________________
અવિદ્યાનું લક્ષણ - પ્રથમ
માધ્યમતના ઉદ્ભટ વિદ્વાન વ્યાસતીર્થે (૧૫ ૫.) પોતાના સર્વશ્રેષ્ઠ મૌલિક ગ્રંથ ન્યાયામૃતમાં અદ્વૈતવાદનું વિદ્વત્તાપૂર્ણ ખંડન કર્યું છે. તેમાં કરેલું અદ્વૈતસમ્મત અવિદ્યાનું ખંડન વિશિષ્ટ છે. તેમાં અવિદ્યાનાં ત્રણ લક્ષણો ક્રમશઃ જણાવી તેમનું ખંડન કરવામાં આવ્યું છે. તે ત્રણ લક્ષણો છે - (૧) જે અનાદિ ભાવરૂપ હોવા છતાં જ્ઞાનનિવર્ત્ય છે તેને અવિદ્યા કહેવામાં આવે છે. (૨) જે ભ્રમનું ઉપાદાનકારણ છે તેને અવિદ્યા કહે છે. (૩) જે જ્ઞાનનિવર્ત્ય છે તે અવિદ્યા છે. પ્રકાશાત્મયતિકૃત વિવરણ, ચિત્સુખાચાર્યકૃત ચિત્સુખી, વગેરે અદ્વૈતવાદના મહત્ત્વના ગ્રંથોમાં અવિદ્યાનાં આ ત્રણ લક્ષણોનું સમર્થન છે. ન્યાયામૃતગ્રંથની રચના આ ત્રણ લક્ષણોનું
ખંડન કરવા માટે જ થઈ છે.
ન્યાયામૃતકારે પ્રથમ લક્ષણમાં યથાક્રમે અભ્યાપ્તિ, અસંભવ અને અતિભ્યાસિ એ ત્રણ દોષો દર્શાવ્યા છે.
અદ્વૈતવાદીઓ અવિદ્યાને અનાદિ વસ્તુ તરીકે સ્વીકારે છે. અવિદ્યાનું કોઈ ઉપાદાનકારણ નથી. સમસ્ત કાર્યજગતનું પરિણામી ઉપાદાનકારણ અવિદ્યા પોતે છે. જેઓ બ્રહ્મને કાર્યજગતનું ઉપાદાનકારણ ગણે છે તેઓ તેને પરિણામી ઉપાદાનકારણ ગણતા નથી. બ્રહ્મને જયારે ઉપાદાનકારણ કહેવામાં આવે છે ત્યારે અધિષ્ઠાનકારણના અર્થમાં જ ઉપાદાનકારણ કહેવામાં આવે છે. બ્રહ્મ જગતનું અધિષ્ઠાન છે. જગતનું પરિણામી ઉપાદાનકારણ તો અવિદ્યા છે. સમસ્ત કાર્યજગતનું જે ઉપાદાનકારણ હોય તે કદી સાદિ હોઈ શકે નહિ. જે સૃષ્ટિના આદ્ય કાર્યનું ઉપાદાનકારણ હોય તે સૃષ્ટિની પહેલાં પણ અસ્તિત્વ ધરાવતું હોય જ. તેથી સૃષ્ટિમાં તેની ઉત્પત્તિ થઈ નથી. સૃષ્ટિમાં જે વસ્તુની ઉત્પત્તિ થઈ ન હોય તે અનાદિ છે. શાવિષાણ, વંધ્યાપુત્ર વગેરે અવસ્તુઓ છે. તેથી તેઓ સૃષ્ટિમાં ઉત્પન્ન થઈ ન હોવા છતાં અનાદિ ન ગણાય. બધા દાર્શનિકો જગતના મૂળ ઉપાદાનકારણને અનાદિ ગણે છે. વૈરોષિક મતે પરમાણુ અનાદિ છે. સાંખ્ય મતે પ્રકૃતિ અનાદિ છે. તેવી જ રીતે અદ્વૈતવેદાન્તમતે જગતનું મૂળ ઉપાદાનકારણ અવિદ્યા પણ અનાદિ છે.
અવિદ્યા જેમ અનાદિ વસ્તુ છે તેમ ભાવવસ્તુ પણ છે. જે અનાદિ છે, ભાવવસ્તુ છે અને જ્ઞાનનિવર્ત્ય છે તે જ અવિદ્યા છે. તેથી અવિદ્યાનું પ્રથમ લક્ષણ સંસ્કૃતમાં આ પ્રમાણે આપ્યું છે
અનામિાવ પત્યે ક્ષતિ જ્ઞાનનિવર્તીત્વમ્ અવિદ્યાત્વમ્। આ લક્ષણમાં ભાવત્વવિરોષણ ન મૂકીએ તો પણ ચાલે. જેઓ પ્રાગભાવ સ્વીકારે છે તેમના મતમાં જ્ઞાનપ્રાગભાવ અને ઇચ્છાદિપ્રાગભાવમાં જ્ઞાનનિવર્ત્યત્વ ધર્મ રહેતો હોવાથી તે પ્રાગભાવોને પણ અવિદ્યાનું લક્ષણ લાગુ પડી જાય અને અતિવ્યાપ્તિદોષ આવે. આ દોષ ન આવે એટલા માટે ભાવત્વવિરોષણ (=‘માવવત્વે તિ’ એ વિશેષણ) અવિદ્યાલક્ષણમાં મૂક્યું છે. પરંતુ જેઓ પ્રાગભાવને સ્વીકારતા જ નથી તેમના મતે ભાવત્વ વિરોષણ લક્ષણમાં મૂકવાની જરૂર નથી. એટલે જ નૃસિંહાશ્રમ તેમના અદ્વૈતદીપિકા ગ્રંથમાં અવિદ્યાના લક્ષણ તરીકે અનાવિત્વે ક્ષતિ જ્ઞાનનિવત્યંત્વ એટલું જ આપે છે. તેમણે અદ્વૈતદીપિકામાં