. પરિણામે અત્યનાભાવ અને અન્યોન્યાભાવનું અસ્તિત્વ જ ન હોવાથી આત્મધર્મરૂપ ઉપાધિની સાધ્યવ્યાપક્તાનો ભંગ થાય જ ક્યાંથી ? નિષ્કર્ષ એ કે પ્રદર્શિત આત્મત્વધર્મ સાધ્યનો વ્યાપક ન હોઈ ઉપાધિ નથી એમ કહી શકાય નહિ.
અદ્વૈતસિદ્ધિકારની આ દલીલ સામે ન્યાયામૃતકાર કહે છે કે અત્યતાભાવ અને અન્યોન્યાભાવને અધિકરણોતિરિક્ત અદ્વૈતવાદીઓ માનતા નથી એટલે આત્મત્વ ઉપાધિની સાધ્યવ્યાપતાનો ભંગ અહીં થતો નથી એમ સ્વીકારીએ તો પણ અલીક વંધ્યાપુત્રાદિમાં તો આત્મત્વ ધર્મરૂપ ઉપાધિની સાંધ્યવ્યાપતાનો ભંગ થાય, કારણ કે વંધ્યાપુત્રાદિમાં આત્મત્વ ધર્મરૂપ ઉપાધિ નથી અને અનિવાર્યત્વરૂપ સાધ્ય છે. વંધ્યાપુત્રાદિ વિનારી નથી. તેથી અમે પ્રસ્તુત કરેલા અનુમાનમાં આત્મત્વ ધર્મ ઉપાધિ નથી.' આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ કહે છે. પ્રથમ તો વંધ્યાપુત્રાદિ તુચ્છ છે, તેમનું અસ્તિત્વ જ નથી, એટલે તેમનામાં અવિનાશિત્વધર્મ છે એમ કેમ કહેવાય ? તો પછી તેમનામાં સાધ્ય ધર્મ અવિનાશિત્વ છે અને આત્મત્વધર્મરૂપ ઉપાધિ નથી એમ કેમ કહેવાય? અને તો આત્મત્વધર્મરૂપ ઉપાધિની સાધ્યવ્યાપક્તાનો ભંગ થાય છે એમ કેમ કહેવાય? આત્મત્વ ઉપાધિની સાધ્યવ્યાપક્તાનો ભંગ થતો નથી, આત્મત્વ ઉપાધિ છે. બીજું, ન્યાયામૃતકારે રજૂ કરેલ અનુમાનમાં આત્મત્વ અવશ્યપણે ઉપાધિ છે. આત્મત્વ ધર્મ શુદ્ધ સાધ્યનો (અનિવાર્યત્વનો) વ્યાપક ન હોય તો પણ તે અભાવવિલક્ષણસ્વરૂપ સાધનથી અવચ્છિન્ન સાધ્યનો વ્યાપક તો છે જ. પ્રદર્શિત પ્રસ્તુત અનુમાનમાં અભાવવિલક્ષણ સાધન છે. અભાવવિલક્ષણત્વવિશિષ્ટ અનિવત્યે ધર્મનું વ્યાપક આત્મત્વ છે. અભાવવિલક્ષણત્વ સમાનાધિકરણ અનિવાર્યત્વ ધર્મનું વ્યાપક આત્મત્વ છે. અભાવવિલક્ષણ અનિવર્ય વસ્તુ એકમાત્ર આત્મા જ હોઈ શકે. વળી, એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સાહિત્ય કે અનાદિત્ય ધર્મ યથાક્રમે વિનાશ્યત્વ અને અવિનાયત્વ ધર્મનો પ્રયોજક નથી અર્થાતુ વ્યાપ્ય નથી. સાદિ હોય એટલે વિનાશી જ હોય અને અનાદિ હોય એટલે