________________
શાંકર વેકાન્તમાં અવિવાવિયાર પ્રલયાદિ દશામાં પણ જન્ય અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કરીએ તો અવિદ્યા સાદિકલ્પક્કાળી જ થઈ જાય. તેથી અવિઘાના સાહિત્યની આપત્તિ આવે અને અનાદિત્યઘટિત અવિદ્યાલક્ષણમાં અસંભવદોષ આવી પડે. જેઓ પ્રલયાદિ દશામાં અવિદ્યાવિષયક જન્ય અવિદ્યાવૃત્તિ સ્વીકારે છે તેઓના મતે સાદિકલ્પક્વત્ત્વને કારણે અવિદ્યાનું સાહિત્ય અપરિહાર્ય છે. તેથી અદ્વૈતસિદ્ધિકાર અન્ય એક ધર્મને કલ્પિત વસ્તુના સાદિપણાનો હેતુ ગણે છે, તે ધર્મ છે. વિદ્યા નિવૃત્ત્વપ્રયુક્તનિવૃત્તિપ્રતિયોગિત્વ.“ વિદ્યાની અનિવૃત્તિનો અર્થ છે વિદ્યાનો સંબંધ. વિદ્યાસંબંધને કારણે જ અવિદ્યાની નિવૃત્તિ થાય, તેના વિનાનથાય. અવિઘાના કાર્ય શુક્તિરતાદિની નિવૃત્તિ વિદ્યાસંબંધને કારણે થતી નથી પરંતુ શુક્તિરજતાદિના ઉપાદાનકારણભૂત અવિદ્યાની નિવૃત્તિને કારણે થાય છે. ઉપાદાન અવિદ્યાની નિવૃત્તિને લીધે અવિઘાકાર્ય શુક્તિરતાદિની નિવૃત્તિ થાય છે. તેથી અવિઘાકાર્યભૂત સાદિ વસ્તુમાત્રની નિવૃત્તિ અવિવાનિવૃત્તિને કારણે થાય છે, એટલે વિદ્યાસંબંધ જેનું કારણ નથી એવી નિવૃત્તિનું પ્રતિયોગિત્વ સાદિ કલ્પિત વસ્તુમાત્રમાં હોય છે.' અનાદિ અવિઘાની નિવૃત્તિનું કારણ તો વિદ્યાસંબંધ જ છે.
વળી, એક વાત એ કે અનાદિ જીવેશ્વરભેદાદિની નિવૃત્તિ, અવિદ્યાનિવૃત્તિની જેમ જ, વિદ્યાસંબંધને કારણે જ થાય છે, પરંતુ અવિઘાકાર્ય સાદિ શુક્તિરતાદિની જેમજ અવિઘાનિવૃત્તિને કારણે થતી નથી. તેથી અવિઘા કલ્પિત હોવા છતાં અનાદિ છે, જેમ જીવેશ્વરભેદાદિ કલ્પિત હોવા છતાં અનાદિ છે. જે જીવેશ્વરભેદાદિની નિવૃત્તિનું કારણ અવિઘાનિવૃત્તિ માનવામાં આવે તો કલ્પિત જીવેશ્વરભેદાદિ સાદિ બની જવાની આપત્તિ આવે. તેથી અદ્વૈતસિદ્ધિકારે કહ્યું છે કે “પ્રભાવપ્રતિયોજિત્વવા" અર્થાત્ પ્રાગભાવનું પ્રતિયોગિત્વ જ સાત્વિનું કારણ છે. અવિદ્યાકાર્ય શુક્તિરતાદિમાં પ્રાગભાવ પ્રતિયોગિત્વ છે. તેથી તેમનું સાહિત્ય સિદ્ધ થાય છે. અવિદ્યાકે જીવેશ્વરભેદાદિમાં સાહિત્વનું કારણ પ્રાગભાવપ્રતિયોગિત્ય ન હોઈ તેમનું સાહિત્ય સિદ્ધ થતું નથી. તેથી, સાદિ ધર્મનો અભાવ હોવાથી અનાદિત્યઘટિત અવિદ્યાલક્ષણમાં અસંભવદોષ આવતો નથી.
હવે આપણે અદ્વૈતદીપિકાના લેખક નૃસિંહાશ્રમનું સમાધાન રજૂ કરીએ. દ્વિતવાદી મધ્યાનુયાયીઓએ આપેલી આપત્તિના ઉત્તરમાં નૃસિંહાશ્રમ કહે છે કે કલ્પિતવસ્તુમાત્ર દોષજન્ય છે એમ જો દૈતવાદીઓ કહે તો આપણે કહી શકીએ કે સમાન તકથી પરમાર્થ વસ્તુમાત્ર ગુણજન્ય છે, અને એમ માનતાં નિત્ય વસ્તુમાત્રનો ઉચ્છેદ આવી પડે. વળી, આપણે તિવાદીઓને પૂછીએ કે તેઓ કલ્પિત’ શબ્દનો શો અર્થ કરે છે? તેમને મતે કલ્પિત’ શબ્દનો અર્થ કાર્ય (જન્ય) છે કે મિથ્યા છે? “કલ્પિત’ શબ્દનો અર્થ કાર્ય હોઈ શકે નહિ. અવિદ્યા કલ્પિત હોવા છતાં કાર્ય નથી. અવિદ્યા અનાદિ છે. તેનું કોઈ કારણ નથી, પરંતુ તે સર્વનું (આખા જગતનું) કારણ છે. જો કલ્પિત’ શબ્દનો અર્થ મિથ્યા હોય તો તે અર્થનો તો અમે અદ્વૈતવાદીઓ પણ સ્વીકાર કરીએ છીએ. અવિદ્યા મિથ્યા વસ્તુ જ છે.
વૈતવાદીઓ કહેશે, “પરમાર્થ નિત્ય વસ્તુના ગુણજન્યત્વની જે આપત્તિ અદ્વૈતવાદી આપે છે તે અયોગ્ય છે. બધી પારમાર્થિક વસ્તુઓ જન્યનથી, પરંતુ કોઈક જન્ય છે જ્યારે કોઈક જન્ય નથી. કોઈ કોઈ પારમાર્થિક વસ્તુ પ્રમાણ દ્વારા જન્ય સિદ્ધ થાય છે અને કોઈ કોઈ પારમાર્થિક વસ્તુ પ્રમાણ દ્વારા નિત્ય સિદ્ધ થાય છે. તેથી જે પારમાર્થિક વસ્તુ નિત્ય છે તેનો ઉચ્છેદ કેવી રીતે