________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર તેમજ વિવરણ ઉપરની થકા ભાવપ્રકાશિકામાં પ્રાગભાવનું વિસ્તારથી ખંડન કર્યું છે. અદ્વૈતસિદ્ધિકાર મધુસૂદન સરસ્વતીએ પોતાની કૃતિ અદ્વૈતરત્નરક્ષણમાં પ્રાગભાવનું રસપ્રદ ખંડન ક્યું છે. તેમ છતાં અવિદ્યાના લક્ષણમાં ભાવત્વ વિશેષણમૂક્વામાં આવ્યું છે તે તો જેઓ પ્રાગભાવ સ્વીકારે છે તેમને લક્ષમાં રાખી મૂક્વામાં આવ્યું છે એમ સમજવું જોઈએ.
વૈશેષિકો ભાવ અને અભાવ એવા બે પ્રકારના પદાર્થો માને છે. અદ્વૈતવાદીઓને મતે અવિદ્યા અભાવ વસ્તુ નથી. એટલા માટે તેને ભાવ કહેવામાં આવે છે. હકીક્તમાં તોતે ભાવે વસ્તુ પણ નથી. એ તો ભાવ અને અભાવ બંનેથી વિલક્ષણ છે. ભાવરૂપેકે અભાવરૂપે અવિદ્યાનું નિરૂપણ કરવું શક્ય નહોઈ અવિઘા ભાવરૂપે કે અભાવરૂપે અનિર્વાચ્ય છે. અવિદ્યા ભાવ પણ નથી, અભાવ પણ નથી, ભાવાભાવ પણ નથી. આ ત્રણે કોટિથી વિલક્ષણ હોવાને કારણે અવિદ્યા અનિર્વાચ્ય છે. અવિઘાને ભાવરૂપ ગણવામાં અદ્વૈતવાદીઓનો કહેવાનો આશય એટલો જ છે કે તે અભાવરૂપ નથી. વસ્તુતઃ અવિદ્યામાં ભાવત્વ ધર્મ પણ નથી. આમ અવિદ્યા અનાદિ અને અભાવવિલક્ષણ છે. .
વળી, અવિદ્યા પ્રમાજ્ઞાનનિવાર્ય છે. અદ્વૈતવાદીના મતે પ્રમાણથી (=પ્રમાકરણથી) જન્મતી વિષયાકારવાળી અતઃકરણવૃત્તિ દ્વારા અભિવ્યક્ત થતા ચૈતન્યને જ જ્ઞાન ( પ્રમાજ્ઞાન). કહેવામાં આવે છે. ઇચ્છા, દ્વેષ વગેરે અતઃકરણવૃત્તિ હોવા છતાં તે પ્રમાકરણથી જન્ય અન્તઃકરણવૃત્તિ નથી. પ્રમાકરણથી જન્ય અન્તઃકરણવૃત્તિથી અભિવ્યક્ત ચૈતન્ય (જ્ઞાન):જ અવિઘાનું વિરોધી છે. જોકે બ્રહ્મચૈતન્ય જ્ઞાનવસ્તુ છે, જ્ઞાનમનતં વહી યુતિમાં બ્રહ્મચેતન્યને જ્ઞાન કહેવામાં આવ્યું છે, તેમ છતાં પ્રમાકરણથી જન્ય અન્તઃકરણવૃત્તિ દ્વારા અભિવ્યક્ત એવું ચૈતન્ય અવિદ્યાનું વિરોધી નથી. પ્રમાકરણથી જન્ય અન્તઃકરણવૃત્તિ પોતે જ્ઞાન નથી. પરંતુ અભિવ્યક્ત ચૈતન્યની અભિવ્યંજક હોવાથી, પ્રમાકરણથી જન્ય અન્તઃકરણવૃત્તિને પણ ઔપચારિક રીતે જ્ઞાન કહેવામાં આવે છે. તેમ છતાં મુખ્યાર્થમાં તે જ્ઞાન નથી. મુખ્યાર્થમાં તો પ્રમાકરણજન્ય અન્તઃકરણવૃત્તિ દ્વારા અભિવ્યક્ત ચૈતન્ય જ જ્ઞાન છે. અને અવિદ્યા તેનાથી દૂર થાય છે. તેથી અનાદિ, ભાવરૂપ અને જ્ઞાનનિવર્સ્ટ વસ્તુ જ અવિદ્યા છે. આમ ‘મનાહિમવરૂષત્વે તિજ્ઞાનનિવાર્યત્વ' અવિદ્યાનું લક્ષણ છે. ન્યાયામૃત અને અદ્વૈતસિદ્ધિમાં આ લક્ષણને અવિદ્યાના લક્ષણરૂપે આપ્યું છે. અભ્યાસિવિચાર
પ્રથમ અવ્યાસ અને તેનું નિરાકરણ - દૈતવાદી મધ્યાનુયાયીઓ આ લક્ષણમાં સૌ પ્રથમ અવ્યાપ્તિ દોષ દર્શાવે છે. આપવામાં આવેલ લક્ષણમાં ત્રણ અંશ છે – અનાદિત્વ, ભાવત્વ અને જ્ઞાનનિવચૈત્વ કેટલીક લક્ષ્ય વસ્તુમાં લક્ષણ હોય પણ બધીમાં નહોય તો અવ્યામિ દોષ આવે. જો કે કોઈ અવિદ્યામાં અનાદિત્વ, ભાવત્વ અને જ્ઞાનનિવર્યત્વ હોઈ શકે પરંતુ બધી અવિદ્યામાં એ ત્રણે હોતાં નથી. એટલા માટે લક્ષણમાં અસંભવદોષ ન જણાવી પ્રથમ અવ્યાપ્તિદોષ જ અહીં જણાવ્યો છે. અદ્વૈતવાદીઓ શુન્યવચ્છિન્ન ચેતન્યની આવરક અવિદ્યાને અધ્યસ્ત રજતનું ઉપાદાનકારણ ગણે છે. આ શુન્યવચ્છિન્ન ચેતન્યની આવરક અવિદ્યા અનાદિ હોઈ શકે નહિ, કારણકે ચેતન્ય અનાદિ હોવા છતાં શુક્તિ અનાદિ વસ્તુ નથી. ગુક્તિની ઉત્પત્તિ થાય છે. તેથી તે સાદિ છે. સાદિ શુક્તિથી અવચ્છિન્નચેતન્ય પણ સાદિ જ હોય. તેથી શુન્યવચ્છિન્ન સાદિ ચૈતન્યની આવરક અવિઘામાં અનાદિત્વધર્મન હોય. એટલે આપેલ લાણમાં આવ્યાપ્તિદોષ આવે છે.'