________________
શાંકર વેકાનમાં અવિવાવિયાર પ્રદર્શિત શાસ્ત્રનું વિરોધી છે. વળી, ન્યાયામૃતકારે આપેલ અનુમાનમાં સમ્પ્રતિપદોષ પણ છે, કારણ કે અવિદ્યાના અનાદિત્વનું સાધક સમબલ પ્રતિપક્ષી અનુમાન છે. તે અનુમાન આ છે – અવિદ્યા અનાદિ છે, કારણકે અવિઘા જ્ઞાનનિવર્ય હોવા સાથે ભાવવિલક્ષણ છે, જ્ઞાનના પ્રાગભાવની જેમ. ઉપરાંત, ન્યાયામૃતકારે આપેલું અનુમાન સોપાધિક છે. ઉપાધિયુક્ત હેતુ સાધ્યનો સાધક નથી. ન્યાયામૃતકારે આપેલા અનુમાનમાં ભાવત્વ ઉપાધિ છે. પક્ષીકૃત અવિઘામાં ભાવત્વધર્મ નથી, એટલે તેમાં સાહિત્ય પણ નથી. અવિદ્યામાં સાહિત્વ ધર્મનો વ્યાપક ભાવ ધર્મ નથી. અવિદ્યા ભાવવિલક્ષણ છે. તેથી ન્યાયામૃતકારે આપેલો હેતુ સોપાધિક છે.'
અહીં ન્યાયામૃતકાર કહે છે : અદ્વૈતવાદીઓ અવિદ્યાને અભાવવિલક્ષણ કહે છે. હવે જો અવિઘાને ભાવવિલક્ષણ પણ કહેવામાં આવે તો પરસ્પરવિરોધ આવે અભાવવિલક્ષણ વસ્તુ જ ભાવ છે, અને ભાવવિલક્ષણ વસ્તુ જ અભાવ છે. પરસ્પરવિરુદ્ધ એવા બે ધર્મોમાંથી એકનો અભાવ સ્વીકારવામાં આવે તો બીજા ધર્મની સત્તા સ્વીકારવી પડે. ભાવત્વ અને અભાવત્વ આ બે ધર્મ પરસ્પરવિરુદ્ધ છે. ભાવત્વને હોય તો અભાવત્વ હોય અને અભાવત્વન હોય તો ભાવત્વ હોય. એવો કોઈ ધર્મી હોઈ શકે જ નહિ જેમાં ભાવત્વ પણ ન હોય અને અભાવત્વ પણન હોય. તેથી, અભાવવિલક્ષણ અવિદ્યામાં ભાવત્વનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ. આમ અવિઘારૂપ પક્ષમાં ભાવત્વ હોવાથી ભાવત્વ ઉપાધિ થશે નહિ. .
અદ્વૈતસિદ્ધિકારનો ઉત્તર આ પ્રમાણે છે. ન્યાયામૃતકારે આમ કહેવું અયોગ્ય છે. અવિદ્યા ભાવ અને અભાવ બંનેથી વિલક્ષણ છે. અવિદ્યાના ભાવ અને અભાવ બંનેમાં બાધક છે. તેથી અવિઘા ભાવ અને અભાવ બંનેથી વિલક્ષણ એવો ત્રીજો પ્રકાર સિદ્ધ થાય છે. અવિઘાના ભાવત્વમાં બાધક આ છે – અવિઘા જ્ઞાનનાય હોઈ વિનાશી વસ્તુ છે જો અવિઘા ભાવ વસ્તુ હોત તો વિનાશી ભાવ વસ્તુ સાદિ જ હોઈ અવિદ્યામાં પણ સાહિત્યની આપત્તિ આવત, પરંતુ અવિદ્યા તો અનાદિ છે ; અને અવિદ્યાનું અનાદિત્વ આગમવચન દ્વારા સિદ્ધ છે; તેથી વિનાશી ભાવ વસ્તુના સાત્વિનો નિયમ જ અનાદિ અવિદ્યાના ભાવત્વમાં બાધક છે. અવિદ્યા અભાવરૂપ પણ ન હોઈ શકે. અવિઘા જગતનું ઉપાદાન છે. અભાવ વસ્તુ કોઈનું પણ ઉપાદાન બની શકે જ નહિ. જગતના ઉપાદાનરૂપે જ અવિદ્યા સિદ્ધ છે. આમ ઉપાદાનત્વ જ અવિદ્યાના અભાવત્વમાં બાધક છે. નિષ્કર્ષ એ છે કે અવિદ્યાના ભાવવં અને અભાવત્વ બંનેમાં બાધક હોવાના કારણે જ અવિદ્યા ભાવાભાવવિલક્ષણ ત્રીજો પ્રકાર સિદ્ધ થાય છે. ભાવત્વ અને અભાવત્વ ધર્મ એકબીજાના અભાવના વ્યાપક નથી, અર્થાત્ ભાવત્વ ન હોય તો અભાવ હોય અને અભાવત્વ ન હોય તો ભાવત્વ હોય એવું નથી. ઉપરાંત, ભાવ અને અભાવત્વ એકબીજાના અભાવરૂપ નથી, અર્થાત્ ભાવત્વનો અભાવ જ અભાવત્વ અને અભાવત્વનો અભાવ જ ભાવત્વ નથી. વળી, એકબીજાના અભાવ ભાવ અને અભાવત્વ ધર્મોના વ્યાપ્ય નથી. ભાવત્વધર્મનો અભાવ અભાવત્વ ધર્મનો વ્યાપ્ય નથી અને અભાવત્વ ધર્મનો અભાવ ભાવત્વ ધર્મનો વ્યાપ્ય નથી. તેથી ભાવત્વ ધર્મનો અભાવ અભાવત્વ ધર્મનો આક્ષેપ કરતો નથી, તેમ જ અભાવત્વ ધર્મનો અભાવ ભાવ ધર્મનો આક્ષેપ કરતો નથી. આને ઉદાહરણથી સમજીએ. ગોત્વ અને અશ્વત્વે બે ધર્મો છે. ગોત્વાભાવ અશ્વત્વનો વ્યાપ્ય નથી. તેથી ગોવાભાવ અશ્વત્વનો આક્ષેપ કરતો નથીતેવી જ રીતે, અશ્વત્વાભાવ ગોત્વનો વ્યાપ્ય નથી. તેથી અશ્વત્વાભાવ ગોત્વનો આક્ષેપ કરતો નથી. આનું કારણ એ છે કે આ બંને ધર્મોના અભાવ (ગોત્વાભાવ અને