________________
૧૨
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર જ્ઞાનમાત્રરારીર ન હોય. કલ્પિત હોવા છતાં જે પ્રતિભાસકલ્પકસમાનકાલીનકલ્પકવત્ ન હોય તે કલ્પિત હોવા છતાં દોષજન્ય જ્ઞાનમાત્રશરીર નથી હોતી, જેમ કે ઘટ, પટ આદિ વસ્તુ. દોષજન્ય જ્ઞાનમાત્રરારીર શુક્તિરજત વગેરે વસ્તુ સાદિ છે. અવિદ્યા પણ જો કલ્પિત હોવાથી જ દોષજન્ય જ્ઞાનમાત્રરારીર હોય તો શુક્તિરજતની જેમ સાદિ બની જાય. પરંતુ અવિદ્યા કલ્પિત હોવા છતાં પ્રતિભાસકલ્પકસમાનકાલીનપકવત્ ન હોવાથી અવિદ્યામાં દોષજન્ય જ્ઞાનમાત્રરારીરત્વની આપત્તિ આપી શકાય નહિ. તેથી અવિદ્યામાં સાહિત્યની પણ આપત્તિ આવતી નથી.
૩૩
આ સ્થળે તરંગિણીકાર આપત્તિ આપે છે કે અવિદ્યા કલ્પિત હોય તો તે પ્રાગભાવની પ્રતિયોગિની બને, સાદિ બને, કારણજન્યા બને, દોષજન્યા બને.૩૪ આના ઉત્તરમાં કહેવું જોઈએ કે પ્રદર્શિત તર્કમાં આપાદ્ય અને આપાદકની વ્યાપ્તિ ક્યાં ગૃહીત થઈ છે ? વ્યાસિગ્રહણનું સ્થળ કયું છે ? ઉત્તરમાં તરંગિણીકાર અવશ્ય કહેશે કે શુક્તિરજત વગેરે કલ્પિત વસ્તુ જ ઉક્ત વ્યાપ્તિગ્રહણનું સ્થળ છે. શુક્તિરજતમાં પ્રદર્શિત આપાઘ અને આપાદક અવરય છે. આની સામે કહેવું જોઈએ કે આપાવ અને આપાદકની આ વ્યાપ્તિ અનૌપાધિક નથી, કિન્તુ સોપાધિક છે. જે જે કલ્પિત વસ્તુ પ્રાગભાવપ્રતિયોગી, સાદિ અને જન્ય હોય તે સમસ્ત કલ્પિત વસ્તુ સાદિકલ્પવત્ હોય અર્થાત્ તેમનામાંથી દરેકનો કલ્પક સાદિ હોય. શુક્તિરજત વગેરે સાદિ’ કલ્પિત વસ્તુનો કલ્પક પણ સાદિ છે. તેથી કલ્પિત વસ્તુના સાદિત્વ વગેરે ધર્મ સાદિકલ્પવત્ત્વથી વ્યાપ્ય છે. જે જે કલ્પિત વસ્તુનો ૫ક સાદિ હોય તે જ કલ્પિત વસ્તુ સાદિ, જન્ય અને પ્રાગભાવપ્રતિયોગી હોય. અવિદ્યાનો કલ્પક સાદિ નથી પણ અનાદિ છે. તેથી અવિદ્યામાં સાદિકલ્પકવત્ત્વરૂપ વ્યાપક ધર્મ ન હોવાથી પ્રાગભાવપ્રતિયોગિત્વ વગેરેરૂપ વ્યાપ્ય ધર્મ પણ હોઈ શકે નહિ. તેથી પ્રદર્શિત તર્ક વ્યાપ્તિશૂન્ય હોઈ મૂલરીથિલ્યદોષથી દૂષિત છે. અવિદ્યાનો કલ્પક અનાદિ છે એ વિશદ રીતે સમજાવવામાં આવ્યું છે.
જો કહેવામાં આવે કે - અવિદ્યા સાક્ષિભાસ્ય વસ્તુ છે, તેથી સર્વદા અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ વિદ્યમાન જ હોય છે. અવિદ્યાનો દ્રષ્ટા સાક્ષી અવિદ્યાવૃત્તિનો પણ દ્રષ્ટા છે. તેથી અવિદ્યા અને અવિદ્યાવૃત્તિ બંને યુગપ ્ સાક્ષિભાસ્ય બને છે. અવિદ્યાનો દ્રષ્ટા (s૯૫૭) સાક્ષી અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિનો દ્રષ્ટા (કલ્પક) ન હોય એવું બની શકે જ નહિ. અર્થાત્ સાક્ષી અવિદ્યાનું દર્શન કરે પણ તે જ વખતે અવિદ્યાવૃત્તિનું દર્શન ન કરે એ શક્ય જ નથી. તેથી અવિદ્યા દોષજન્ય જ્ઞાનંમાત્રરશરીર થાય અને પરિણામે અવિદ્યાના સાદિત્યની આપત્તિ આવે.
આના ઉત્તરમાં અદ્વૈતવેદાન્તી કહે છે કે અવિદ્યાનો દ્રષ્ટા સાક્ષી નિયમતઃ અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિનો દ્રષ્ટા બનતો નથી. પ્રલયાદિકાળે અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ હોતી નથી. તેથી ત્યારે સાક્ષી અવિદ્યાનો દ્રષ્ટા હોવા છતાં અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિનો દ્રષ્ટા હોતો નથી. જે જે સમયે સાક્ષી અવિદ્યાનો દ્રષ્ટા હોય તે બધા સમયે અવિદ્યાવિષયક જન્ય અવિદ્યાવૃત્તિ પણ હોય જ એમ કહેવાય નહિ, કારણકે પ્રલયાદિકાળે અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ હોતી નથી. પ
W
સાક્ષિચૈતન્ય પોતાના ઉપર અધ્યસ્ત અવિદ્યાનો સાક્ષાત્ દ્રષ્ટા બની શકતું હોવા છતાં અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિનો સ્વીકાર કરવાની આવશ્યક્તા એ છે કે અનુભૂત અવિદ્યાનું (અજ્ઞાનનું) કાલાન્તરે સ્મરણ થઈ શકે. સ્મરણ સંસ્કારજન્ય જ હોય છે અને સંસ્કાર અનુભવજન્ય જ હોય છે. અનુભવજન્ય સંસ્કાર સ્વજનક અનુભવનો નાશક હોય છે. અનુભવથી