________________
અવિધાનું લક્ષણ - પ્રથમ
૧૫
વ્યાવહારિક વસ્તુનું અસ્તિત્વ હોય છે. આમ વ્યાવહારિક વસ્તુ દોષજન્ય જ્ઞાનમાત્રરારીર નથી. પરંતુ તેથી તેના કલ્પિતત્વને કોઈ હાનિ થતી નથી. પરિણામે જે કલ્પિત હોય તે દોષજન્ય જ્ઞાનમાત્રશરીર જ હોય અને તેથી સાદિ જ હોય એમ કહી શકાય નહિ. અવિદ્યા કલ્પિત છે પણ દોષજન્ય જ્ઞાનમાત્રરારીર કે સાદિ નથી; તે અનાદિ છે.
દોષજન્ય જ્ઞાનમાત્રરારીરત્વ કે સાદિત્ય ધર્મને સિદ્ધ કરનારો સાચો (પ્રયોજક) હેતુ કલ્પિતત્વ નથી પરંતુ પ્રતિભાસક્ષ્પકસમાનકાલીનકલ્પવત્ત્વ છે. કલ્પિત પ્રાતિભાસિક શુક્તિરજતની જેમ મુક્તિરજતનું જ્ઞાન પણ કલ્પિત છે. એક જ અવિદ્યા સુક્તિરજતરૂપે અને શુક્તિરજતના જ્ઞાનાભાસરૂપે પરિણત થાય છે. શુક્તિરજત જેમ અવિદ્યાનો પરિણામ છે તેમ શુક્તિરજતનું જ્ઞાન પણ અવિદ્યાનો જ પરિણામ છે. શુક્તિરજતનું જ્ઞાન અન્તઃકરણનો પરિણામ નથી. એટલે જ શુક્તિરજતના જ્ઞાનને જ્ઞાનાભાસ કહેવામાં આવે છે. શુક્તિત્વપ્રકારિકા અવિદ્યા જ રજતરૂપે અને રજતજ્ઞાનાભાસરૂપે પરિણત થાય છે. શુક્તિરજત અને શુક્તિરજતવિષયક અવિદ્યાવૃત્તિ એ બંને સાક્ષિભાસ્ય છે. એ બંનેનો દ્રષ્ટા સાક્ષી છે. એ દ્રષ્ટા સાક્ષીને પ્રમાતા કહી શકાય નહિ. પ્રમાણજન્ય તદ્વિષયક અન્તઃકરણવૃત્તિના અભાવકાળે માત્ર અવિદ્યાવૃત્તિ દ્વારા દ્રષ્ટા પ્રાતિભાસિક વિષયનું દર્શન કરે છે. પ્રાતિભાસિક વિષયની પ્રમાણજન્ય અન્તઃકરણવૃત્તિ થઈ શકે નહિ. તેથી જ સાક્ષીને પ્રમાતા કહેવામાં આવ્યો નથી. સાક્ષી દ્વારા ગૃહીત વસ્તુને સાક્ષિસિદ્ધ કહેવાય, પ્રમિત કહેવાય નહિ. શુક્તિરજત આદિ વસ્તુ સાક્ષિસિદ્ધ હોવા છતાં પ્રમિત નથી. અવિદ્યાકલ્પિત શુક્તિરજતનો અને યુક્તિરજતવિષયક અવિદ્યાવૃત્તિનો દ્રષ્ટા સાક્ષિચૈતન્ય છે. આ દ્રષ્ટા સાક્ષિચૈતન્યને જ અવિદ્યાકલ્પિત વસ્તુનો કલ્પક કહેવામાં આવ્યો છે. કલ્પિત વસ્તુનો દ્રષ્ટા *પક. ઘટ વગેરે વસ્તુનો નિર્માતા ફુલાલ આદિ જેમ સ્વભ્યાપાર દ્વારા ઘટ વગેરેનું નિર્માણ કરે છે તેમ અવિદ્યાકલ્પિત શુક્તિરજત વગેરેનો કલ્પક દ્રષ્ટા સ્વવ્યાપાર આદિ દ્વારા ‘શુક્તિરજત વગેરેનું નિર્માણ કરતો નથી. તેથી કલ્પિત વસ્તુના દ્રષ્ટાને જ કલ્પિત વસ્તુનો કલ્પક કહેવામાં આવ્યો છે. સાક્ષિભાસ્ય શુક્તિરજત આદિ અને સુખદુઃ ખ આદિ પ્રતિભાસમાત્રશરીર છે. પ્રતિભાસમાત્રશરીરનો અર્થ સમજવાનો છે પ્રતિભાસકાલમાત્રસ્થાયી.
શુક્તિરજત અવિદ્યાનો પરિણામ છે અર્થાત્ તે અવિદ્યાકલ્પિત છે. શુક્તિરજતજ્ઞાન અવિદ્યાવૃત્તિરૂપ છે અર્થાત્ તે પણ અવિદ્યાનો જ પરિણામ છે. બંનેનો દ્રષ્ટા સાક્ષિચૈતન્ય છે. એવું કદી બનતું નથી કે શુક્તિરજતનો દ્રષ્ટા સાક્ષી શુક્તિરજતનું દર્શન કરે પણ શુક્તિરજતના અવિદ્યાવૃત્તિરૂપ જ્ઞાનનું દર્શન ન કરે. જે સમયે સાક્ષી શુક્તિરજતનું દર્શન કરે છે તે જ સમયે તે શુંરિજતવિષયક અવિદ્યાવૃત્તિરૂપ શુક્તિરજતજ્ઞાનનું પણ દર્શન કરે છે. શુક્તિરજતાદિ પ્રતિભાસમાત્રશરીર વસ્તુ હોઈ પ્રતિભાસ૫કસમાનકાલીન પકવત્ હોય છે.શુક્તિરજતનું જ્ઞાન દોષજન્ય અવિદ્યાવૃત્તિ છે. આ અવિદ્યાવૃત્તિનો કલ્પક યા દ્રષ્ટા તે સાક્ષી. સાક્ષી જે સમયે પ્રદર્શિત અવિદ્યાવૃત્તિનો દ્રષ્ટા (૫ક) હોય છે તે સમયે જ નિયમિત રૂપે અવિદ્યાકલ્પિત શુક્તિરજતાદિનો પણ દ્રષ્ટા (૫ક) હોય છે. તેથી શુક્તિરજતાદિ પ્રતિભાસમાત્રશરીર કલ્પિત વસ્તુ જ પ્રતિભાસકલ્પકસમાનકાલીનકલ્પકવત્ હોય છે. આવી કલ્પિત વસ્તુ જ પ્રતિભાસમાત્રરારીર હોય છે, જેમ કે શુક્તિરજત આદિ વસ્તુ અને સુખ આદિ વસ્તુ. જે જે કલ્પિત વસ્તુ પ્રતિભાસકલ્પકસમાનકાલીનકલ્પવત્ છે તે જ દોષજન્ય જ્ઞાનમાત્રશરીર છે, જેમ કે શુક્તિરજત વગેરે કલ્પિત વસ્તુ. પરંતુ જે જે વસ્તુ કલ્પિત હોય તે બધી જ દોષજન્ય