________________
૧૦
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર નિરૂપણપ્રસંગે વિશદ રીતે સમજાવવામાં આવ્યું છે. ભામતીટીકા કલ્પતરુમાં પણ આ વિચાર ' વિરાદરૂપે રજૂ થયો છે. અને તેને જ અદ્વૈતસિદ્ધિકારે દશ્યત્વહેતુના નિરૂપણ પ્રસંગે પ્રદર્શિત કર્યો છે.
અવિઘામાં જ્ઞાનનિવચૈત્વ ધર્મ ન હોવાનું જણાવી આપવામાં આવેલ અવ્યાપ્તિદોષના સમર્થનમાં ન્યાયામૃતમારે વધારામાં બીજાં બે દષ્ટાન્તો આપ્યાં છે. એક દષ્ટાન્ત છે ઔપાધિક ભ્રમરપાઠાનક અવિદ્યાનું અને બીજું છે જીવન્મુક્તની અવિઘાનું. બંને દષ્ટાન્તમાં અવિદ્યા જ્ઞાનનિવર્ય નથી. પ્રથમ ઔપાધિક ભ્રમનું દષ્ટાન્ત લઈએ. ઔપાધિક ભ્રમમાં ભોપાદાને અવિઘા જ્ઞાન દ્વારા નિવૃત્ત થતી નથી. ઔપાધિક ભ્રમમાં અધિષ્ઠાનનું યથાર્થ જ્ઞાન હોવા છતાં જ્યાં સુધી ઉપાધિ હોય ત્યાં સુધી ઔપાધિક ભ્રમની અનુવૃત્તિ હોય છે જ. ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ જળાશયના તીરે આવેલું વૃક્ષ જળાશયમાં પ્રતિબિંબિત થતાં તે પ્રતિબિંબરૂપ વૃક્ષ અધોગ્ર દેખાય છે. અર્થાત્ પ્રતિબિંબરૂપ વૃક્ષનો ઉપરનો ભાગ મૂળ તરફનો હોય અને નીચેનો ભાગ ઘટાનો હોય એવું દેખાય છે. તીરસ્થ બિંબરૂપવૃક્ષ ઊર્ધ્વગ્ર છે એ જ્ઞાનતો દેખનારને હોય છે જ. આ ઔપાધિક ભ્રમમાં તીરસ્થબિંબરૂપવૃક્ષ અધિષ્ઠાન છે, જલારાય ઉપાધિ છે અને જલારાયમાંનું પ્રતિબિંબરૂપ અધોડગ્ર વૃક્ષ અધ્યસ્ત છે. આ અધ્યાસના અધિષ્ઠાન ઊર્ધ્વગ્ર તીરસ્ય બિંબવૃક્ષનો સાક્ષાત્કાર હોવા છતાં જળમાં વૃક્ષપ્રતિબિંબરૂપ અધ્યાસની ઉપાદાન અવિદ્યાજ્ઞાનનિવાર્ય બનતી નથી. પરિણામે પ્રદર્શિત અધ્યાસની ઉપાદાન અવિદ્યા જ્ઞાનનિવર્ય , ન હોઈ પ્રસ્તુત અવિઘાલક્ષણમાં અભ્યાસિદોષ આવે છે. હવે બીજું દષ્ટાન્ત જીવન્દમુક્તની અવિદ્યાનું લઈએ. જીવન્મુક્ત પુરુષને બ્રહ્મનો સાક્ષાત્કાર થયા પછી પણ અવિદ્યાની અનુવૃત્તિ હોય છે એવું અદ્વૈતવાદીઓએ સ્વીકારવું પડે છે. જો તેઓ એ ન સ્વીકારે તો અર્થાત્ એવું સ્વીકારે કે જીવન્મુક્ત પુરુષની અવિદ્યા બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા નિવૃત્ત થાય છે, તો બ્રહ્મસાક્ષાત્કાર થતાંની સાથે જ જીવન્મુક્ત પુરુષની અવિદ્યાની અને અવિદ્યાપાદાનક આરબ્ધ કર્મોની નિવૃત્તિ થઈ જાય અર્થાતુ અવિઘોપાદાનક દશ્યમાત્રનો ઉચ્છેદ થઈ જાય તેમ જ જીવન્મુક્ત પુરુષનાં શાસ્ત્રોપદેકૃત્વ અને ભિક્ષાટન આદિ પ્રવૃત્તિ અશક્ય બની જાય. તેથી જીવમુક્ત પુરુષની અવિધા બ્રહ્મસાક્ષાત્કાર દ્વારા નિવૃત્ત થતી નથી એમ અદ્વૈતવેદાન્તીને સ્વીકારવું પડે છે. આમ જીવન્મુક્ત પુરુષની અવિદ્યાને અવિદ્યાલક્ષણ લાગુ ન પડવાથી અવ્યાપ્તિદોષ આવે છે. જો અદ્વૈતવાદી-પ્રસ્તુત બને દષ્ટાન્તોમાં જ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ સ્વીકારે તો ઉપાધિના રહેવા છતાં ઔપાધિક ભ્રમની નિવૃત્તિ થઈ જાય અને જીવન્મુક્તની ભિક્ષાટનાદિ પ્રવૃત્તિનો લોપ થઈ જાય. બિંબરૂપ વૃક્ષનો (અધિષ્ઠાનનો) સાક્ષાત્કાર છે એટલે વૃક્ષનો પ્રતિબિંબવિભ્રમ થઈ શકે જ નહિ. પરંતુ તે થાય તો છે. એવી જ રીતે, જો જીવન્મુક્ત પુરુષની અવિદ્યા બ્રહ્મસાક્ષાત્કાર થતાં જ નિવૃત્ત થઈ જતી હોય તો જીવન્મુક્ત પુરુષની ઉપદેશ, ભિક્ષાટન આદિ પ્રવૃત્તિ ઘટે નહિ. જ્ઞાન અવિદ્યાનું નિવર્તક હોય તો જ્ઞાનકાળે અવિદ્યા રહી શકે નહિ; જેમ જ્ઞાન પ્રાગભાવનું નિવર્તક હોઈ જ્ઞાન ઉત્પન્ન થતાં જ જ્ઞાનપ્રાગભાવ રહી શકતો નથી તેમ જ્ઞાન ઉત્પન્ન થતાં અવિદ્યા પણ ન રહી શકે. જેમ જ્ઞાન જ્ઞાનપ્રાગભાવનું વિરોધી છે તેમ જ્ઞાન અવિદ્યાનું વિરોધી છે. પરંતુ જો સ્વીકારવામાં આવે કે પ્રદર્શિત બંને દષ્ટાન્તોમાં જ્ઞાન ઉત્પન્ન થવા છતાં અવિદ્યા ચાલુ રહે છે તો અવિઘા જ્ઞાનનિવર્ચ ઘટી શકે નહિ. પરિણામે જ્ઞાનનિવર્યઘટિત અવિદ્યાલાણમાં આવ્યામિદોષ આવે છે. ૨૨
આના ઉત્તરમાં અદ્વૈતવેદાન્તી નીચે પ્રમાણે જણાવે છે. ન્યાયામૃતકારે આમ કહેવું યોગ્ય નથી, કારણ કે જેમ ઉપાધિનું હોવું ઔપાધિક ભ્રમની નિવૃત્તિમાં પ્રતિબંધક છે તેમ આરબ્ધ કર્મ