________________
પરિશિષ્ટ
२०७
6. નૈયાયિક –તે જીવાત્માઓ શું છે ? તે બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે એ વિચારવું જોઈએ. અદ્વૈતવેદાન્તી - ઓ ક્ષુદ્ર તાર્કિક ! તુ સર્વત્ર અજ્ઞાની છે. બ્રહ્મ જ જીવાત્માઓ છે, બ્રહ્મથી અન્ય તેઓ નથી. અગ્નિપિંડથી જુદા દેખાતાં સ્ફુલિંગો અગ્નિસ્વરૂપ નથી એમ નહિ. 7. तत् किं ब्रह्मण एवाविद्या ? न च ब्रह्मणोऽविद्या । यथा ह्येकमेव घटाद्यावरणोपहितभेदतया भिन्नमिव विभाति नभः पटाकाशं घटाकाशमिति, तदावरणवशादेव च रजोधूमादिकलुषितमपि भवति, तदावरणविरतौ तु गलितकालुष्यमले तत्रैव परमे व्योम्नि लीयते, तथैव च जीवात्मानोऽपि अविद्यापरिकल्पितभेदाः तत्कृतमनेकप्रकारकालुष्यमनुभवन्ति, तदुपरमे च परब्रह्मणि लीयन्ते इति । 7. નૈયાયિક – તો શું બ્રહ્મને જ અવિદ્યા છે ?
અદ્વૈતવેદાન્તી - બ્રહ્મને અવિદ્યા નથી. જેમ ઘટ વગેરે આવરણોથી ઊભા થયેલા ખોટા ભેદોથી એક જ આકારા જાણે ભિન્ન ભિન્ન હોય એવું દેખાય છે - ઘટાકારા, પટાકાશ; વળી તે આવરણોને લીધે જ આકાશ રજ-ધૂમ વગેરેથી કલુષિત પણ બને છે, પરંતુ તે આવરણો હટી જતાં કાલુષ્યમલ દૂર થઈ જાય છે અને કાલુષ્યમલ દૂર થઈ જતાં તે ઘટાફાશ, પટાકાશ આદિ ભેદો પરમ આકારામાં લય પામે છે, તેવી જ રીતે જીવાત્માઓ પણ અવિદ્યાએ બ્રહ્મમાં ઊભા કરેલા ખોટા ભેદો છે, અવિદ્યાકૃત અનેક પ્રકારનું કાલુષ્ય તે જીવાત્માઓ અનુભવે છે અને તે અવિદ્યા દૂર થતાં જીવાત્માઓ પરમ બ્રહ્મમાં લીન થાય છે.
8. नन्वेवं सत्यप्यविद्यापरिकल्पित एष ब्रह्मजीवात्मविभागः । सा च जीवात्मनामविद्येत्युच्यते । तदेतदितरेतराश्रयमापद्यते, अविद्याकल्पनायां सत्यां जीवात्मानः, जीवात्मसु च सत्स्वविद्येति । भवत्वितरेतराश्रयत्वम् । अविद्याप्रपञ्च एवायमशेषः । कस्यैष दोष: ? अथ वाऽनादित्वमस्य परिहारो बीजाङ्कुरवत् भविष्यति । भवद्भिरपि चायमनादिरेव संसारोऽम्युपगतः । अविद्ययैव च संसार રૂત્યુન્યતે।
8. નૈયાયિક – આમ હોતાં જીવાત્મા અને બ્રહ્મનો આ વિભાગ (ભેદ) અવિદ્યાપરિકલ્પિત છે. અને તે અવિદ્યા જીવાત્માઓને છે એમ કહેવાય છે. તેથી ઇતરેતરાશ્રયદોષ આવી પડે છે. અવિદ્યા વડે કલ્પના થતાં જીવાત્માઓ અસ્તિત્વમાં આવે છે (અર્થાત્ અવિદ્યાકલ્પિત જીવાત્માઓ છે) અને જીવાત્માઓ હોતાં અવિદ્યા છે. અદ્વૈતવેદાન્તી - ભલે, ઈતરેતરાશ્રય હો, આ બધો અવિદ્યાનો જ પ્રપંચ છે. એમાં દોષ કોનો ? અથવા, આ દોષનો પરિહાર બીજ-અંકુરની જેમ અવિદ્યા-જીવાત્માના અનાદિત્યથી થરો. આપ તૈયાયિકોએ પણ આ સંસારને અનાદિ જ સ્વીકાર્યો છે અને અવિદ્યાને કારણે જ સંસાર છે એમ આપે કહ્યું છે.
9. नन्वनादेरविद्यायाः कथमुच्छेदः ? किमनादेरुच्छेदो न भवति भूमे रूपस्य ? भवद्भिर्वा कथमनादिः संसार उच्छेद्यते ?
9. નૈયાયિક - જો અવિદ્યા અનાદિ હોય તો તેનો ઉચ્છેદ કેવી રીતે થાય ?
અદ્વૈતવેદાન્તી – શું ભૂમિના અનાદિ રૂપનો (રંગનો) ઉચ્છેદ નથી થતો ? અથવા આપ નૈયાયિકો અનાદિ સંસારનો ઉચ્છેદ કેવી રીતે કરો છો ?