________________
અવિદ્યાનું લક્ષણ - પ્રથમ
યુક્તિજ્ઞાનથી તે રાક્તિનો નાશ થાય એટલે તે શક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યાનો નાશ થાય. તે શક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યાનો નાશ થવા છતાં મૂલા અવિદ્યાનો નાશ થતો નથી. શુક્યવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરવાની રશક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યા નારા પામવા છતાં નિરવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરવાની શક્તિથી વિશિષ્ટ એવી મૂલા અવિદ્યાનો નાશ થતો નથી. શુત્યવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરવાની શક્તિ પણ મૂલા અવિદ્યામાં છે. સાવચ્છિન્ન અને નિરવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરવાની સમસ્ત શક્તિઓ મૂલા અવિદ્યામાં છે. તેમાંથી અમુક શક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યાની નિવૃત્તિ થવા છતાં સર્વાવરણશક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. તેથી સઘોમોક્ષની આપત્તિ આવતી નથી. શુત્યવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરવાની શક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યાની નિવૃત્તિ શુક્તિજ્ઞાનથી થવાની સાથે જ અવિદ્યાના કાર્ય રજતની નિવૃત્તિ થાય છે. સવિલાસ અવિદ્યાની નિવૃત્તિ થતાં આરોપિત રજતરૂપ અવિદ્યાકાર્યની સાથે જ ચુક્યવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરવાની શક્તિથી વિશિષ્ટ એવી અવિદ્યા સુક્તિજ્ઞાન દ્વારા નિવૃત્ત થાય છે. ‘જ્ઞાન સવિલાસ અવિદ્યાનું નિવર્તક છે’ એ સિદ્ધાન્ત પણ અક્ષત રહે છે.
વળી, અહીં એ આપત્તિ આપવામાં આવે છે કે જ્ઞાન સાક્ષાત્ અવિદ્યાનું નિવર્તક નથી પરંતુ અવિદ્યાગત આવરણશક્તિનું નિવર્તક છે એમ અદ્વૈતવાદીઓ સ્વીકારે છે; તેથી સાક્ષાત્ જ્ઞાનનિવત્હત્વ અવિદ્યામાં નથી પણ અવિદ્યાગત આવરણરાક્તિમાં છે; પરિણામે જ્ઞાનનિવત્હત્વરૂપ અવિદ્યાલક્ષણની આવરણાક્તિમાં અતિવ્યાપ્તિ અને અવિદ્યામાં અવ્યાપ્તિ થાય છે. આના ઉત્તરમાં લઘુચન્દ્રિકાકાર ગૌડ બ્રહ્માનંદ સ્પષ્ટ કરે છે કે અવિદ્યાલક્ષણમાં જે ‘જ્ઞાનનિવત્હત્વ’ મૂક્વામાં આવ્યું છે તેનો અર્થ ‘જ્ઞાનનિવર્ત્યશકિતમત્ત્વ’ સમજવાનો છે. તેથી જોરશક્તિ અવિદ્યાથી ભિન્ન હોય તો પણ આપેલા અવિદ્યાલક્ષણમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો ઘટરો નહિ.
દ્વિતીય અવ્યાપ્તિ અને તેનું નિરાકરણ - પૂર્વપક્ષી આપત્તિ આપે છે કે આરોપિત અભાવની ઉપાદાનકારણભૂત અવિદ્યા ભાવરૂપ વસ્તુ હોઈ શકે નહિ, એટલે અવિદ્યામાં ભાવત્વ ધર્મ નથી; તેથી ભાવત્વઘટિત અવિદ્યાલક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે.
અદ્વૈતવાદી ઉત્તર આપે છે કે પૂર્વપક્ષીએ જે કહ્યું તે સંગત નથી, કારણ કે અદ્વૈતવાદીઓ વૈરોષિકમતસિદ્ધ ભાવત્વધર્મને અવિદ્યામાં સ્વીકારતા નથી. અવિદ્યામાં ભાવત્વ ધર્મ ન હોવા છતાં અવિદ્યાને ભાવરૂપ કહેવામાં આવી છે, એનો અભિપ્રાય એ છે કે વૈરોષિકમતસિદ્ધ અભાવત્વધર્મ પણ અવિદ્યામાં નથી. આમ અવિદ્યા અભાવવિલક્ષણ છે. અભાવવૈલક્ષણ્ય અવિઘામાં હોવાને કારણે જ અવિદ્યાને ભાવરૂપ કહેવામાં આવી છે. તેથી લક્ષણગત ભાવત્વ વિશેષણનો અર્થ છે અભાવવિલક્ષણત્વ. આરોપિત અભાવની ઉપાદાનકારણભૂત અવિદ્યામાં પણ અભાવવિલક્ષણત્વ તો છે જ. અને આ અભાવવિલક્ષણત્વ જ અવિદ્યાલક્ષણગત ભાવત્વ છે. તેથી લક્ષણમાં ભાવત્વ છે એટલે અવ્યાપ્તિદોષ આવે છે એમ કહેવું ખોટું છે. અભાવવિલક્ષણત્વરૂપ ભાવત્વ આરોપિત અભાવની ઉપાદાનકારણભૂત અવિદ્યામાં છે એટલે ભાવત્વઘટિત અવિદ્યાલક્ષણમાં અવ્યાપ્તિદોષ આવતો નથી.°
અહીં પૂર્વપક્ષી કહે છે - અભાવવિલક્ષણ અવિદ્યા આરોપિત અભાવનું ઉપાદાનકારણ કેવી રીતે બની શકે ? ઉપાદાન અને ઉપાદેયનું (કાર્યનું) સજાતીય હોવું જરૂરી છે. ઉપાદેયની સમાન જાતિનું ઉપાદાન હોય તો જ ઉપાદેયની ઉત્પત્તિ થાય એવો નિયમ છે. ઉપાદેયથી