________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર પ્રાકટય યા જ્ઞાતતાનું આધાન કરે તે જ જ્ઞાનનો વિષય તે જ વસ્તુ હોય છે. જ્ઞાનનું (જ્ઞાનક્રિયાનું). કર્મ જ્ઞાનનો (જ્ઞાનક્રિયાનો) વિષય હોય છે. તેથી જ્ઞાનક્રિયાજન્ય ફળજ્ઞાનના વિષયમાં પેદા થાય છે. ક્રિયાજન્ય ફળનો આશ્રય બનવું એ જ યિાનાકર્મની લાક્ષણિક્તા છે. જ્ઞાનયિાજ ફળ છે - પ્રાકટ્ય, સ્કૂર્તિ યા જ્ઞાતતા વિષયમાં આ પ્રાકટ્યનું આધાન કરતું હોવાને કારણે જ જ્ઞાન વિષયકર્મક બને છે. તેવી જ રીતે, અવિદ્યા પોતાના વિષયનું આવરણ કરીને સર્મક બને છે. જે અવિદ્યા આવરણ કરી શક્તી નથી, તે અવિદ્યા જ નથી. અને જે જ્ઞાન પ્રાકટ્યનું આધાન કરતું નથી તે જ્ઞાન નથી. જેમ જ્ઞાનનું ફળ પ્રાકટય છે તેમ અવિદ્યાનું ફળ આવરણ છે. જ્ઞાન અને અવિઘા બંને આશ્રયનિરૂપ્ય અને વિષયનિરૂપ્ય છે.' આ વ્યક્તિને આ વિષયનું જ્ઞાન છે એવો અનુભવ જેમ આપણને થાય છે તેમ આ વ્યક્તિને આ વિષયનું અજ્ઞાન (અવિદ્યા) છે એવો અનુભવ પણ આપણને થાય છે. આ વાત અતિસ્થૂળરૂપે કહી છે પરંતુ અવિદ્યાના આશ્રય અને વિષયના નિરૂપણપ્રસંગે અતિસૂક્ષ્મરૂપે તેનું નિરૂપણ કરીશું. શુકન્યવચ્છિન્નચેતન્યવિષયક વિદ્યા સુતિવિષયક હોતી નથી, હોઈ શકે પણ નહિ. શુક્તિ જડ વસ્તુ છે. જડની આવક અવિધા હોઈ શકે જ નહિ. અપ્રકાશાસ્વરૂપ જડ વસ્તુનું આવરણ કરવાથી તો આવરણ નિરર્થક થઈ પડે એટલે પ્રકાશસ્વરૂપ ચૈતન્ય જ અવિદ્યા દ્વારા આવૃત થાય છે. ચૈતન્યનું આવરણ જ સાર્થક છે. તેનું આવરણ ન કરવામાં આવે તો તે પ્રકારમાન જ થઈ જાય. પરંતુ જડ વસ્તુનું આવરણન કરવામાં આવે તો તેથી સ્વભાવતઃ અપ્રકાશસ્વભાવ જડ વસ્તુ કંઈ પ્રકાશમાન થઈ જતી નથી. તેથી પ્રકાશસ્વરૂપ ચિહૂવસ્તુના અપ્રકાશ માટે અવિદ્યાનું આવરણ સાર્થક થાય છે. તેથી શુન્યવચ્છિન્નચેતન્યવિષયક અવિદ્યાનો વિષય શુતિ નથી જ, શુક્તિ તો અવિદ્યાના વિષયભૂત શુદ્ધ ચૈતન્યની અવચ્છેદકમાત્ર છે. શુક્તિ અવિઘાનો વિષય કદી બની શકે જ નહિ, તે તો કેવળ અવિધાના વિષયની અવચ્છેદક જ બની શકે. શુદ્ધ ચૈતન્યમાં અભેદ દ્વારા અધ્યસ્ત શુક્તિ તો અવિઘાની ચૈતન્યનિષ્ઠ વિષયતાની અવચ્છેદક માત્ર બની શકે. ચૈતન્ય અનાદિ છે. તે અનાદિ ચૈતન્યની આશ્રિત અને અનાદિ ચૈતન્યની આવરક અવિદ્યા પણ અનાદિ જ છે. પરવર્તી કાળે શુક્તિ ઉત્પન્ન થતાં નિરવચ્છિન્નચૈતન્યની આવરક અવિદ્યા શુન્યવચ્છિન્નચૈતન્યની આવક પ્રતીત થાય છે. અર્થાતુ પરવર્તીકાળે અનાદિ ચેતન્યમાં મુક્તિ અધ્યસ્ત થતાં અનાદિ કાળથી ચૈતન્યનું આવરણ કરતી પૂર્વસિદ્ધ અવિઘા જ રાત્યવચ્છિન્નચૈતન્યના આવરકરૂપે પ્રતીત થાય છે. તેથી, વિરોધીએ શુન્યવચ્છિન્નચૈતન્યની આવરક અવિઘાને સાદિ કહી અવ્યાપ્તિદોષ આપ્યો તે બરાબર નથી." | ન્યાયામૃત ઉપરની પોતાની ટીકા તરંગિણીમાં રામાચાર્ય કહે છે શુદ્ધચૈતન્યની આવક અવિઘા જ જો આરોપિત રજતનું ઉપાદાનકારણ હોય અને તે અવિદ્યા જો ગુક્તિજ્ઞાન દ્વારા દૂર થતી હોય તો શુદ્ધિજ્ઞાન દ્વારા જ મૂલા અવિદ્યા દૂર થઈ જાય અને પરિણામે શુક્તિજ્ઞાનવાનું પુરુષના મોક્ષની આપત્તિ આવે. વળી, જો આ આપત્તિના ભયથી અદ્વૈતવાદી શુદ્ધચૈતન્યની આવક, તેમ જ આરોપિત રજતના ઉપાદાનકારણભૂત, અવિદ્યાની નિવૃત્તિ શુક્તિાન દ્વારા ન સ્વીકારે તો શુક્તિજ્ઞાન દ્વારા રજતનો બાધ થઈ શકે નહિ. સવિલાસ અવિદ્યાની નિવૃત્તિ જ બાધ છે. અવિદ્યાનું કાર્ય જ અવિદ્યાનો વિલાસ છે. તેથી પોતાના કાર્ય સાથે અવિદ્યાની નિવૃત્તિ થવી એ જ બાધે છે. જો ગુક્તિજ્ઞાન દ્વારા અવિદ્યાની નિવૃત્તિ સ્વીકારવામાં આવે તો સોમોક્ષની આપત્તિ આવે.
આના ઉત્તરમાં અદ્વૈતવાદી નીચે પ્રમાણે જણાવે છે-શુન્યવચ્છિત્ર ચેતન્યનું આવરણ કરવાની જે શક્તિ મૂલા અવિઘામાં છે તે શક્તિની જ નિવૃત્તિ શુક્તિાન દ્વારા થાય છે.