________________
સિદ્ધાન્તબિંદુમાં નિરૂપિત સુષુપ્તિ
૧૯૧ ઉલ્લેખ હોતો નથી. અભિપ્રાય એ કે સુષુપ્તિદશામાં અહંકાર ન હોવાથી દેશકાલવિશિષ્ટરૂપે અજ્ઞાનાદિનું સવિકલ્પક જ્ઞાન સુષુપ્તિદશામાં હોઈ શકે નહિ. દેશકાલવિશિષ્ટ વિષયક સવિકલ્પક અનુભવથી જન્ય સ્મૃતિમાં જ ‘તત્તાનો ઉલ્લેખ હોય છે. સુષુપ્તિદશામાં અજ્ઞાનનો દેશકાલવિશિષ્ટરૂપે અનુભવ હોઈ શક્તો નથી, કારણકે સુષુપ્તિદશામાં અન્તઃકરણ (મન)નો લય થઈ ગયો હોય છે.*
સૌષુપ્ત અનુભવમાં અજ્ઞાનનું દેશાદિવેટ્યિ ભાસતું નથી; અહંકારરૂપ કારણ ન હોવાથી દેશાદિવિશિષ્ટરૂપે અજ્ઞાનનો સવિકલ્પક અનુભવ થતો નથી; આ જ અદ્વૈત વેદાન્તીએ કહ્યું છે. આની સામે આપત્તિ આપવામાં આંવે છે કે સુષુપ્તિમાં જો સવિકલ્પક જ્ઞાન થઈ શકતું ન હોય તો સુષુપ્તિમાં થતા અજ્ઞાનના અનુભવમાં સવિષયવ અને જ્ઞાનવિરોધિત્વધર્મોથી વિશિષ્ટ એવું અજ્ઞાન ન ભાસે એ જ ઉચિત છે. પરંતુ સુષુપ્તિકાલીન અજ્ઞાનાનુભવમાં સવિષયકત્વાદિ ધર્મથી વિશિષ્ટ અજ્ઞાન ભાસે છે એટલે સુષુપ્તિમાં સવિકલ્પક જ્ઞાન સ્વીકારવું જોઈએ. પરંતુ અહંકારરૂપ કારણ ન હોઈ સુષુપ્તિદશામાં થતા અજ્ઞાનાનુભવમાં સવિષયકત્વ અને જ્ઞાનવિરોધિત્વ ધર્મોથી વિશિષ્ટ અજ્ઞાનનું ન ભાસવું જ ઉચિત છે. અહીં જો અદ્વૈત વેદાન્તી ઇષ્ટાપત્તિ કહે અર્થાત્ જો તેઓ એમ કહે કે સુષુપ્તિદશામાં અજ્ઞાનાનુભવમાં અજ્ઞાન સ્વરૂપત જ ભાસે છે, સવિષયકત્વાદિ ધર્મોથી વિશિષ્ટ અજ્ઞાન ભાસતું નથી, તો આપત્તિ એ આવે કે સુખોસ્થિત પુરુષને હું કંઈ જાણતો નહતો એવી સ્મૃતિ પણ થઈ શકે નહિ. પરંતુ હું કંઈ જાણતો હતો એવી સ્મૃતિ થાય છે એમ કહેતાં તો સ્મર્યમાણ અજ્ઞાન વિષયત્વ અને જ્ઞાનવિરોધિત્વરૂપે જ પ્રતીત થાય છે એમ સ્વીકારવું જ પડે. “કંઈ (વિચિત) પદ દ્વારા અજ્ઞાનનું સવિષયકત્વ અને હું જાણતો ન હતો (નાવેરિષ5) પદ દ્વારા જ્ઞાનવિરોધિત્વ પ્રતીત થાય છે. સુષુપ્તિમાં અજ્ઞાનસ્વરૂપત અનુભૂતિ થાય - છે એમ સ્વીકારીએ તો અજ્ઞાનનું સર્વિષયત્વ અને જ્ઞાનવિરોધિત્વરૂપે સ્મરણ થઈ શકે નહિ. તેથી સુખોસ્થિત પુરુષની સ્મૃતિ સવિષયકત્વાદિ ધર્મના વૈશિષ્ટયના ઉલ્લેખવાળી હોવાથી સુષુપ્તિદશામાં પણ અજ્ઞાનનો અનુભવ સવિકલ્પક જ થયેલો સ્વીકારવો જોઈએ.* * - આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિમાં કહ્યું છે કે સુષુપ્તિમાં અજ્ઞાનના નિર્વિકલ્પક અનુભવથી જન્ય એવું સુખોસ્થિત પુરુષને સવિકલ્પક સ્મરણ થઈ શકે નહિ. સ્માતા અજ્ઞાનમાં જે સવિષયત્વ અને અજ્ઞાનત્વ (જ્ઞાનવિરોધિત્વ) ધર્મનું વૈશિધ્ય ભાસે છે તે સુષુપ્તિકાલીને અનુભવજન્ય નથી. ઉક્ત ધર્મદ્રયનો વૈશિટ્યાંશ સ્મરણનો વિષય નથી પરંતુ સ્મૃતિકાલીન અનુભવનો વિષય છે. અજ્ઞાનસ્વરૂપની જ સ્મૃતિ થાય છે, જ્યારે વૈશિષ્ટયાંશ તો સુખોસ્થિત પુરુષને ઉત્થાનકાળે અનુભવાય છે."
અદ્વૈતસિદ્ધિકારના આ રીતના સમાધાન અંગે ન્યાયરત્નાવલીકાર બ્રહ્માનન્દ સરસ્વતી નીચે પ્રમાણે આપત્તિ આપે છે. અદ્વૈતસિદ્ધિકારનું આ સમાધાન યોગ્ય લાગતું નથી, કારણ કે સુષુપ્તિદશામાં અનુભવાતું અવસ્થાઅજ્ઞાન જાગ્રર્દશામાં હોતું નથી. અનેકવિષયવિશેષિત અવસ્થાઅજ્ઞાન જાગ્રતૂકાલે અનેકવિષયનું જ્ઞાન થતાં સંભવે નહિ. અજ્ઞાન જ્ઞાનનિવાર્ય છે. સુષુપ્તિદશામાં અને જાગદશામાં મૂલાજ્ઞાન અભિન્ન હોય છે. મૂલશાન શુદ્ધચિત્માત્રવિષયક છે અને તત્ત્વજ્ઞાનવિનાશ્ય છે. તત્ત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી મૂલાજ્ઞાન સ્થિર રહે છે, નાશ પામતું નથી. પરંતુ અવસ્થાઅજ્ઞાનનું તેવું નથી. અવસ્થાઅજ્ઞાનનો વિષય શુદ્ધ ચૈતન્ય નથી, તે અનેકવિષયક