________________
અવિદ્યાનું લક્ષણ - પ્રથમ
કોઈ કોઈ અવિદ્યામાં ભાવત્વ ધર્મ પણ નથી. ઉદાહરણાર્થ, આરોપિત અભાવની ઉપાદાનકારણભૂત અવિદ્યામાં ભાવત્વ ધર્મ નથી. તેથી લક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે. જયારે ઘટવત્ ભૂતલમાં કોઈને ઘટાભાવની ભ્રાન્તિ થાય છે ત્યારે ભૂતલ ઉપર ઘટાભાવ આરોપિત યા અધ્યસ્ત થયો છે એમ કહેવાય. આ આરોપિત અભાવનું પરિણામી ઉપાદાનકારણ અવિદ્યા છે. અભાવનું ઉપાદાનકારણ જે હોય તે ભાવ વસ્તુ હોઈ શકે નહિ. અહીં એ નોધીએ કે અનારોપિત અભાવનું ઉપાદાનકારણ જ નથી, તે નિરુપાદાનક છે. આરોપિત અભાવ પણ નિરુપાદાનક છે એમ ન કહી શકાય કારણ કે અદ્વૈતવેદાન્ત આરોપિત વસ્તુમાત્રના ઉપાદાનકારણ તરીકે અવિદ્યાને ગણે છે. અધ્યસ્ત બધું જ અવિઘોપાદાનક છે એ તેનો સિદ્ધાન્ત છે. તેથી આરોપિત અભાવની ઉપાદાનકારણભૂત અવિદ્યામાં ભાવત્વ ધર્મ ન હોવાથી અવિદ્યાલક્ષણમાં અવ્યાપ્તિદોષ આવે છે.
જો અદ્વૈતવેદાન્તી એમ કહે કે આરોપિત અભાવ ભાવરૂપ અવિદ્યોપાદાનક છે, અભાવનું ઉપાદાનકારણ ભાવ પણ હોય છે, તો અવિદ્યાની.સિદ્ધિ જ નહિ થાય – કારણ કે મિથ્યા જગતનું ઉપાદાનકારણ મિથ્યા વસ્તુ હોય એ ઉચિત છે એમ માનીને મિથ્યા અવિદ્યાને મિથ્યા જગતનું ઉપાદાનકારણ ગણવામાં આવી છે. ઉપાદાનકારણ અને ઉપાદેયકાર્યનું સારૂપ્ય બધા જ સ્વીકારે છે. ભાવ અને અભાવ વચ્ચે સારૂપ્ય નથી. તેથી ભાવ વસ્તુ અભાવનું ઉપાદાનકારણ બની શકે નહિ. ઉપાદાનકારણ અને ઉપાદેયકાર્ય વચ્ચે સારૂપ્ય અપેક્ષિત ન હોય તો સત્ય બ્રહ્મ પણ મિથ્યા જગતનું ઉપાદાનકારણ બની શકે. તેમ થતાં અવિદ્યાની સિદ્ધિની કોઈ સંભાવના જ ન રહે. તેથી આરોપિત અભાવના ઉપાદાનકારણમાં ભાવત્વ હોઈ શકે નહિ.
વળી, જો અદ્વૈતવેદાન્તી કહે કે આરોપિત ભાવવસ્તુનું ઉપાદાનકારણ ભાવરૂપ અવિદ્યા હોવા છતાં આરોપિત અભાવનું ઉપાદાનકારણ અવિદ્યા - જે ભાવરૂપ જ છે - નથી, કારણ કે ભાવ અભાવનું ઉપાદાનકારણ બની જ ન શકે; તો એ નિતાંત અસંગત છે. તેનું કારણ એ કે એમ હોતાં આરોપિત અભાવની જ્ઞાન દ્વારા નિવૃત્તિ થઈ શકશે નહિ. આરોપિત વસ્તુમાત્ર જ્ઞાન દ્વારા નિવૃત્ત થાય છે કારણ કે આરોપિત વસ્તુમાત્ર અવિદ્યોપાદાનક છે. જ્ઞાનની સાથે અવિદ્યાને જ સાક્ષાત્ વિરોધ છે. તેથી જ્ઞાન દ્વારા સાક્ષાત્ અવિદ્યાની નિવૃત્તિ થાય છે. તેમ થતાં પરિણામે તે અવિદ્યા જેનું ઉપાાકારણ છે તે આરોપિત વસ્તુ પણ નિવૃત્ત થઈ જાય છે. આરોપિત અભાવ જો અવિઘોપાદાનક ન હોય તો જ્ઞાન દ્વારા આરોપિત અભાવની નિવૃત્તિ ન જ થાય.
.
મધ્યાનુયાયી દ્વૈતવાદીએ અવ્યાપ્તિદોષની આપેલી આપત્તિને અદ્વૈતવાદી કેવી રીતે દૂર કરે છે .એ.હવે આપણે જોઈશું. અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે શુત્યવચ્છિન્ન ચૈતન્યની આવરક અવિઘામાં અનાદિત્ય નથી તેથી અવિદ્યાલક્ષણમાં અભ્યાસિદોષ આવે છે એવું વિરોધી કહે છે, પરંતુ ખરેખર અભ્યાસિદોષ આવતો જ નથી.
રજતની ઉપાદાનકારણભૂત અવિદ્યા પણ અનાદિ ચૈતન્યને આશ્રિત હોવાથી અનાદિ જ છે. અદ્વૈત સિદ્ધાન્તમાં અવિદ્યા જડ વસ્તુની આવરક બનતી નથી, તે શુદ્ધ ચૈતન્યની જ આવરક બની શકે છે. તેથી અવિદ્યા શુક્યવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરતી નથી, કેવળ ચૈતન્યમાત્રનું જ આવરણ કરે છે. અવિદ્યા શુદ્ધચૈતન્યમાં આશ્રિત અને શુદ્ધચૈતન્યવિષયક જ હોઈ શકે. અવિદ્યા જડને આશ્રિત હોતી નથી તેમ જ જડવિષયક પણ હોતી નથી. જેમ જ્ઞાન દ્વારા પ્રકાશિત વસ્તુ જ્ઞાનનો વિષય હોય છે તેમ અવિદ્યા દ્વારા આવૃત વસ્તુ અવિધાનો વિષય હોય છે. જે જ્ઞાન જેમાં