________________
અવિવાનું લક્ષણ પ્રથમ વળી, સત્ય વસ્તુ (બ્રહ્મ) અપિરણામી છે. તેથી સત્ય વસ્તુનું (બ્રહ્મનું) મિથ્યા વસ્તુરૂપે પરિણમન પણ એભવતુ નથી.'
અહીં તરંગિણીકાર કહે છે કે જેમ સત્ય દૂધ આદિ વસ્તુઓ પરિણામી છે તેમ સત્ય બ્રહ્મ પણ પરિણામી હોઈ શકે છે. આના ઉત્તરમાં ગૌડ બ્રહ્માનન્દ કહે છે કે દૂધ આદિ વસ્તુઓ કદી સત્યનથી. દૂધ આદિ વસ્તુ દશ્ય છે, પરિચ્છિન્ન છે અને જડ છે. દયત્વ આદિ ધ મિથ્યાત્વના વ્યાપ્ય છે. તેથી, જે દરય, પરિચ્છિન્નકે જડ છે તે મિથ્યા છે. એટલે જ સત્યવસ્તુ કદી પરિણામી હોઈ શકે નહિ.”
તરંગિણીકાર વધુમાં જણાવે છે કે સત્ય વસ્તુનો પણ નારા થવામાં કોઈ બાધા નથી. સમાયિકારણનાશ વગેરે દ્વારા સત્ય વસ્તુનો પણ નાશ થઈ શકે છે. આના ઉત્તરમાં બ્રહ્માનંદે કહ્યું છે કે નાસ્થત મિથ્યાત્વનું વ્યાપ્ય છે. જે નાશ્ય છે તે મિથ્યા છે. જે મિથ્યા નથી તેનો નાશ થાય નહિ. તેથી સત્ય બ્રહ્માનો નાશ થાય નહિ. અસત્ વધ્યાપુત્ર આદિનો પણ નાશ સંભવતો નથી, કારણ કે તે જન્ય મિથ્યા વસ્તુ નથી. જે જન્ય મિથ્યા વસ્તુ છે તેનો જ નાશ થાય છે. જે જન્ય મિથ્યા વસ્તુ છે તેનું ઉપાદાનકારણ અવિદ્યા છે. જ્ઞાનથી અવિદ્યાનો નાશ થાય છે અને અવિઘાનો નાશ થતાં અવિદ્યાજન્ય મિથ્યા વસ્તુનો નાશ થાય છે. - અહીં એ પ્રશ્ન થાય કે સત્ય વસ્તુ જો મિથ્યા વસ્તુનું ઉપાદાન બની રાતી ન હોય તો તો વારિ પૂતાનિ નાય” વગેરે શ્રુતિ અને ‘નાદ યતઃ' એ સૂત્રને ઘટાવશો કઈ રીતે? આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે, “વિવધનવં ત્વષ્ણુપયત .’ આનો અભિપ્રાય એ છે કે સત્ય બ્રહ્મ મિથ્યા પ્રપંચનું પરિણામી ઉપાદાન ન હોવા છતાં અધિષ્ઠાન તો બની શકે છે. સત્ય વસ્તુ જ વિવર્તનું અધિષ્ઠાન બને છે. એટલે અધિકાનત્વરૂપ ઉપાદાનત્વબહામાં છે. તેથી ઉદાહત
શ્રુતિ અને સ્મૃતિનો સત્ય વસ્તુ મિથ્યા વસ્તુનું ઉપાદાન (અર્થાત્ પરિણામી ઉપાદાન) બની * શકતી નથી એ સિદ્ધાન્ત સાથે કોઈ વિરોધ નથી.
તૃતીય અભ્યાસ અને તેનું નિરાકરણ-હવે અવિઘાલક્ષણનાતૃતીય અંરા જ્ઞાનનિવચૈત્વને લિઈ દર્શાવવામાં આવેલ અવ્યાપ્તિદોષને અનુલક્ષીન્યાયામૃતકારે કહ્યું છે કે અવિઘાને જ્ઞાનનિવાર્ય કહેવામાં આવી છે એ બરાબર નથી, કારણ કે શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યાનું બ્રહ્મજ્ઞાનનિવર્યપણું સંભવતું નથી. જે વિષયની અવિદ્યા હોય તે જ વિષયની વિદ્યા થાય તો જ તે અવિદ્યા તે વિદ્યાથી દૂર થાય, અન્યથા દૂર થાય. ભિન્નવિષયક અવિઘ ભિન્નવિષયક વિઘાથી નિવૃત્ત થઈ શકે નહિ. ઘવિષયક અજ્ઞાન પટવિષયક જ્ઞાન દ્વારા નિવૃત્ત ન થાય. ભામતીકાર વાચસ્પતિ મિશ્રના મતે શુદ્ધબ્રહ્મ અન્તઃકરણવૃત્તિરૂપ જ્ઞાનનો વિષય કદી બની શકતું નથી. તે શુદ્ધબ્રહ્મને વૃત્તિજ્ઞાનના વિષય તરીકે સ્વીકારતા નથી. જયારે શુદ્ધ બ્રહ્મવૃત્તિજ્ઞાનનો વિષય બને છે ત્યારે બ્રહ્મવૃત્યુપહિત બની જતું હોઈ તેની શુદ્ધતા રહેતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, વૃન્યુપહિત બ્રહ્મ જ વૃત્તિજ્ઞાનનો વિષય બને છે, શુદ્ધ બ્રહ્મ કદી વૃત્તિજ્ઞાનનો વિષય બની રાતું નથી. તેથી શુદ્ધબ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાન વાચસ્પતિના મતે સંભવી શકતું નથી. પરિણામે શુદ્ધબ્રહ્મવિષયક - અવિઘા જ્ઞાનનિવત્યે સંભવતી નથી. શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યા વૃન્યુપહિત બ્રહ્મવિષયક જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ શકે નહિ. ભિન્નવિષયક જ્ઞાન અવિદ્યાનું નિર્વતક બનતું નથી. એટલે જ વાચસ્પતિ મિત્રના મતે “અવિદ્યા જ્ઞાનનિવાર્ય છે એમ કહી શકાય નહિ. જો શુદ્ધબ્રહ્મવિષયક અવિદ્યા જ્ઞાનનિવર્ય ન હોય તો આપવામાં આવેલ અવિદ્યાલક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે.'