________________
૧૪
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર
જ્ઞાનનિવર્ત્ય વસ્તુ અવિદ્યા છે એ લક્ષણ નિર્દોષ છે. આ પ્રથમ લક્ષણ અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિથી મુક્ત છે. ૨
અસંભવદોષવિચાર
હવે ન્યાયામૃતકાર અવિદ્યાના પ્રથમ લક્ષણમાં અસંભવદોષ દેખાડતાં સૌપ્રથમ અવિદ્યાલક્ષણગત ‘અનાદિત્વ’ અંશમાં અસંભવદોષ દેખાડે છે. તે કહે છે કે અવિદ્યા કલ્પિત વસ્તુ છે. તેથી તે દોષજન્ય જ્ઞાનમાત્રરૂપ છે. દોષજન્ય જ્ઞાનમાત્રરૂપ અવિદ્યા અનાદિ હોઈ રાકે નહિ. જે જન્ય હોય તે અનાદિ ન હોય. વળી, અવિદ્યાને અભાવભિન્ન અને વિનાશી (જ્ઞાનનિવર્ત્ય) કહેવામાં આવી છે. અભાવભિન્ન વિનાશી વસ્તુ સાદિ જ હોય છે. તે અનાદિ હોઈ રશકે નહિ. આ કારણે અભાવવિલક્ષણ વિનાશી અવિઘા અનાદિ સંભવતી નથી. અદ્વૈતવાદી કહેશે, ‘“અભાવભિન્ન વિનાશી વસ્તુ અનાદિ સંભવે છે, જેમ કે અવિઘા અને ચૈતન્યનો સંબંધ. તેથી, અભાવવિલક્ષણ વિનાશી (જ્ઞાનનિવર્ત્ય) અવિઘા વસ્તુ અનાદિ સંભવે છે. અવિદ્યાચૈતન્યસંબંધ અભાવવિલક્ષણ તથા જ્ઞાનનિવર્ત્ય હોવા છતાં અનાદિ છે. તેવી જ રીતે, અવિઘા અભાવવિલક્ષણ તથા જ્ઞાનનિવર્ત્ય હોવા છતાં અનાદિ છે.’’ તેમની આ વાત યોગ્ય નથી. અભાવવિલક્ષણ ઘંટ, પટ આદિ વિનાશી વસ્તુ આદિમત્ હોય છે. તે પ્રમાણે અવિઘા-ચૈતન્યનો અભાવવિલક્ષણ વિનાશી સંબંધ પણ આદિમત્ જ હોવો જોઈએ. તેથી અવિદ્યા-ચૈતન્યસંબંધની જેમ અભાવભિન્ન વિનાશી અવિદ્યા પણ સાદિ જ હોય. નિષ્કર્ષ એ કે અનાદિત્વઘટિત અવિદ્યાલક્ષણ અસંભવદોષથી દૂષિત છે.
ન
આના ઉત્તરમાં અદ્વૈતવાદી કહે છે કે ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી. અવિદ્યા કલ્પિત વસ્તુ હોઈ તે દોષજન્ય જ્ઞાનમાત્રરારીર છે કે સાદિ છે એમ ન કહેવું જોઈએ. જ્યાં જ્યાં કલ્પિતત્વ છે ત્યાં ત્યાં દોષજન્ય જ્ઞાનમાત્રરારીરત્વ કે સાહિત્ય છે એવી વ્યાપ્તિ નથી. દોષજન્ય જ્ઞાનમાત્રરારીરત્વ ધર્મ કલ્પિતત્વ ધર્મનો વ્યાપક નથી. જો વ્યાંપક હોત તો કલ્પિતત્વ ધર્મ દ્વારા અવિદ્યાના દોષજન્ય જ્ઞાનમાત્રશરીરત્વ કે સાદિત્વનું અનુમાન થાત. પરંતુ થતું નથી. કલ્પિત વસ્તુ પણ અનાદિ હોઈ શકે છે તેમ જ દોષજન્ય જ્ઞાનમાત્રશરીર નથી પણ હોઈ શકતી. જે દોષજન્ય જ્ઞાનમાત્રારીર છે તેને જ પ્રાતિભાસિક કહેવામાં આવે છે, જેમકે ચુક્તિરજતાદિ. પ્રાતિભાસિક વસ્તુની અજ્ઞાત સત્તા હોતી નથી. જેટલી ક્ષણ જ્ઞાન હોય છે તેટલી ક્ષણ જ તે વસ્તુ હોય છે. જ્યારે તેનું જ્ઞાન હોતું નથી ત્યારે તે વસ્તુ પણ હોતી નથી. આ અર્થમાં જ પ્રાતિભાસિક વસ્તુને પ્રતિભાસમાત્રશરીર કે જ્ઞાનમાત્રરારીર કહી છે. પ્રતિભાસમાત્રરારીરનો એવો અર્થ નથી કે પ્રતિભાસ વ્યતિરિક્ત પ્રતિભાસ્ય વસ્તુ કંઈ છે જ નહિ. એવો અર્થ કરવામાં આવતાં પ્રતિભાસ્ય વસ્તુ પ્રતિભાસના આકારની જ થઈ પડે અને વિષય જ્ઞાનના આકારનો છે એમ કહેવું પડે. આ જ વિજ્ઞાનવાદી બૌદ્ધોનો સિદ્ધાન્ત છે. પરંતુ અદ્વૈતવેદાન્તીઓનો આવો સિદ્ધાન્ત નથી. શુક્તિરજતાદિ પ્રાતિભાસિક વસ્તુ તેના પ્રતિભાસથી ભિન્ન છે. પરંતુ તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી હોવાથી તેને પ્રતિભાસમાત્રરારીર કહેવામાં આવી છે.
જેમ પ્રાતિભાસિક વસ્તુ કલ્પિત છે તેમ વ્યાવહારિક વસ્તુ પણ કલ્પિત છે. પરંતુ વ્યાવહારિક વસ્તુ કલ્પિત હોવા છતાં દોષજન્ય જ્ઞાનમાત્રરારીર નથી કારણ કે તે પ્રાતિભાસિક નથી. વ્યાવહારિક વસ્તુની અજ્ઞાત સત્તા સ્વીકારવામાં આવી છે. જ્ઞાન પૂર્વે અને જ્ઞાન પછી