________________
અવિવાનું લક્ષણ - પ્રથમ
૧૯ થાય ?''૪' આના ઉત્તરમાં નૃસિંહાશ્રમ કહે છે કે બધી કલ્પિત વસ્તુઓ દોષજન્ય છે એવો નિયમ નથી, પરંતુ અનુભવ અનુસાર કલ્પિત કાર્ય વસ્તુ જ દોષજન્ય હોય છે જ્યારે કલ્પિત અનાદિ વસ્તુ દોષજન્ય હોતી નથી.”
વળી, દૈતવાદીઓ આપત્તિ આપે છે કે જો અદ્વૈતવાદીના મતે અવિદ્યા દોષજન્ય ન હોવા છતાં કલ્પિત છે તો તેમના મતે આત્મા પણ અવિદ્યાની જેમ" કલ્પિત બની જશે. સમાન તરીતિનું અનુસરણ કરીને ઉત્તર આપતા નૃસિંહાશ્રમ કહે છે, “વૈતવાદીનામતમાં વસ્તુ પરમાર્થ સત્ય હોવા છતાં પણ જો જન્ય છે તો તેના મતે આત્મા પણ પરમાર્થ સત્ય હોવા છતાં જન્ય બની જશે.” અદ્વૈતવાદીઓ જન્ય વસ્તુને પરમાર્થ કહી સ્વીકારતા નથી. દૈતવાદીઓ જન્ય વસ્તુને પણ પરમાર્થ સત્ય કહે છે. પરમાર્થ સત્ય વસ્તુનું જન્યત્વ સ્વીકારવામાં આવે તો આત્માના જન્યત્વની આપત્તિ આવે.” તે ઉપરાંત, જે કલ્પિત હોય તે દોષજન્ય હોય જ એવું નથી. પરંતુ જે કલ્પિત હોય તે જડ, દશ્ય અને પરિછિન્ન હોય જ. અનાદિ કલ્પિત વસ્તુમાં પણ જડત્વાદિ ધર્મ હોય છે. તેથી જડત્વાદિ ધર્મોને કારણે અનાદિ અવિદ્યાનું કલ્પિતત્વ સિદ્ધ થાય છે. આની સામે દૈતવાદી અદ્વૈતવાદીને પૂછે છે કે જડત્વધર્મને કલ્પિતત્વનો સાધક હેતુ માનવાને બદલે ચિરૂપને કલ્પિતત્વનો સાધક હેતુ કેમ નથી માનતા? અને જો ચિરૂપત્ય કલ્પિતત્વનો સાધક હેતુ હોય તો આત્મા પણ
કલ્પિત બની જાય. તેથી અદ્વૈતવાદીઓએ આત્માને પણ કલ્પિત માનવો પડે. - આનો ઉત્તર નૃસિંહાશ્રમ નીચે પ્રમાણે આપે છે. આત્મા સત્ય, જ્ઞાન અને અનન્તસ્વરૂપ છે.
તે જડનથી, જડત્વાદિથી વિપરીત સ્વરૂપ ધરાવે છે. આ વાત કૃતિ વગેરે પ્રમાણ દ્વારા સિદ્ધ છે. જો આત્મા કલ્પિત હોય તો તે જડ થઈ પડે. તેમ થતાં જગદાધ્યનો પ્રસંગદોષ આવે. પણ આત્મા તો જગદરભાસરૂપ છે. વળી, આત્મા કલ્પિત હોય તો તેનું અધિષ્ઠાન શું બને? સમસ્ત ભ્રમનું અધિષ્ઠાન ચિરૂપવસ્તુ આત્મા પોતે જ છે. વળી, કલ્પિત વસ્તુનો બાધ અવયંભાવી છે. આત્માનો તો કદી બાધ થતો જ નથી. ઊલટું, આત્મા પોતે જ સમસ્ત બાધની અવધિ છે. એટલે જે તો કૃતિ કહે છે નેતિ નેત્યા. " દૈતવાદીઓ જાણવા ઇચ્છે છે કે કલ્પિત અવિધાના અનાદિત્વમાં પ્રમાણ શું છે? એના : ઉત્તરમાં કહેવું જોઈએ કે સૃષ્ટિના આદ્ય કાર્યનું ઉપાદાનકારણત્વ જ અવિદ્યાના અનાદિત્વમાં
પ્રમાણ છે. કોઈ પણ કાર્યવસ્તુ સૃષ્ટિના આદ્ય કાર્યનું ઉપાદાન બની શકે નહિ. તેથી અવિઘાનું .* અનાદિત્ય સિદ્ધ કરવા આપેલો આઘકાર્યોપાદાનરૂપ હેતુ અપ્રયોજક (અસાધક) નથી, અર્થાત્ પ્રયોજક છે."*
દ્વૈતવાદી ન્યાયામૃતકાર કહે છે કે અદ્વૈતવાદી જ્ઞાનનિવર્ય અને અભાવવિલક્ષણ અવિદ્યાનું અનાદિત્વ સ્વીકારે છે તે યોગ્ય નથી. જે જ્ઞાનનિવર્ય અને અભાવવિલક્ષણ હોય તે સાદિ જ હોય, જેમકે શુક્તિરતાદિ.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે જણાવે છે. ન્યાયામૃતકારે આપેલું અનુમાન સંગત નથી કારણકે તે આગમવિરોધી છે. પ્રત્યક્ષવિરોધી કે આગમવિરોધી અનુમાન ન્યાયા- ભાસ છે. ગામે હિતાવMામ્ અને નાસિકાયયા સુમો ય નીવઃ પ્રવૃષ્યતે વગેરે
રાત્રવચન દ્વારા અવિઘાના અનાદિત્યનું પ્રતિપાદન થયું છે. તેથી અવિઘાના સાહિત્યનું અનુમાન