________________
શાંકર વેઠાન્તમાં અવિદ્યાવિયાર
જ
અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે અભ્યાસિદોષનું નિરાકરણ કરે છે. સમાનવિષયક જ્ઞાન જ અવિદ્યાનું વિરોધી બની શકે એ સિદ્ધાન્ત અનુસાર બ્રહ્મજ્ઞાનને બ્રહ્મવિષયક અવિદ્યાનું નિવર્તક બનવામાં કોઈ બાધા નથી. તેનું કારણ એ કે શુદ્ધ બ્રહ્મની આવરક અવિઘા શુદ્ધ બ્રહ્મમાં અધ્યસ્ત થતાં શુદ્ધ બ્રહ્મ પણ અવિઘોપહિત જ બની જાય છે. અવિદ્યાની અધ્યાસદશામાં બ્રહ્મ અવિદ્યોપહિત નથી હોતું એમ કહી શકાય નહિ. જો કે અવિધા અવિદ્યોપહિત બ્રહ્મનું જ આવરણ કરતી નથી પણ શુદ્ધ બ્રહ્મનું જ આવરણ કરે છે, અર્થાત્ અવિદ્યાનો વિષય અવિદ્યોપહિત બ્રહ્મ હોય જ નહિ પણ શુદ્ધ બ્રહ્મ જ હોય, તો પણ અવિદ્યા બ્રહ્મમાં અનધ્યસ્ત રહી બ્રહ્મનું આવરણ કરી શકે નહિ. બ્રહ્મમાં અનધ્યસ્ત અવિદ્યા અસિદ્ધ છે. એટલે જ અવિદ્યાની અધ્યાસામાં બ્રહ્મ અનુપહિત રહી શકે નહિ. અહીં બ્રહ્મ અવિદ્યોપહિત હોવા છતાં અવિદ્યોપહિત બ્રહ્મ અવિદ્યાનો વિષય નથી, શુદ્ધ બ્રહ્મ જ અવિદ્યાનો વિષય છે. કેમ ? અવિઘોપહિત બ્રહ્મને અવિદ્યાનો વિષય માનીએ તો અવિદ્યા પોતે અવિદ્યાનો વિષય બની જાય. પરંતુ અવિદ્યા પોતે અવિદ્યાનો વિષય બની શકે નહિ. જડ વસ્તુ અને અવિદ્યા અવિદ્યાનો વિષય બની શકે નહિ એ હકીકત અમે પહેલાં જણાવી ગયા છીએ. વળી, એક જ વસ્તુ વિષય અને વિષયી, ગ્રાહ્ય અને ગ્રહણ, કર્મ અને ક્રિયા બની શકે નહિ. તેથી જ અવિદ્યા અવિદ્યાનો વિષય બની શક્તી નથી. શુદ્ધ બ્રહ્મ જ અવિદ્યાનો વિષય બની શકે છે. બ્રહ્મમાં અધ્યસ્ત અવિદ્યા બ્રહ્મને વિષય કરે છે ત્યારે બ્રહ્મ વસ્તુતઃ અવિદ્યોપહિત જ હોય છે પરંતુ અવિધાનો વિષય અવિદ્યોપહિત બ્રહ્મ બનતું નથી પણ શુદ્ધ બ્રહ્મ જ બને છે. આ જ રીતે બ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાન (અન્ત:કરણવૃત્તિરૂપ જ્ઞાન)
જ્યારે થાય છે ત્યારે તે વૃત્તિજ્ઞાન રશુદ્ધ બ્રહ્મને જ વિષય કરતું હોવા છતાં તે શુદ્ધ બ્રહ્મ વસ્તુતઃ વૃત્તિજ્ઞાનોપહિત હોય છે. અન્તઃકરણવૃત્તિ અન્તઃકરણવૃત્યુપહિત બ્રહ્મને વિષય કસ્તી નથી. અન્તઃકરણવૃત્તિનો વિષય અન્તઃકરણનૃત્યુપહિત બ્રહ્મ છે એમ સ્વીકારીએ તો અન્તઃ કરણવૃત્તિ પોતે પોતાનો વિષય થઈ પડે. એક જ વસ્તુ ગ્રાહ્ય પણ છે અને ગ્રહણ પણ છે એમ માનવું યોગ્ય નથી. તેથી, જેમ અવિદ્યાનો વિષય શુદ્ધબ્રહ્મ છે તેમ વૃત્તિજ્ઞાનનો વિષય પણ શુદ્ધભ્રહ્મ છે; જેમ શુદ્ધષ્ઠાવિષયક અવિદ્યા હોય છે ત્યારે બ્રહ્મ અવિદ્યોપહિત હોય છે તેમ શુદ્ઘબ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાન હોય છે ત્યારે બ્રહ્મ વૃત્તિાનોપહિત હોય છે. આમ અવિદ્યા અને વૃત્તિજ્ઞાન બંનેનો વિષય તો શુદ્ધ બ્રહ્મ જ હોય છે. શુદ્ધબ્રહ્મની ઉપાધિભૂત અવિદ્યા કે વૃત્તિ અવિદ્યા કે વૃત્તિનો વિષય બનતી નથી. સમાનવિષયક જ્ઞાન દ્વારા અજ્ઞાન(અવિદ્યા)ની નિવૃત્તિ સર્વાનુભવસિદ્ધ હોઈ શુદ્ધબ્રહ્મવિષયક જ્ઞાન દ્વારા શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યાની નિવૃત્તિ થવામાં કોઈ બાધા નથી. જેમ શુદ્ઘબ્રહ્મવિષયક વૃત્તિકાળે બ્રહ્મ વૃત્તિ દ્વારા ઉપહિત હોય છે તેમ શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યાકાળે પણ બ્રહ્મ તેવી જ રીતે અવિદ્યોપહિત હોય છે. શુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિના (વૃત્તિરૂપ જ્ઞાનના) અસ્તિત્વ વખતે બ્રહ્મ નૃત્યનુપહિત રહી શકે નહિ. પરંતુ એ કારણે વૃત્તિનો વિષય વૃત્તિ બની જતી નથી. વૃત્તિ થતાં અવિષય બ્રહ્મમાં વિષયતા આવે છે, જે બ્રહ્મ અગ્રાહ્ય હતું તેમાં ગ્રાહ્યતા આવે છે. તેથી વૃત્તિ વૃત્તિની ગ્રાહ્ય થઈ જતી નથી. શુદ્ધબ્રહ્મના વૃત્તિજ્ઞાનનો વિષય બ્રહ્મ વસ્તુતઃ ઉપાધિયુક્ત હોવા છતાં ઉપાધિભૂત વૃત્તિજ્ઞાન વૃત્તિજ્ઞાનનો વિષય બનતું નથી. શુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાનમાં વૃત્તિજ્ઞાન વૃત્તિજ્ઞાનનો વિષય ન હોવા છતાં શુદ્ધબ્રહ્મની ઉપાધિ તો હોય છે જ. તેથી તાદશ જ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ થવામાં ભામતીકાર વાચસ્પતિના મતે પણ કોઈ બાધા નથી.૧૮ વાચસ્પતિના મતે પણ અવિદ્યા ઉપહિતબ્રહ્મવિષયક હોયા છતાં