________________
શાંકર વેઠાન્તમાં અવિદ્યાવિચાર
અભેદવાચી આગમ પ્રત્યાવિરુદ્ધ છે એમ કહેવું શક્ય નથી. અન્યનો નિષેધ કરવામાં પ્રત્યક્ષ સમર્થ નથી, કારણ કે સ્વરૂપમાત્રને ગ્રહણ કરવામાં જ તેનો વ્યાપાર પૂર્ણ થઈ જાય છે. અને પરરૂપનિષેધ વિના ભેદ દુર્ઘટ હોઈ, ભેદ ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ કુંઠ જ છે, એટલે તે પ્રત્યક્ષ કેવી રીતે અભેદગ્રાહી આગમનો વિરોધ કરે ! તેથી જ કહ્યું છે કે ‘બુદ્ધિમાનો પ્રત્યક્ષને વિધાયક કહે છે, નિષેધક કહેતા નથી. તેથી એકત્વ પ્રતિપાદક આગમનો પ્રત્યક્ષ વિરોધ કરતું નથી.’
3. ननु यद्येकमेव ब्रह्म, न द्वितीयं किञ्चिदस्ति, तर्हि तद् ब्रह्म नित्यशुद्धबुद्धस्वभावत्वात् मुक्तमेव आस्ते । केन तद् बद्धमिति ? किमर्थोऽयं मुमुक्षुणां प्रयत्नः ? कुतस्त्यो वाऽयं विचित्रजगदवभासः ? अविद्योच्छेदार्थो मुमुक्षुप्रयत्नः इति ब्रूमः । ततस्त्य एवायं विचित्रजगदवभासः ।
-
3. નૈયાયિક - જો બ્રહ્મ એક જ હોય, બીજું કંઈ હોય જ નહિ તો તે બ્રહ્મ નિત્ય-શુદ્ધબુદ્ધસ્વભાવવાળું હોઈ, મુક્ત જ રહે. તે શેનાથી બદ્ધ છે ? મુમુક્ષુઓ શા માટે આ પ્રયત્ન કરે છે ? વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે ?
-
અદ્વૈતવેદાન્તી – અવિદ્યાનો નારા કરવા માટે મુમુક્ષુઓ પ્રયત્ન કરે છે. અવિદ્યાને કારણે જ વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે.
4. યમવિદ્યા નામ ? બ્રહ્મનો વ્યતિરિા ચેત, નાદ્વૈતમ્ । અવ્યતિરે તુ વ્રોવ સા, તતો नान्याऽस्त्येषेति कथमुच्छिद्येत ? मैवं वस्तुनीदृशि तार्किकचोद्यानि क्रमन्ते । अविद्या त्वियमवस्तुरूपा माया मिथ्याभासस्वभावाऽभिधीयते । तत्त्वाग्रहणमविद्या । अग्रहणं च नाम कथं वस्तुधर्मैः विकल्प्यते ?
२०६
4. નૈયાયિક - અવિદ્યા શું છે ? જો તે બ્રહ્મથી અતિરિક્ત હોય તો અદ્વૈત રહેતું નથી. જો તે બ્રહ્મથી અભિન્ન હોય તો તે બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય તે છે જ નહિ, એટલે તેનો ઉચ્છેદ કેવી રીતે થાય ?
અદ્વૈતવેદાન્તી - ના, એવું નથી. તાર્કિકો આવા આક્ષેપો વસ્તુઓ ઉપર કરી શકે. પરંતુ આ અવિદ્યા તો અવસ્તુરૂપ છે, માયા છે, મિથ્યા અવભાસ તેનો સ્વભાવ છે, એમ કહેવાયું છે. તત્ત્વનું અગ્રહણ અવિદ્યા છે. અગ્રહણની બાબતમાં વસ્તુધર્મોને લઈ થતા વિકલ્પો કેવી રીતે થાય ?
5. ननु तत्त्वाग्रहणरूपाऽपि कस्येयमविद्या ? न हि ब्रह्मणो नित्यप्रबुद्धस्वभावत्वादविद्या भवति । अन्यस्तु नास्त्येव तदाश्रयः । न च निरधिकरणमेव मिथ्याज्ञानं भवितुमर्हति । उच्यते । जीवात्मनामविद्या, न ब्रह्मणः ।
5. નૈયાયિક – તત્ત્વના અગ્રહણરૂપ પણ આ અવિદ્યા કોને છે ? અવિદ્યા બ્રહ્મને નથી કારણ કે તે નિત્યબુદ્ધ સ્વભાવ છે. બીજો કોઈ અવિદ્યાનો આશ્રય છે જ નહિ. અને અધિકરણ વિનાનું જ મિથ્યાજ્ઞાન હોવું ઘટતું નથી.
અદ્વૈતવેદાન્તી – આનો ઉત્તર અમે આપીએ છીએ. અવિદ્યા જીવાત્માઓને છે, બ્રહ્મને નથી. 6. નનુ के ते जीवात्मानः ? तेऽपि ब्रह्मणोऽन्यानन्यतया चिन्त्या एव । आः न क्षुद्रतार्किक ! सर्वत्रानभिज्ञोऽसि । ब्रह्मैव जीवात्मानः, न ततोऽन्ये । न हि दहनपिण्डाद् भेदेनापि भान्तः स्फुलिङ्गा अग्निस्वरूपा न भवन्ति ।