________________
શાંકર વેઠાન્તમાં અવિદ્યાવિયાર
દ
વિજાતીય ઉપાદાન હોય તો ઉપાદેય ઉત્પન્ન ન થાય. વિજાતીય વસ્તુઓ વચ્ચે ઉપાદાનઉપાદેયભાવ નથી. ઉપાદાન અને ઉપાદેયની સજાતીયતાના નિયમનો સ્વીકાર ન કરવામાં આવે તો અસત્ય વસ્તુનું ઉપાદાન સત્ય વસ્તુ બની શકે, સત્ય બ્રહ્મ અસત્ય પ્રપંચનું ઉપાદાન બની શકે. એમ થતાં અવિદ્યાને માનવાની કોઈ જરૂર જ નહિ રહે.
અદ્વૈતવાદીનો ઉત્તર આ પ્રમાણે છે - પૂર્વપક્ષીની વાત બરાબર નથી, કારણ કે જેમ સર્વથા વિજાતીય વસ્તુઓ વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવ દેખાતો નથી તેમ સર્વથા સજાતીય વસ્તુઓ વચ્ચે પણ ઉપાદાન-ઉપાદેયભાવ દેખાતો નથી. તેથી ઉપાદાન અને ઉપાદેય સર્વથા સજાતીય હોવા જોઈએ એવો નિયમ જ અસિદ્ધ છે. પૂર્વપક્ષી એવું કોઈ ઉપાદાન બતાવી રકો જ નહિ જે ઉપાદેયનું સર્વથા સજાતીય હોય. ઉપાદેયનું સર્વથા સજાતીય ઉપાદાન જો અપ્રસિદ્ધ હોય તો પૂર્વપક્ષી ક્યા દષ્ટાન્તના બળે ઉપાદેય સાથે ઉપાદાનના સર્વથા સજાતીયત્વની સિદ્ધિ કરરો ? ઉપાદાન અને ઉપાદેય વચ્ચે કિંચિત્ વૈજાત્ય ન હોય તો ઉપાદાન-ઉપાદેયભાવ જ શક્ય ન બને. ઉપાદાન અને ઉપાદેયની ભેદસિદ્ધિ કરવા માટે ભેદના અનુમાપક વિરુદ્ધ ધર્મો સ્વીકારવા જોઈએ. જેઓ ઉપાદાન અને ઉપાદેયનો અભેદ સ્વીકારે છે તેઓ પણ તેમનો અત્યન્ત અભેદ સ્વીકારતા નથી – સ્વીકારી શકે પણ નહિ – કારણ કે તેમ હોતાં અત્યન્ત અભેદને કારણે ઉપાદાન પોતે જ ઉપાદેય બની જાય, કારણ કારણને જ ઉત્પન્ન કરે, કાર્યોત્પત્તિ અસંભવ થઈ જાય. તેથી અભેદવાદીઓએ પણ ઉપાદાન અને ઉપાદેય વચ્ચે ભેદાભેદ સ્વીકાર્યો છે. તેઓ અમુક દૃષ્ટિએ તેમની વચ્ચે ભેદ સ્વીકારે છે અને અમુક દષ્ટિએ તેમની વચ્ચે અભેદ સ્વીકારે છે. વળી, આ ભેઠાભેદને આધારે જ ઉપાદાન અને ઉપાદેયનું તાદાત્મ્ય સ્વીકારી શકાય. અત્યન્ત ભેદ કે અત્યન્ત અભેદ હોય તો તાદાત્મ્ય ઘટે જ નહિ. ઉપાદાન સાથે ઉપાદેયનો સર્વથા ભેદ કે સર્વથા અભેદ હોય તો ઉપાદાન-ઉપાદેયભાવ જ ઘટી ન શકે. આ જ ઉપાદાન-ઉપાદેયનો અભેદ માનનારાનો સિદ્ધાંત છે. તેથી પૂર્વપક્ષી ઉપાદાનત્વને આપાદકરૂપે સ્વીકારી ઉપાઠાનના ઉપાદેય સાથેના સર્વથા સાજાત્યની આપત્તિ આપી શકે નહિ, કારણ કે સાધ્ય અને સાધનની કે આપાઘ અને આપાદકની વ્યાપ્તિ ગ્રહણ કરવા માટે કોઈ ઉપયુક્ત દષ્ટાન્ત નથી. સાચી વાત એ છે કે ઉપાદાન અને ઉપાદેયનું સર્વથા સાજાત્ય અદ્વૈતવાદીને અપેક્ષિત નથી જ. આ વસ્તુ બ્રહ્મસૂત્રના ‘દૃશ્યતે તુ’ (ર.૧.૬) સૂત્ર દ્વારા કહેવાઈ છે. ભાષ્યકારે પણ આ સૂત્રના ભાષ્યમાં વિલક્ષણ ઉત્પત્તિનો પ્રપંચ દર્શાવ્યો છે. પૂર્વપક્ષી આ સૂત્રની વ્યાખ્યા શું કરશે ? જો ઉપાદાન અને ઉપાદેયનું યત્કિંચિત્ સારૂપ્ય અપેક્ષિત હોય તો તેવું સારૂપ્ય તો આરોપિત અભાવ અને તેની ઉપાદાનકારણભૂત અવિદ્યામાં છે જ. આરોપિત અભાવ અને તેની ઉપાદાનકારણભૂત અવિદ્યા બંને મિથ્યા છે, બંને જડ છે અને બંને દશ્ય છે. જો કાર્યના આકાર સાથે કારણના આંકારનો પણ અભેદ સ્વીકારવામાં આવે તો - અર્થાત્ કાર્યવસ્તુ અને કારણવસ્તુનો આકારતઃ પણ અભેદ સ્વીકારવામાં આવે તો, કાર્યકારણભાવ જ ન ઘટે.``
વળી, પૂર્વપક્ષીએ કહ્યું છે કે સારૂપ્ય ન હોવા છતાં પણ જો ઉપાદાન-ઉપાદેયભાવ બનતો હોય તો સત્ય વસ્તુ પણ અસત્ય વસ્તુનું ઉપાદાન ખની રાકે – અર્થાત્ સત્ય બ્રહ્મ પણ મિથ્યા પ્રપંચનું ઉપાદાન બની શકે. અદ્વૈતવાદી કહે છે કે આ વાત નિતાન્ત અસંગત છે. સત્ય વસ્તુ જો મિથ્યા વસ્તુનું ઉપાદાન હોય તો મિથ્યા વસ્તુની કદી નિવૃત્તિ થઈ શકે જ નહિ. તેનું કારણ એ કે મિથ્યા વસ્તુની ઉપાદાનભૂત સત્ય વસ્તુની નિવૃત્તિ સંભવિત નથી; સત્ય વસ્તુનો કદી વિનારા નથી. ઉપાદાનભૂત સત્ય વસ્તુનો વિનારા સંભવિત ન હોય તો તેની ઉપાદેયભૂત મિથ્યા વસ્તુની પણ કદી નિવૃત્તિ થઈ શકે નહિ. ઉપાદાનની નિવૃત્તિ વિના ઉપાદેયની નિવૃત્તિ થઈ શકે જ નહિ.