________________
૨૦૮
શાંકર વેઠાન્તમાં અવિદ્યાવિયાર
10. નનૂપાયે સત્યનારિવ્યુદ્યિતે । અદ્વૈતવતિનાં તુ સ્તવુદ્ધેયોપાયઃ ? અવિધૈવેતિ બ્રૂમઃ । श्रवणमनननिदिध्यासनादिरप्यविद्यैव । सा त्वभ्यस्यमाना सती अविद्यान्तरमुत्सादयति स्वयमप्युत्सीदति, यथा पयः पयो जरयति स्वयं च जीर्यति, विषं विषान्तरं शमयति स्वयं च शाम्यति, यथा वा द्रव्यान्तररजः क्षिप्तं रजः कलुषितेऽम्भसि तच्चात्मानं च संहत्य स्वच्छमम्बु करोति । तदेवमियमविद्यैवाविद्यान्तरमुच्छिन्दन्ती अविद्योच्छेदोपायतां प्रतिपद्यते ।
10. નૈયાયિક – ઉપાય હોય તો અનાદિનો પણ ઉચ્છેદ થાય છે. અદ્વૈતવેદાન્તીઓના મતમાં અવિદ્યાના ઉચ્છેદનો ઉપાય શો છે ?
અદ્વૈતવેદાન્તી - અવિદ્યા જ ઉપાય છે એમ કહીએ છીએ. શ્રવણ, મનન, નિદિધ્યાસન વગેરે પણ અવિદ્યા જ છે. તે શ્રવણાદિરૂપ અવિદ્યાનો અભ્યાસ કરાતાં તે શ્રવણાદિરૂપ અવિદ્યા અવિદ્યાન્તરનો નાશ કરે છે અને પોતે પણ નાશ પામે છે. દૂધ દૂધને પચાવે છે અને સ્વયં પચે છે. વિષ વિષાન્તરનું શમન કરે છે અને પોતે પણ શમે છે. અથવા દ્રવ્યાન્તરની રજ રજકલુષિત પાણીમાં નાખતાં પેલી રજને અને પોતાને એકઠી કરીને પાણીને સ્વચ્છ કરે છે. એ જ રીતે આ અવિદ્યા જ અવિદ્યાન્તરનો ઉચ્છેદ કરતી હોવાથી અવિદ્યાના ઉચ્છેદનો ઉપાય બને છે.
11. ननु स्वरूपेणासत्यैवेयमविद्या कथं सत्यकार्यं कुर्यात् ? उच्यते
असत्यादपि सत्यार्थसम्पत्तिरुपपत्स्यते ।
मायासर्पादयो दृष्टाः सत्यप्रलयहेतवः ॥
रेखागकारादयश्चासत्याः सत्यार्थप्रतीत्युपाया दृश्यन्ते ।
11. નૈયાયિક - આ અવિદ્યા સ્વરૂપથી અસત્ય જ છે તો તે કેવી રીતે સત્યકાર્યને કરે ? અદ્વૈતવેદાન્તી – અસત્યમાંથી પણ સત્યાર્થસંપત્તિ ઘટે છે. માયાસર્પ વગેરેને સત્યમૃત્યુનાં કારણ બનતાં દેખ્યાં છે. રેખા, ગકાર વગેરે અસત્ય છે છતાં તેઓ સત્યાર્થના જ્ઞાનના ઉપાયો બનતાં દેખાય છે.
12. સ્વવેળ સત્યાસ્તે રૂતિ ચેત, જિતેન યિતે ? વિત્વેન હિ તે પ્રતિપાળા, તત્ત્તવામસમિતિ 12. તૈયાયિક – રેખા, ગકાર વગેરે સ્વરૂપથી સત્ છે.
અદ્વૈતવેદાન્તી – તે સ્વરૂપ શું કરે છે ? (કંઈ જ નહિ. ) ગકાર આદિ રૂપે તેઓ પ્રતિપાદક છે અને તે ગકાર આદિ રૂપ તો તેમનું અસત્ રૂપ છે.
1
13. ननु ब्रह्मणो नित्यशुद्धत्वात् जीवानां च ततोऽनन्यत्वात् कथं तेष्वविद्याऽवकाशं लभते ? परिहृतमेतद् घटाकाशदृष्टान्तोपवर्णनेनैव । अपि च यथा विशुद्धमपि वदनबिम्बमम्बुमणिकृपाणदर्पणाद्युपाधिवशेन श्यामदीर्घस्थूलादिरूपमपारमार्थिकमेव दर्शयति तथा ब्रह्मणस्तदभावेऽपि जीवेषु तदवकाश इति ।
13. નૈયાયિક - બ્રહ્મ તો નિત્ય શુદ્ધ હોઈ અને જીવો તેનાથી અભિન્ન હોઈ, જીવોમાં અવિદ્યા કેવી રીતે અવકારા પામે ? (ન જ પામે.)
અદ્વૈતવેદાન્તી – ઘટાકારાના દૃષ્ટાન્તના વર્ણન દ્વારા આ દોષનો પરિહાર અમે કરી દીધો છે. વળી જેમ વિશુદ્ધ મુખબિંબ પણ પાણી, મણિ, તલવાર, દર્પણ આદિ વો શ્યામ, દીર્ઘ,