________________
શાંકર વેદાનમાં અવિવાવિયાર નિર્વિકલ્પ હોતો જ નથી. છતાં સવિકલ્પક અનુમિતિ એમ જે કહેવામાં આવે છે તે તો બોધની સુવિધા માટે કહેવામાં આવે છે.
નિષ્કર્ષ એ કે સંસર્ગવિષયક વૃત્તિમાં મન નિમિત્તકારણ હોય છે અને મન કાર્યકાળ અસ્તિત્વમાં રહીને જ કારણ બને છે. તેથી સુષુપ્તિની આઘાણે સંસર્ગવિષયક કોઈ પણ વૃત્તિ હોઈ શકે જ નહિ. અને એટલે જ અજ્ઞાનવિશિષ્ટસાષિવિષયક જ્ઞાન પણ સુષુપ્તિમાં હોતું નથી. આમ સુખાભિન્નસાહિવિષયક જ્ઞાન પણ સુષુપ્તિમાં હોતું નથી કારણ કે આ જ્ઞાન પણ સંસર્ગવિષયક હોઈ સવિકલ્પક છે. સુષુપ્તિમાં સવિકલ્પક જ્ઞાન સંભવતું જ નથી, નિર્વિકલ્પક જ્ઞાન જ સંભવે છે.*
પ્રલયકાળે મૂલાજ્ઞાન હોવા છતાં અજ્ઞાનાકાર અવિદ્યાવૃત્તિ ન હોવાથી પ્રલયને સુષુપ્તિદશા કહી શકાય નહિ. પ્રલય પછી અજ્ઞાનનું સ્મરણ થતું ન હોવાથી સ્મરણની જનક અવિદ્યાવૃત્તિ પ્રલયકાળે સ્વીકારવામાં આવી નથી. સુખોસ્થિત પુરુષને હું સુખે સૂતો હતો’ ‘હું કંઈ જાણતો ન હતો એવું સ્મરણ થતું હોઈ સ્મરણજનક અવિદ્યાવૃત્તિરૂપ અનુભવ સુષુપ્તિકાળે સ્વીકારવામાં આવ્યો છે. અનુભવ ન થયો હોય તો સ્મરણ થઈ શકે નહિ.”
આની સામે નીચે પ્રમાણે આપત્તિ આપવામાં આવે છે. પ્રત્યેક સ્મરણમાં “તત્તા નો ઉલ્લેખ અવશ્ય હોય છે. ઘટનું સ્મરણ તે ઘટ એવું થાય છે. “આ ઘટ એવા અનુભવથી જન્ય તે ઘટ’ એવું સ્મરણ થાય છે. સુષુપ્તિકાલીન અનુભવથી જ જે સ્મરણ સુખોત્યિક પુરુષને થાય છે તેમાં તત્તાનો ઉલ્લેખ હોતો નથી; અને ‘તત્તાના ઉલ્લેખ વિનાનું સ્મરણ હોય છે એમ કહેવું યોગ્ય નથી. જે જ્ઞાનમાં તત્તા’નો ઉલ્લેખ નથીતે જ્ઞાન સ્મરણ નથી. તેથી સુખોસ્થિત પુરુષને થતું ‘તત્તાના ઉલ્લેખ વિનાનું જ્ઞાન સ્મરણ કેવી રીતે હોઈ શકે? સુપ્નોસ્થિત પુરુષનું જ્ઞાન
સ્મરણાત્મક ન હોય તો તેના માટે સુષુપ્તિકાલીન અનુભવ સ્વીકારવાની આવશ્યકતા જે ક્યાં રહી છે, જેમ તૈયાયિકો સુષુપ્તિકાળે નિર્વિકલ્પક અનુભવ પણ સ્વીકારતા નથી તેમ. નિયાયિકોના મતે જન્ય સઘળાં જ્ઞાનનું કારણ ત્વગિન્દ્રિય સાથે મનનો સંયોગ છે. સુષુપ્તિકાળે ત્વગિન્દ્રિય સાથે મનનો સંયોગ હોતો નથી, એટલે સુષુપ્તિકાળે કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થઈ શક્યું નથી."નયાયિકો કહે છે કે સુષુપ્તિકાળે નિત્ય મન પુરીતત્વનામની નાડીમાં અવસ્થાન કરે છે અને એ નાડી ત્વગિન્દ્રિયરહિત છે. તેથી સુષુપ્તિકાળે કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. નૈયાયિકો આ બધું ક્યા પ્રમાણ અનુસાર કહે છે એ તો તેઓ જ જાણે. ઉપનિષમાં પુરી તત્વ નાડીનો ઉલ્લેખ છે પરંતુ તે ત્વસહિત છે કે ત્વગ્રહિત છે એ બાબત કોઈ વાત ઉપનિષમાં નથી અને મનના નિત્યત્વની બાબતમાં પણ કોઈ પ્રમાણ નથી. ઊલટું, “તમ્મન્નાયતે પ્રણો મનઃ સર્વેદ્રિયાન ' ઇત્યાદિ શ્રુતિ (મુંડકોપનિષદ્ ૨:૧.૩) દ્વારા મન જન્ય પુરવાર થયું છે.
જે હોતે, સુપ્નોસ્થિત પુરુષના સ્મરણમાં ‘તત્તાનો ઉલ્લેખ હોતો નથી, ‘તત્તાનો ઉલ્લેખન કરતું સ્મરણ હોઈ શકે નહિ – આવી શંકાના સમાધાનમાં મધુસૂદન સરસ્વતી નીચે પ્રમાણે કહે છે. અન્તઃકરણના ઉપરાગ વખતે અર્થાત્ મનની વિદ્યમાનતાની દશામાં જે અનુભવ થાય છે તે જ અનુભવથી જન્ય સ્મૃતિમાં ‘તત્તાનો ઉલ્લેખ હોય છે. સુષુપ્તિકાળે તો મને પોતાના ઉપાદાનકારણમાં અર્થાતુ અવિદ્યામાં વિલીન થઈ જાય છે. તેથી સુષુપ્તિકાલીન અનુભવ એ અન્તઃકરણોપરાગકાલીન અનુભવ નથી. તેથી જ સૌષુપ્ત અનુભવથી જન્ય સ્મૃતિમાં ‘તત્તાનો