________________
અવિવાનું લક્ષણ- પ્રથમ અશ્વત્વાભાવ બંને) કોઈ એક સ્થાને (ઊંટ કે મહિષમાં) રહી શકે છે. તેવી જ રીતે, ભાવત્વ ધર્મનો અભાવ (ભાવલક્ષણ્ય - સલક્ષણ્ય) અને અભાવવધર્મનો અભાવ (અભાવલક્ષણ્ય - અસકૅલક્ષણ્ય) બંનેનું એક સ્થાનમાં (અવિદ્યામાં) અવસ્થાન હોવામાં કોઈ પણ બાધા નથી. આ જ વાત અદ્વૈતસિદ્ધિમાં પ્રથમ મિથ્યાત્વલક્ષણમાં વિશદ રીતે સમજાવવામાં આવી છે.૫૪
વસ્તુતઃ કહેવાનું એ છે કે ભાવત્વ છે સરૂપ અને અભાવત્વ છે અસરૂપત્ય. અવિઘામાં સદ્દરૂપત્ય અને અસરૂપત્વ બંનેના બાધક છે. તેથી અવિદ્યા સત્ પણ નથી, અસત્ પણ નથી, પરંતુ સદસદ્ધિલક્ષણ છે. અબાધ્યત્વ જ સદ્દરૂપત્ય છે. અવિઘા જ્ઞાનબાધ્ય છે. તેથી તે સરૂપ હોઈ શકે નહિ. તેવી જ રીતે તે અસરૂપ પણ હોઈ શકે નહિ, કારણ કે તે સર્વ કાર્યોની જનક છે. અસત્ વધ્યાપુત્રાદિ કોઈ પણ કાર્યના જનક નથી. કોઈ પણ કાર્યનું જે જનક હોય તે અસતુ હોઈ શકે નહિ. તેથી અવિદ્યા સદસદ્ધિલક્ષણ છે. અવિદ્યાને અભાવવિલક્ષણ કહેવાનો અર્થ છે તુચ્છવિલક્ષણ, અસદ્વિલક્ષણ
અહીં ન્યાયામૃતતરંગિણીકારે એક નવી જ આરાંકા કરી છે. તે કહે છે કેઃ અદ્વૈતવાદીઓ ભાવલક્ષણ્ય અને અભાવલક્ષણ્ય એ બે ધર્મોનો વિરોધ સ્વીકારતા નથી. એટલે ભાવ અને અભાવથી વિલક્ષણ એવો એક ત્રીજો પ્રકાર તેઓ સ્વીકારે છે. તેમના મતમાં નીચે પ્રમાણે દર્શાવેલો સ્પષ્ટ દોષ રહેલો છે. એક તૃતીય પ્રકારની વસ્તુ સિદ્ધ થતાં સલક્ષણ્ય અને અસલક્ષય એ બે ધર્મોનો અવિરોધ સિદ્ધ થાય. એ જ રીતે, સલક્ષણ્ય અને અસલક્ષણ્યનો અવિરોધ પણ તો જ સિદ્ધ થાય, જો ભાવાભાવવિલક્ષણ એવી એક તૃતીય પ્રકારની વસ્તુ સંભવિત હોય. તેથી એં તૃતીય પ્રકારની વસ્તુ સિદ્ધ થતાં પ્રદર્શિત બે વિરુદ્ધ ધર્મોનો અવિરોધ સિદ્ધ થાય અને પ્રદર્શિત બે વિરુદ્ધ ધર્મોનો અવિરોધ સિદ્ધ થતાં તૃતીય પ્રકારની(અર્થાત્ * સદસદ્ધિલક્ષણ) વસ્તુની સિદ્ધિ થાય. આમ તૃતીય પ્રકારની વસ્તુની સિદ્ધિ માટે અવિરોધસિદ્ધિ
અને અવિરોધસિદ્ધિ માટે તૃતીય પ્રકારની વસ્તુની સિદ્ધિ જરૂરી બને છે - અર્થાત્ આ પ્રમાણે - અન્યોન્યાશ્રયદોષની આપત્તિ આવે છે.૫૫ : '. આનો ઉત્તર ગૌડ બ્રહ્માનંદ નીચે પ્રમાણે આપે છે. તરંગિણીકારનું કહેવું બરાબર નથી, કારણ કે જો સલક્ષય અને અસકૅલક્ષણ્ય એ બે વિરુદ્ધ ધર્મોની અવિરોધસિદ્ધિ દ્વારા સદસદ્ધિલક્ષણરૂપ ત્રીજા પ્રકારની વસ્તુની સિદ્ધિ કરવામાં આવે તો અન્યોન્યાશ્રયદોષ આવે, પરંતુ એવું તો છે નહિ. સત્ત્વ અને અસત્ત્વ (ભાવત્વ અને અભાવત્વ) એ બંને ધર્મનું બાધક અંવિદ્યામાં છે. એટલે જ અવિદ્યામાં તે બંને ધર્મોનો અભાવ (અર્થાત્ સકૅલક્ષણ્ય અને અસલક્ષણ્ય) સિદ્ધ થાય છે. આમ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોના બાધકની સત્તાને અધીન જ સદસદ્વિલક્ષણરૂપ તૃતીય પ્રકારની સિદ્ધિ થાય છે. સકૅલક્ષણ્ય અને અસàલક્ષણ્ય એ બે ધર્મોના અવિરોધની સિદ્ધિને અધીને સદસદ્ધિલક્ષણરૂપ તૃતીય પ્રકારની સિદ્ધિ કરવામાં આવી નથી. તેથી અન્યોન્યાશ્રયદોષની સંભાવના જ ક્યાં છે? • ન્યાયામૃતકારે અભાવવિલક્ષણ અને જ્ઞાનનિવત્યે અવિઘાના સાહિત્યની આપત્તિ આપી છે. અદ્વૈતસિદ્દિકારે અવિઘાના અનાદિત્વનું સમર્થન કર્યું છે. અહીં ન્યાયામૃતકાર કહે છે કે અવિઘા જો અનાદિ અને અભાવવિલક્ષણ હોય તો જ્ઞાનનિવર્ય હોઈ શકે જ નહિ. અભાવવિલક્ષણ વસ્તુ નિવચેં હોય તો અનાદિ હોઈ શકે નહિ અને અનાદિ હોય તો નિવર્ય હોઈ