________________
શાં વેદાન્તમાં અવિવાવિયાર અતિવ્યાસિવિચાર
ન્યાયામૃતકાર અવિદ્યાલક્ષણમાં અતિવ્યાસિદોષ દેખાડવા માટે કહ્યું છે કે અદ્વૈત વેદાન્તીએ છ વસ્તુઓને અનાદિ સ્વીકારી છે – (૧) જીવ (૨) ઈશ્વર (૩) વિશુદ્ધચેતન્ય (૪) જીવ અને ઈશ્વરનો ભેદ (૫) અવિદ્યા અને (૬) વિદ્યા અને ચૈતન્યનો સંબંધ. અવિદ્યાની સાથે ચેતન્યનો સંબંધ અનાદિ ભાવ વસ્તુ છે અને જ્ઞાન દ્વારા આ સંબંધ દૂર થઈ શકે છે. આમ અવિદ્યાચૈતન્યસંબંધ અનાદિ ભાવ વસ્તુ છે તેમ જ જ્ઞાનનિવર્ય છે, એટલે આપવામાં આવેલ અવિદ્યાલક્ષણમાં અતિવ્યાપ્તિદોષ આવે છે. અવિદ્યાની સાથેનો ચૈતન્યનો સંબંધ પોતે અવિદ્યા નથી, અને આ સંબંધને અવિદ્યાલક્ષણ લાગુ પડે છે. અવિઘા-ચૈતન્યસંબંધ અર્વિદ્યાલક્ષણનું લક્ષ્ય નથી. આ અલક્ષ્યને લક્ષણ લાગુ પડતું હોઈ લક્ષણમાં અતિવ્યાપ્તિદોષ આવે છે.
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર હે છે કે પ્રદર્શિત સ્થળે અવિદ્યાલક્ષણમાં અતિવ્યાપ્તિદોષ , છે જ નહિ. અવિદ્યાને જ્ઞાનનિવર્ય કહી છે. અહીં જ્ઞાનનિવર્લ્સનો અર્થ છે સાક્ષાત્ જ્ઞાનનિવર્ય. જ્ઞાન દ્વારા પરંપરાથી નિવર્ય વસ્તુને અહીં જ્ઞાનનિવર્લે કહી નથી. જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવૃત્ત અવિદ્યા જ થાય છે. અવિદ્યાની નિવૃત્તિને પરિણામે અવિદ્યા-ચૈતન્યસંબંધની નિવૃત્તિ થાય છે. જ્ઞાન અવિદ્યા-ચૈતન્યસંબંધનું સાક્ષાત્ નિવર્તક નથી. તેથી જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવત્યે અવિદ્યા જ હોઈ, જ્ઞાન દ્વારા પરંપરાથી નિવત્યે અવિદ્યા-ચૈતન્યસંબંધમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિ', થતી જ નથી.”
અદ્વૈતસિદ્ધિકારે વધારામાં કહ્યું છે કે અવિદ્યા-ચૈતન્યસંબંધમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિની શંકા થઈ જ શકતી નથી, કારણ કે અવિદ્યાનો ચૈતન્ય સાથે સ્વરૂપસંબંધ સ્વીકારવામાં આવ્યો છે. સંયોગ, સમવાય, આદિ સંબંધસંભવિત નથી. સ્વરૂપસંબંધ સંબંધીથી અતિરિક્ત નથી. સંબંધીથી અનતિરિક્ત સંબંધને જ સ્વરૂપસંબંધ કહેવામાં આવે છે. અવિદ્યાનો સંબંધ અવિધાસ્વરૂપ છે. તેથી અવિઘા-ચેત સંબંધમાં અવિદ્યાલક્ષણની અતિવ્યાપ્તિ છે એમ કહેવાય જ કેમ? - અહીં ન્યાયામૃતકાર એવી આપત્તિ આપે છે કે અવિદ્યાલક્ષણગત જ્ઞાનનિવર્ચ” પદનો અર્થ ‘જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવત્યં’ એવો હોય તો આ અવિદ્યાલક્ષણમાં અનામિત્વ વિશેષણ મૂકવું વ્યર્થ થઈ પડે, કારણ કે શુક્તિરજતાદિમાં અતિવ્યાપ્તિ થતી અટકાવવા માટે જ અવિદ્યાલક્ષણમાં “અનાદિત્વ’ વિશેષણ મૂકવામાં આવ્યું છે. શુક્તિરતાદિ જ્ઞાનનિવાર્ય હોવા છતાં તેઓ અનાદિ નથી પણ સાદિ છે. જો જ્ઞાનનિવર્ય’ પદનો અર્થ જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવર્ચ” હોય તો શુક્તિરજતાદિ જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવર્ય ન હોઈ અવિદ્યાલક્ષણની શુક્તિરજતાદિમાં અતિવ્યાપ્તિ થવાની સંભાવના જ નથી. તેથી “અનાદિવ’ વિશેષણ નિરર્થક થઈ પડે. ૨૯
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે “જ્ઞાનનિવર્ય પદનો અર્થ જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવર્ય હોવા છતાં “અનાદિત્વ' વિશેષણ વ્યર્થ બની જતું નથી, કારણ કે અવિદ્યાલાણમાં “અનાદિ’ વિશેષણ ન હોય તો ઉત્તરજ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવર્ય પૂર્વજ્ઞાનમાં અવિદ્યાનું લક્ષણ અતિવ્યાપ્ત બની જાય. ઉત્તરજ્ઞાન વડે નિવત્યે પૂર્વજ્ઞાન જ્ઞાન દ્વારા સાક્ષાત્ નિવાર્ય છે, ભાવ વસ્તુ પણ છે, પરંતુ સાદિ છે. અવિદ્યાલક્ષણમાં અનાદિત્વ વિશેષણ ન હોય તો ઉત્તરજ્ઞાનનિવાર્ય